તાજેતરમાં જ કચ્છ જિલ્લાના માંડવી (Mandvi) તાલુકાના એક ગામમાં લવ જેહાદનો કેસ (Kutch Love Jihad Case) સામે આવ્યો હતો. દલિત યુવતીએ (Dalit Girl) પુણેના જિયાદ (Jiyad) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની પુણે (Pune) જઈને ધરપકડ પણ કરી લીધી હતી અને કોર્ટ દ્વારા તેના ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરી લીધા હતા. હવે કચ્છ લવ જેહાદના કેસમાં પોલીસે અનેક ઘટસ્ફોટ કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપી જિયાદ સોશિયલ મીડિયાના મધ્યમથી 28 યુવતીઓના સંપર્કમાં હતો, જેમાંની 22 હિંદુ યુવતીઓ હતી અને 6 ખ્રિસ્તી યુવતીઓ હતી. આ ઘટનાને હવે મોટા ષડ્યંત્ર તરીકે જોવામાં આવી રહી છે.
કચ્છ લવ જેહાદના આરોપી જિયાદને લઈને પોલીસે અનેક ઘટસ્ફોટ કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપી જિયાદ સોશિયલ મીડિયાના દ્વારા 28 યુવતીઓના સંપર્કમાં હતો, જેમાંથી 22 હિંદુ યુવતીઓ હતી અને 6 ખ્રિસ્તી યુવતીઓ હતી. આ ઉપરાંત કહેવાય રહ્યું છે કે, તેણે યુવતીઓને ફસાવીને ધર્માંતરણ માટે દબાણ પણ ઊભું કર્યું હતું. આરોપીના રિમાન્ડ દરમિયાન આ ખુલાસા થયા હોવાનું સામે આવ્યું છે. આ ખુલાસા સામે આવતા હવે સમગ્ર પ્રકરણ વ્યવસ્થિત અને સુનિયોજિત ષડ્યંત્ર હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.
કચ્છમાં લવ જેહાદની ઘટનામાં મોટો ખુલાસો | Love Jihad | Kutch | Crime | Police | Gujarat #kutch #lovejihad #crimenews #kutchpolice #gujarat #sandeshnews pic.twitter.com/vKR2cvWGCn
— Sandesh (@sandeshnews) October 22, 2024
આ ઉપરાંત આ પ્રકરણમાં અન્ય ત્રણ આરોપીઓની સંડોવણી હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. આ કેસની તપાસ કરનાર DySP એમજે ક્રિશ્ચયને જણાવ્યું છે કે, 28 યુવતીઓને ‘હાય’ લખીને મેસેજ કર્યા હતા, જેમાંથી 22 યુવતીઓ હિંદુ અને 6 યુવતીઓ ખ્રિસ્તી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, આરોપીના મોબાઈલમાંથી મળેલી વિગતો પણ ચોંકાવનારી છે. આ સમગ્ર ષડ્યંત્રમાં આરોપી સાથે અન્ય ત્રણ ઈસમો સંડોવાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
શું છે સમગ્ર ઘટના?
પોલીસ મથકે નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, ત્રણ વર્ષ અગાઉ ફરિયાદી યુવતી પોતાના વતન કચ્છથી દૂર પરિવાર સાથે મુંબઈ રહેવા ગઈ હતી. દરમિયાન જિયાદે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ ઉપર જીગર નામની ફેક આઈડી બનાવીને હિંદુ યુવતી સાથે પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ તેને ફોસલાવીને બે વખત બળાત્કાર પણ ગુજાર્યો. તે સમયે યુવતી સગીર હોવાનું પણ સામે આવ્યું છે.
પછીથી પીડિત યુવતીએ લગ્ન કરવાનું કહેતાં જિયાદે ભાંડો ફોડ્યો હતો અને પોતે મુસ્લિમ હોવાનું જણાવ્યું હતું. પોતે છેતરાઈ હોવાનું જાણવા મળતાં જ યુવતીએ સંબંધ તોડી નાખ્યો હતો પરંતુ આરોપ છે કે ત્યારબાદ પણ આરોપી તેને હેરાન કરતો રહેતો હતો.
આરોપીથી કંટાળીને યુવતી અને પરિવાર બે વર્ષથી વતનમાં રહેવા આવી ગયાં હતાં. થોડાક માસ અગાઉ યુવતીની પોતાના જ સમાજના એક યુવક સાથે સગાઈ પણ થઈ હતી. પરંતુ જિયાદે ઉશ્કેરાઈને યુવતી સાથેના અશ્લીલ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં સગાઈ તૂટી ગઈ હતી. અંતે કંટાળીને યુવતીએ આરોપી વિરુદ્ધ ભુજ સાયબર ક્રાઈમ ખાતે ફરિયાદ કરી હતી.
જ્યારે જિયાદે તેનો બળાત્કાર કર્યો ત્યારે યુવતી સગીર હોવાના કારણે પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-2021ની કલમ 4 અને પોક્સો એક્ટની (POCSO Act) કલમ 4, 6 અને 10 હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ ઈપીકોની કલમ 376(2)(N), 506 તથા યુવતી અનુસૂચિત જાતિની હોવાથી એટ્રોસિટી એક્ટની કલમો પણ લગાડવામાં આવી છે.