Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતવડોદરા ગેંગરેપ કેસના આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર, કોર્ટ બહાર લોકોએ પોલીસ...

    વડોદરા ગેંગરેપ કેસના આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર, કોર્ટ બહાર લોકોએ પોલીસ સામે જ ફટકાર્યા: આરોપીઓએ જજને હાથ જોડી કહ્યું- અમને જેલમાં મોકલો

    આરોપીઓઓ પૈકી એક આરોપીએ ન્યાયાધીશને હાથ જોડીને રજૂઆત કરી હતી કે, 'સાહેબ અમને જેલમાં જ રાખો.' જેલમાં મોકલવાની વાત કરતાં જ કોર્ટરૂમમાં હાજર લોકોએ 'વડોદરા-ગુજરાત પોલીસ ઝિંદાબાદ'ના નારા પણ લગાવ્યા હતા.

    - Advertisement -

    વડોદરા ગેંગરેપ કેસ મામલે હવે નવા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, ગેંગરેપ કેસના આરોપીઓના બે દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. જોકે, તપાસ માટે બનાવાયેલી SITએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓને બુરખા વગર જ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે, આરોપીઓને કોર્ટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા તે દરમિયાન ત્યાં હાજર લોકોએ બેફામ અપશબ્દો કહ્યા હતા અને પોલીસની હાજરીમાં જ આરોપીઓને ફટકાર્યા પણ હતા.

    મંગળવારે (8 ઑક્ટોબરે) બપોરે વડોદરા ગેંગરેપ કેસના આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં દુષ્કર્મના આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. મુન્ના અબ્બાસ બંજારા, અલ્તાફ બંજારા અને શાહરુખ ઇસ્માઇલ બંજારા નામના આરોપીઓઓ પૈકી એક આરોપીએ ન્યાયાધીશને હાથ જોડીને રજૂઆત કરી હતી કે, ‘સાહેબ અમને જેલમાં જ રાખો.’ જેલમાં મોકલવાની વાત કરતાં જ કોર્ટરૂમમાં હાજર લોકોએ ‘વડોદરા-ગુજરાત પોલીસ ઝિંદાબાદ’ના નારા પણ લગાવ્યા હતા.

    હાલ પોલીસ સહિતની SITની ટીમ બે દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ કરશે. નોંધવા જેવું છે કે, વડોદરા ગેંગરેપ કેસમાં તમામ આરોપીઓ મુસ્લિમ સમુદાયના હોવાનું સામે આવ્યું હતું.

    - Advertisement -

    શું હતી ઘટના?

    ગત 4 ઓક્ટોબર 2024 એટલે કે નવરાત્રીના બીજા નોરતે એક 16 વર્ષની અને 11માં ધોરણમાં ભણતી સગીરા ભાયલી-બીલ રોડ વિસ્તારમાં રાત્રે 11:30 વાગે સુમસાન રસ્તા પર તેના 16 વર્ષના મિત્ર સાથે બેઠી હતી. તેઓ બેઠા હતા, તેનાથી થોડે જ દૂર 5 યુવકો નશો કરીને બેઠા હતા. લગભગ રાત્રે 12 થી 1 વાગ્યાના આરસમાં તેમણે બંને સગીરોને હેરાન કરવાનું શરૂ કર્યું. 5 પૈકી 2 યુવકો થોડી વારમાં ત્યાંથી બાઈક લઈને ચાલ્યા ગયા. બાકીના મુન્ના અબ્બાસ બંજારા,અલ્તાફ બંજારા અને શાહરુખ ઇસ્માઇલ બંજારા એમ ત્રણ મુસ્લિમ આરોપીઓએ બાળકી અને તેના મિત્રને ઘેરી લીધો.

    થોડી હેરાનગતિ બાદ એક આરોપીએ સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો અને બાકીના બે જણાએ બાળકીને નજીકમાં ઢસડી જઈને તેના પર ગેંગરેપ કર્યો હતો. ઘટના બાદ ડઘાયેલા બંને બાળકોએ પોતાના પરિવારને આ વિષે જાણ કરતા તેઓ તાત્કાલિક પોલીસ પાસે પહોંચ્યા હતા. પોલીસને જાણ થતા જ પોલીસે વિસ્તારને કોર્ડન કરી દીધો હતો અને ઘટનાસ્થળે જઈ તપાસ આદરી હતી. બાળકીના જણાવ્યા અનુસાર ત્યાંથી પુરાવાઓ પણ મળી આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં