જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે કુખ્યાત ‘જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ’નો આતંકવાદી યાસીન મલિક જેલમાં બેચેન છે. તેણે જેલની અંદર તેની સાથે અમાનવીય વર્તનનો આરોપ લગાવીને ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે અને બહાર તેની પાકિસ્તાની પત્ની મુશાલ મદદ માંગવા માટે ભટકી રહી છે. આ જ ક્રમમાં તેણે તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો અને કહ્યું કે યાસીન અહિંસક માણસ છે અને આ ભૂખ હડતાળ તેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે.
પત્ર લખીને માંગી રાહુલ ગાંધી પાસે મદદ
મુશાલે પોતાના પત્રમાં રાહુલ ગાંધીને સમ્માન આપતાં પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે NIAએ યાસીન સામે મૃત્યુદંડની માંગણી કરી છે અને 2019થી કેન્દ્ર સરકાર યાસીનને અસહ્ય ત્રાસ આપી રહી છે.
મુશાલે ફરિયાદ કરી હતી કે મલિક પર 35 વર્ષ જૂના મામલામાં ભારત વિરુદ્ધ યુદ્ધ શરૂ કરવા મામલે કેસ ચલાવવામાં આવી રહ્યો છે અને હવે NIA તેની સામે નોંધાયેલા બનાવટી કેસોમાં તેના માટે મૃત્યુદંડની માંગ કરી રહી છે.
મુશાલે રાહુલ ગાંધીને આગ્રહ કર્યો કે સંસદમાં તેમના ‘ઉચ્ચ નૈતિક અને રાજકીય’ પ્રભાવનો ઉપયોગ કરે અને યાસીન મલિકના કેસ પર ચર્ચા શરૂ કરાવે. તે જમ્મુ-કાશ્મીમાં ‘દેખાડો’ નહીં પરંતુ વાસ્તવિક શાંતિ જાળવી રાખવા માટેનું સાધન બની શકે છે. આગળ વધતાં પહેલાં એ જાણવું જોઈએ કે જે યાસીન મલિકને મુશાલ શાંતિદૂત બતાવવાનો પ્રયાસ કરી રહી છે તેના પર આરોપો શું છે.
યાસીન મલિક પર લાગેલા આરોપ
યાસીન મલિક વિરુદ્ધ એક નહીં પણ અનેક મામલે કેસ ચાલી રહ્યા છે. તેનો આતંકનો ઇતિહાસ ઘણો જૂનો છે. 1989-1990ની વચ્ચે જ્યારે ઇસ્લામિક કટ્ટરપંથીઓએ ખીણમાં કાશ્મીરી પંડિતોનો નરસંહાર શરૂ કર્યો ત્યારે જેમણે ઇરાદાપૂર્વક કાશ્મીરી હિંદુઓને નિશાન બનાવ્યા હતા, તેમ એક નામ યાસીનનું પણ હતું.
આ સિવાય તેના પર 1990માં એરફોર્સના ચાર જવાનોની હત્યા કરવાનો પણ આરોપ છે, જેનો સ્વીકાર તે પોતે મીડિયા સામે કરી ચૂક્યો છે. યાસીન પર કાશ્મીરી પંડિત જજ જસ્ટિસ નીલકંઠ ગંજુની હત્યા સહિત અન્ય ઘણા ગંભીર ગુનાઓમાં સંડોવણીનો પણ આરોપ છે.
આટલું જ નહીં વર્તમાનમાં તેની સામે જે કેસ પેન્ડિંગ છે તે તેના કુકર્મોનું પરિણામ છે. કાશ્મીર ખીણમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાની સાથે તેના પર આતંકવાદીઓ માટે ફંડ એકઠું કરવાનો અને દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાનો પણ આરોપ છે.
કોંગ્રેસના સમયમાં યાસીન મલિકને લડાવાતા હતા લાડ
હવે સવાલ એ છે કે જો યાસીન આટલો કુખ્યાત છે તો તેની પત્ની કયા આધારે રાહુલ ગાંધી સમક્ષ યાસીનનો મુદ્દો ઉઠાવવાની વાત કરી રહી છે. આ મુદ્દાને સમજવા માટે આપણે એ સમયગાળો સમજવો પડશે જ્યારે કોંગ્રેસ સત્તા પર હતી અને ખુદ વડાપ્રધાન પોતે યાસીનનું સ્વાગત કરતા હતા.
1990માં ઘાટીમાં રક્તપાત કરાવવાનો દોષી વ્યક્તિ 2006માં અચાનક કોંગ્રેસનો પ્રિય બની ગયો. વડાપ્રધાન મનમોહન સિંહે પોતે યાસીન મલિકને નવી દિલ્હીમાં પીએમ આવાસ પર બોલાવ્યો હતો અને તેની સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી. આજે પણ તમને યાસીન મલિક સાથે પૂર્વ પીએમ મનમોહન સિંહનો હસતો ફોટો અને વાયરલ વિડીયો જોવા મળી જશે.
આ મીટિંગની અસર એ થઈ કે યાસીન મલિકને મોટી મીડિયા સંસ્થાઓ મોટા કાર્યક્રમોમાં બુદ્ધિજીવી તરીકે બોલાવવા મંદી. 2008ના ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં યાસીનને ‘યુવા આઇકોન’ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં એનડીટીવીએ યાસીન મલિકને પોતાનો પક્ષ રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ આપ્યું હતું અને આ દરમિયાન રવીશ કુમાર યાસીન મલિકને ‘સાહેબ’ અને ‘યસ સર’, ‘યસ સર’ કહેતા જોવા મળ્યા હતા.
2008: India Today Conclave invited separatist Yasin Malik. India Today mentioned that he's a strong advocate for the right of return of Kashmiri Hindus.
— Anshul Saxena (@AskAnshul) March 14, 2022
2015: Yasin Malik protested against the colonies for Kashmiri Pandits.
2017: Yasin Malik assaulted India Today's Journalist.
નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ થયો ન્યાય
યાસીનને આતંકવાદી માનવાની શરૂઆત મોદી સરકાર આવ્યા બાદ થઇ અને તેની ધરપકડ 2017માં કરવામાં આવી હતી. તે સમયે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેને કાશ્મીર ખીણમાં આતંકવાદી ગતિવિધિઓ માટે ભંડોળ એકત્ર કરવાના કેસમાં પકડ્યો હતો અને પછી તેને આતંકવાદી ભંડોળ સંબંધિત કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 19 મે 2022ના રોજ એક વિશેષ અદાલતે તેને વિવિધ આરોપો હેઠળ દોષિત ઠેરવ્યો હતો.
Background: In 2007, I along with my friend Sunil Tiku filed RTI with MHA on Yasin Malik and the forever pending cases of four IAF personnel being brutally killed and Rubiya Saeed kidnapping. No justice. 12 years later the pressure worked. CBI moves J&K High Court in the case. pic.twitter.com/7nkxu28xDa
— Aditya Raj Kaul (@AdityaRajKaul) March 7, 2019
2017માં ધરપકડ થયા બાદ યાસીન હજુ પણ જેલમાં છે. નહીંતર 1990માં એક સમય હતો જ્યારે તે જાહેરમાં વાયુસેનાના સૈનિકોની હત્યાની વાત કબૂલતો રહેતો અને જેલમાંથી છૂટતો રહ્યો હતો. ત્યારે કેન્દ્રમાં બેઠેલી કેન્દ્ર સરકારને એ પણ સમજાતું નહોતું કે તે કયા વ્યક્તિનું સન્માન કરી રહી છે અને મીડિયાને પણ સમજ નહોતી પડી રહી કે કોને યુથ આઈકોન બનાવવામાં આવી રહ્યો છે. તે સમયે યાસીન ખુલ્લેઆમ પોતાના દુષ્કૃત્યોનો સ્વીકાર કરતો હતો, પાકિસ્તાન જવાની વાતો કહેતો હતો, હાફિઝ સઈદને ખુલ્લેઆમ મળતો હતો, કાશ્મીરને ભારતથી અલગ કરવાની વાત કરતો હતો તેમ છતાં તત્કાલીન ભારત સરકાર તેને લાડ લડાવતી હતી.
આ જ કારણ છે કે આજે યાસીનની પત્ની મુશાલ પોતાની અરજી લઈને રાહુલ ગાંધી સુધી પહોંચી છે કારણ કે તેને લાગે છે કે જે લોકોએ સત્તામાં રહીને તેના પતિને મહેમાન જેવું સન્માન આપ્યું તો એ લોકો હાલ વિપક્ષમાં રહીને તેના પતિ માટે અવાજ તો ઉઠાવી જ શકે તેમ છે.