Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ21 અફઘાની શીખ અને હિન્દુઓ આજે દિલ્હી પહોંચશે, ભારતે નવજાત શિશુને વગર...

    21 અફઘાની શીખ અને હિન્દુઓ આજે દિલ્હી પહોંચશે, ભારતે નવજાત શિશુને વગર વિઝાએ સ્વીકાર્યું

    અફઘાનિસ્તાનમાં તાલીબાનથી પ્રતાડિત શીખો અને હિંદુઓનો વધુ એક જથ્થો આજે કાબુલથી ભારતમાં આવ્યો છે જેમાં એક નવજાત શિશુ પણ છે જેને વિસા વગર ભારતમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.

    - Advertisement -

    21 અફઘાની શીખ અને હિન્દુઓ આજે ગુરુવારે (14-7-2022)ના રોજ દિલ્હીમાં ઉતરશે, અફઘાન લઘુમતીઓને ભારતમાં સ્થળાંતર સતત ચાલુ છે. કામ એર દ્વારા સંચાલિત કાબુલથી કોમર્શિયલ ફ્લાઈટ ગુરુવારે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પર પહોંચશે, જેમાં એક નવજાતશિશુ સહિત 21 અફઘાની શીખ અને હિન્દુઓને ભારત લાવવામાં આવશે.

    અહેવાલો પ્રમાણે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) ભારતીય વિશ્વ મંચ અને ભારત સરકાર સાથે સંકલન કરીને પીડિત અફઘાન લઘુમતીઓને બહાર કાઢવાની સુવિધા પૂરી પાડે છે. ગુરુવારે, કામ એર દ્વારા સંચાલિત કાબુલથી એક વિશેષ વાણિજ્યિક ફ્લાઇટ 21 અફઘાન શીખોને લઇ દિલ્હી પહોંચશે. SGPCના અધિકારીઓ, અફઘાન હિંદુ અને શીખ સમુદાયના નેતાઓ તેમને આવકારવા એરપોર્ટ પર હાજર રહેશે. 21 અફઘાન શીખો ઉપરાંત, એક નવજાત શિશુ પણ આ સમૂહનો ભાગ છે જેને વગર વિઝાએ ભારતમાં આવવાની સુવિધા આપવામાં આવી છે.

    SGPCના અધિકારીઓ અને અફઘાન હિન્દુ અને શીખ સમુદાયના નેતાઓ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે હાજર રહેશે. તેમના આગમન પછી, તેઓ ગુરુદ્વારા શ્રી ગુરુ અર્જન દેવ, તિલક નગર, નવી દિલ્હી જશે.

    - Advertisement -

    હજુ 130 અફઘાન હિંદુઓ અને શીખો અફઘાનિસ્તાનમાં

    એક મીડિયા અહેવાલ પ્રમાણે , લગભગ 130 અફઘાન હિંદુઓ અને શીખો હજુ પણ અફઘાનિસ્તાનમાં રહે છે અને લગભગ 60 અરજીઓ હજુ પણ પેન્ડિંગ છે. ગયા મહિને, કાબુલથી નવી દિલ્હી માટે 11 અફઘાન શીખોનો સમાવેશ કરતી વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં 18 જૂનના રોજ કાબુલમાં કાર્તે પરવાન ગુરુદ્વારા હુમલામાં ઘાયલ થયેલા રકબીર સિંઘ અને હુમલામાં માર્યા ગયેલા સવિન્દર સિંઘની અસ્થિઓનો પણ સમાવેશ થયો હતો.

    અફઘાનિસ્તાનમાં લઘુમતીઓની કપરી સ્થિતિ

    અફઘાનિસ્તાનમાં શીખ સમુદાય સહિત ધાર્મિક લઘુમતીઓ યુદ્ધગ્રસ્ત પ્રદેશમાં હિંસાનું નિશાન બન્યા છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં 15 થી 20 આતંકવાદીઓ કાબુલના કારત-એ-પરવાન જિલ્લામાં એક ગુરુદ્વારામાં ઘૂસી ગયા હતા અને રક્ષકોને બાંધી દીધા હતા. માર્ચ 2020 માં, કાબુલના શોર્ટ બજાર વિસ્તારમાં શ્રી ગુરુ હર રાય સાહિબ ગુરુદ્વારા પર એક જીવલેણ હુમલો થયો હતો જેમાં 27 શીખો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ લીધી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં