Wednesday, June 26, 2024
More
    હોમપેજક્રાઈમઅમદાવાદથી ઝડપાયેલા ISISના ચાર આતંકીઓ 14 દિવસના રિમાન્ડ પર: 2002ના રમખાણોનો લેવા...

    અમદાવાદથી ઝડપાયેલા ISISના ચાર આતંકીઓ 14 દિવસના રિમાન્ડ પર: 2002ના રમખાણોનો લેવા માંગતા હતા બદલો, વધુ તપાસ ધરાશે હાથ

    ATSએ કોર્ટમાં કહ્યું કે, "તેના સાગરીતો અમદાવાદમાં હોય શકે છે. અત્યારે તો આરોપીઓ તપાસમાં સાથસહકાર આપી રહ્યા નથી. કોણે હથિયાર મૂક્યા અને ક્યાંથી લાવ્યા, આ લોકો કેવી રીતે પહોંચ્યા? અમદાવાદથી હથિયારો મળી આવવા કોઈ નાની વાત નથી. જલ્દીથી જલ્દી વધુ તપાસની જરૂર છે."

    - Advertisement -

    અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા ‘ઇસ્લામિક સ્ટેટ’ (IS)ના ચાર આતંકીઓના શહેરની મેટ્રો કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ તમામ આતંકીઓ (ISIS) અમદાવાદમાં એક મોટા હુમલાને અંજામ આપવા માંગતા હોવાનો ખુલાસો પણ થયો છે. આ સાથે RSS અને ભાજપના નેતાઓ પણ તેના ટાર્ગેટમાં હતા. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં આતંકીઓની ધરપકડને ગુજરાત ATSની મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ સાથે જ એક આતંકી પાસે પાકિસ્તાની વિઝા પણ મળી આવ્યા હતા. જોકે, દુભાષિયાની મદદથી તે જાણી શકાયું નથી કે, તે આતંકી પાકિસ્તાન ગયો હતો કે નહીં. પરંતુ એટલું સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આખું ષડયંત્ર શ્રીલંકા-પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યું હતું.

    અમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલા ચાર આતંકીઓના 14 મુદ્દાઓને આધારે રિમાન્ડ મંજૂર થયા છે. આતંકીઓના નામ મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીન હોવાનું પણ સામે આવ્યું છે. ચારેય આતંકીઓના રિમાન્ડની માંગણી સાથે ATSએ અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં તેમને રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે 14 મુદ્દાઓના આધારે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મેટ્રો કોર્ટમાં ચારેય આતંકીઓને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટ નંબર 5માં રજૂ કરવામાં આવ્યા હતા.

    ભારે સુરક્ષા દળ અને સ્પેશ્યલ ફોર્સના બંદોબસ્ત વચ્ચે ચારેય આતંકીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આતંકીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ ગુજરાત ATSએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, “બાતમી મળી હતી કે, આતંકીઓ રેલ અથવા એરથી આવવાના છે. તપાસ કરતાં વધુ કડીઓ હાથ લાગી હતી. એક અન્ય વ્યક્તિ (અબુ) આ લોકોને સૂચના આપતો હતો. મેસેજ આપવા માટે પણ વિશિષ્ટ પદ્ધતિ વાપરવામાં આવી છે. આ ચારેય આતંકીઓ ISISના કાર્ય સાથે સંકળાયેલા છે અને કટ્ટર માનસિકતા ધરાવે છે. તે માટે આ અંગે વધુ તપાસની ખાસ જરૂર છે.”

    - Advertisement -

    2002નો બદલો લેવા માંગતા હતા આતંકીઓ

    ATSએ વધુમાં જણાવ્યું હતું કે, “આ લોકો ભારતમાં કયા-કયા સ્થળોએ હુમલાને અંજામ આપવા માંગતા હતા, તેને ફંડ કોણ પૂરું પાડી રહ્યું હતું? તેની સાથે કોણ-કોણ જોડાયેલા છે તે જાણવું જરૂરી છે. તેના સાગરીતો અમદાવાદમાં હોય શકે છે. અત્યારે તો આરોપીઓ તપાસમાં સાથસહકાર આપી રહ્યા નથી. કોણે હથિયાર મૂક્યા અને ક્યાંથી લાવ્યા, આ લોકો કેવી રીતે પહોંચ્યા? અમદાવાદથી હથિયારો મળી આવવા કોઈ નાની વાત નથી. જલ્દીથી જલ્દી વધુ તપાસની જરૂર છે.”

    ATSએ વધુમાં ઉમેર્યું કે, “ખાસ તે જાણવું ખૂબ જરૂરી છે કે, આ લોકોના સ્લીપરસેલ્સ ગુજરાતમાં એક્ટિવ છે કે કેમ? તેમને આર્થિક સહાય કોણ પૂરી પાડી રહ્યું છે તે અંગે પણ તપાસ કરવી જરૂરી છે.” આ સિવાય ATSએ એવો પણ ખુલાસો કર્યો હતો કે, તેમની પાસેથી મળી આવેલા અરબી સાહિત્યમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે, “ISIS દ્વારા થઈ રહેલો આ હુમલો ગુજરાતના 2002ના રમખાણોનો બદલો છે.” આ બધા મુદ્દાઓ સાથે ATSએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને કોર્ટે કોઈ દલીલ વગર જ 14 દિવસના તમામ રિમાન્ડ મંજૂર કરી દીધા હતા. હવે ATSની ટીમ ઉપરોક્ત તમામ મુદ્દાઓ પર તપાસ હાથ ધરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં