ગુજરાત અરવલ્લીના 17 યાત્રીઓ ઉત્તરાખંડના કેદારનાથ નજીક ફસાઈ ગયા હતા. આ બાબતની જાણકારી મળતાં જ ગુજરાત સરકાર હરકતમાં આવી હતી અને ઉત્તરાખંડ રાજ્ય સરકારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રુદ્રપ્રયાગ જિલ્લા કન્ટ્રોલ રૂમનો પણ સંપર્ક કરવામાં આવ્યો. ત્યારબાદ તેમને તમામ યાત્રાળુઓની વિગતો, સંપર્ક નંબર અને સ્થળની જાણકારી પહોંચાડવામાં આવી. ત્યારબાદ વાતાવરણ સાફ થતાં જ હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઑપરેશન ચલાવીને તમામને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા.
કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતા તેઓ સલામત નીચે આવી ગયા છે તે રાહતની વાત છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 2, 2024
ગુજરાતના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે આ યાત્રિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા તાત્કાલિક ઉત્તરાખંડના તંત્ર સાથે સંકલન…
CM ભૂપેન્દ્ર પટેલે આ બાબતની જાણકારી આપતાં X પર લખ્યું કે, “કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતા તેઓ સલામત નીચે આવી ગયા છે તે રાહતની વાત છે. ગુજરાતના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે આ યાત્રિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા તાત્કાલિક ઉત્તરાખંડના તંત્ર સાથે સંકલન કર્યું હતું, અને રુદ્રપ્રયાગ જિલ્લા કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહીને તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મહાદેવની કૃપાથી આ સૌ યાત્રિકો સલામત રીતે સુરક્ષિત સ્થાન પર પહોંચી ગયા છે.”
બીજી તરફ, હિમાચલ પ્રદેશના મલાનામાં વાદળ ફાટવાને કારણે પાંચ લોકોનાં મોત થયા છે અને 50થી વધુ લોકો હજુ પણ લાપતા છે. ભારે પૂરના કારણે વીજળી સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે. ઘણા લોકોનાં ઘર સાવ તૂટી ગયાં છે તો અમુક ઘરને આંશિક નુકસાન થયું છે. અસરગ્રસ્ત લોકો માટે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદરસિંઘ સુક્ખુ દ્વારા મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
VIDEO | Himachal Pradesh cloudburst: "Our government is trying to save the lives of all people. We have decided to give Rs 5,000 for three months to those who have become homeless in villages. Besides, Rs 50,000 would be given immediately for purchasing clothes," says Himachal… pic.twitter.com/K3msDURf9K
— Press Trust of India (@PTI_News) August 2, 2024
PTI સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, અમારી સરકાર તમામ લોકોના જીવન બચાવવાનો પ્રયાસ કરી રહી છે. વધુમાં જે લોકોએ પોતાનાં ઘર ગુમાવ્યાં છે તેમના માટે તેમણે કહ્યું હતું કે, “અમે ગામડાઓમાં ઘરવિહોણા થયેલા લોકોને ત્રણ મહિના માટે 5,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત તેમના ખોરાક, રહેઠાણ પ્રાથમિક બાબતોનું ધ્યાન સરકાર દ્વારા રાખવામાં આવશે. તાત્કાલિક ધોરણે કપડાં ખરીદવા માટે 50,000 રૂપિયા આપવામાં આવશે.” વધુમાં કહ્યું કે રાહત પેકેજની જાહેરાત થશે, પરંતુ આગામી 24 કલાકમાં આટલી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.