Tuesday, April 30, 2024
More
    હોમપેજરાજકારણકોંગ્રેસે પોતાના ઉમેદવારોની બીજી યાદીમાં આપી 4 મુસ્લિમો અને 3 મહિલાઓને ટિકિટ:...

    કોંગ્રેસે પોતાના ઉમેદવારોની બીજી યાદીમાં આપી 4 મુસ્લિમો અને 3 મહિલાઓને ટિકિટ: જાણો 46 ઉમેદવારોના નામ અને બેઠક

    કોંગ્રેસની બીજી યાદીના 46 નામોમાંથી 29 સૌરાષ્ટ્ર-કચ્છના છે. જેમાંથી 17 ચાલુ ધારાસભ્યો પર વિશ્વાસ રાખીને તેમને ફરી ઉમેદવારી સોંપાઈ છે. દક્ષિણ ગુજરાતના 4 ચાલુ ધારાસભ્યોને પણ રિપીટ કરાયા છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ટાઈમટેબલ જાહેર થઇ ગયું છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતમાં ચૂંટણી યોજાનાર છે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. આ અંતર્ગત કોંગ્રેસે અગાઉ જાહેર કરેલી 43 ઉમેદવારોની યાદી બાદ ગુરુવારે (11 નવેમ્બર) મોડી રાત્રે બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં વધુ 46 ઉમેદવારોના નામ પર સત્તાવાર જાહેરાત કરાઇ છે.

    ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધા છે. ભાજપે 160 બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરી દીધી છે જ્યારે આપે લગભગ 170થી વધુ બેઠકો પર ઉમેદવાર ઉતારી દીધા છે. અને હવે કોંગ્રેસની આ બીજી યાદી સામે આવી છે.

    બધા જ ચાલુ ધારાસભ્યોને કરાયા રીપીટ

    બીજી યાદીના 46 નામોમાંથી 29 સૌરાષ્ટ્ર-કચ્છના છે. જેમાંથી 17 ચાલુ ધારાસભ્યો પર વિશ્વાસ રાખીને તેમને ફરી ઉમેદવારી સોંપાઈ છે. જેમાં મુખ્ય છે દસાડા (એસસી)ના નૌશાદ સોલંકી, ચોટીલાના ઋત્વિક મકવાણા, ટંકારાના લલિત કગથરા, વાંકાનેરના મો. જાવેદ પીરજાદા, ધોરાજીના લલિત વસોયા, કાલાવડના પ્રવિણ મૂછડિયા, જામજોધપુરના ચિરાગ કાલરિયા, ખંભાળિયાના વિક્રમ માડમ, જૂનાગઢના ભીખાભાઈ જોશી, માંગરોળના બાબુભાઈ વાજા, સોમનાથના વિમલ ચૂડાસમા, ઉનાના પૂંજાભાઈ વંશ, અમરેલીના પરેશ ધાનાણી, લાઠીના વિરજી ઠુમ્મર, સાવરકુંડલાના પ્રતાપ દૂધાત, રાજુલાના અમરિશ ડેર તથા તળાજાના કનુભાઈ બારૈયાનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    દક્ષિણ ગુજરાતના 4 ચાલુ ધારાસભ્યોને પણ રિપીટ કરાયા છે. આ લિસ્ટમાં સામેલ છે વાંસદાના અનંત પટેલ, નિઝરના સુનિલ ગામિત, વ્યારાના પૂનાભાઈ ગામિત અને માંડવીના આનંદ ચૌધરી. આ સિવાય ઘણા નવા ચહેરાઓને પણ તક આપી છે.

    4 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ

    બીજા લિસ્ટમાં કોંગ્રેસે 4 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમ સામેલ છે વાંકાનેરના ચાલુ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદા, વાગરાથી સુલેમાનભાઈ પટેલ, સુરત પૂર્વ બેઠકથી અસલમ સાઇકલવાલા અને અબડાસાથી મહોમ્મદ જંગ.

    પહેલી યાદીમાં પણ હતા મોટા નામો

    આશરે 7 દિવસ આગાઉ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર કરી હતી. જેમાં કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ કર્યા જાહેર કર્યાં હતા.

    આ યાદીમાં અર્જૂન મોઢવાડિયા, ભીખુભાઈ દવે, હિતેશ વોરા સહીતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં