Friday, November 22, 2024
More
    હોમપેજદેશઅમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100% જમીન સંપાદનકાર્ય પૂર્ણ, રેલ મંત્રી અશ્વિની...

    અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100% જમીન સંપાદનકાર્ય પૂર્ણ, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી: ₹1.10 લાખ કરોડની રેલ યોજના 2026 સુધીમાં થશે પૂર્ણ

    પ્રોજેક્ટ અંતર્ગત 120.4 કિમીના ગર્ડર લોન્ચ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત પિયર કાસ્ટિંગનું 271 કિમીનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

    - Advertisement -

    ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોને જોડતો, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, દેશના પ્રથમ હાઇસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોરીડોર માટે 100% જમીન સંપાદનનું કામ પૂરું થઇ ગયું છે. આ પ્રોજેક્ટ માટે કુલ 1389.49 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે.

    આ પ્રોજેક્ટ અંગે દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા x પર પોસ્ટ કરી માહિતી આપી છે. જેમાં તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર અને એક કેન્દ્ર  શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં 100% જમીન સંપાદન થયાની જાણકારી આપી હતી. મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડવાવાળી હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યો સાથે કરાર કરવામાં આવેલ છે. જેમાં પ્રોજેક્ટ અંતર્ગત 120.4 કિમીના ગર્ડર લોન્ચ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત પિયર કાસ્ટિંગનું 271 કિમીનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

    માહિતી પ્રમાણે ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રાજ્યના મહત્વના શહેરો સુરત, ભરૂચ, આણંદ, વડોદરા, અમદાવાદ અને સાબમતીમાં SRS સ્ટેશનનું નિર્માણકાર્ય હાલ શરૂ છે. જેમાં તમામ સ્ટેશનોમાં ફાઉન્ડેશન લેવલનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના વલસાડ સ્થિત જારોલી ગામ નજીક 350 મીટર લાંબી અને 12.6 મીટર વ્યાસની એક માઉન્ટેન ટનલ પણ બનાવવામાં આવી છે. જેનું સંપૂર્ણ નિર્માણકાર્ય ફક્ત 10 મહિનાના ટૂંકા ગાળામાં કરવામાં આવ્યું છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન ગુજરાતની 6 નદીઓ પરથી પસાર થશે. આ નદીઓ પર ચાલી રહેલ બ્રિજનું નિર્માણ કાર્ય પણ હવે પૂર્ણતાના આરે છે.

    - Advertisement -

    આ હાઈસ્પીડ બુલેટ ટ્રેનની પરિયોજના માટે ભારતમાં પહેલી વાર જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સાથે સુરતમાં 70 મીટર લાંબો અને 673 મેટ્રિક ટન વજનવાળો સ્ટીલનો પુલ પણ બનાવવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત કુલ 28 પુલમાંથી 16 પુલનું નિર્માણકાર્ય હાલ વિવિધ તબક્કામાં છે. કેન્દ્ર સરકારનો 1.10 લાખ કરોડનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંદાજે 2026 સુધીમાં પૂર્ણ થવાની શકયતા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં