Thursday, November 21, 2024
More
    હોમપેજરાજકારણ'ભારતમાં શું બાબર-ઔરંગઝેબની વાત થશે?': આસામ CM હિમંતા સરમાની સ્પષ્ટ વાત- ખૂલીને...

    ‘ભારતમાં શું બાબર-ઔરંગઝેબની વાત થશે?’: આસામ CM હિમંતા સરમાની સ્પષ્ટ વાત- ખૂલીને હિંદુ રાજનીતિ કરીશ, કોઈને વાંધો ન હોવો જોઈએ

    "હું ખૂલીને હિંદુ રાજનીતિ કરું છું, તેમાં વાંધો શું છે?" તેમણે વધુમાં કહ્યું હતું કે, "આ દેશમાં હિંદુનો અર્થ છે સૌનો સાથ અને સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ. હિંદુ ભારતીય છે. તો પછી હિંદુની રાજનીતિ કરવામાં વાંધો શું છે?"

    - Advertisement -

    રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. દેશના મોટામોટા નેતાઓથી લઈને પાર્ટીના કાર્યકર્તાઓ પણ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. ભાજપ પણ રાજસ્થાનમાં પોતાની સરકાર બનાવવા માટે મક્કમતાથી આગળ વધી રહી છે. PM મોદી, યોગી આદિત્યનાથ અને આસામના CM હિમંત સરમા પણ રાજસ્થાનમાં રાજકીય રેલીઓ કરી રહ્યા છે. આ ઉપરાંત નેતાઓના નિવેદનો પણ બહાર આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ પણ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, “હું ખૂલીને હિંદુ રાજનીતિ કરીશ.” આ પહેલાં તેમણે બાબર અને ઔરંગઝેબનો ઉલ્લેખ કરીને પણ નિવેદન આપ્યું હતું.

    25 નવેમ્બરે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો સામસામે સીધી ટક્કરમાં આવવા જઈ રહ્યા છે. તેવામાં બંને પક્ષો તરફના નેતાઓ પણ હવે રાજસ્થાન તરફ વળી રહ્યા છે. રાજસ્થાનમાં રાજકીય સભાને સંબોધિત કરવા કે પછી રાજકીય રેલીનું આયોજન કરવા માટે બંને પક્ષના નેતાઓ આવે છે. આ ઘટનાક્રમમાં આસામના CM હિમંત બિસ્વ સરમા પણ રાજસ્થાન આવ્યા છે, હિમંત સરમાએ શનિવારે (18 નવેમ્બરે) એક નિવેદન આપ્યું છે, જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. તેમણે ખૂલીને સ્વીકાર્યું છે કે તેઓ હિંદુ રાજનીતિ કરે છે અને કરતાં પણ રહેશે.

    ખૂલીને હિંદુ રાજનીતિ કરીશ, તેમ વાંધો શું છે?

    આસામના CM હેમંત બિસ્વ શર્માએ કોંગ્રેસ પર નિશાન સાધતાં સમયે કહ્યું હતું કે, “હું ખૂલીને હિંદુ રાજનીતિ કરું છું, તેમાં વાંધો શું છે?” તેમણે વધુમાં કહ્યું હતું કે, “આ દેશમાં હિંદુનો અર્થ છે સૌનો સાથ અને સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ. હિંદુ ભારતીય છે. તો પછી હિંદુની રાજનીતિ કરવામાં વાંધો શું છે?”

    - Advertisement -

    કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે ઉમેર્યું કે, “કોંગ્રેસને કહો કે અમે હિંદુ છીએ અને હિંદુ જ રહીશું.”

    ‘અમે હિંદુઓ માટે વાત નહીં કરીએ તો શું બાબર-ઔરંગઝેબ માટે કરીશું?’

    ઉલ્લેખનીય છે કે આસામના મુખ્યમંત્રી હિમંત સરમાએ શુક્રવારે (17 નવેમ્બરે) જયપુર પહોંચ્યા બાદ પણ આવું એક નિવેદન આપ્યું હતું. તેમણે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પર હુમલો કરતાં કહ્યું હતું કે, “અમે ગર્વથી હિંદુ ધર્મ વિશે વાત કરીશું.” સાથે તેમણે વધુમાં કહ્યું હતું કે “જો અમે ભારતમાં હિંદુઓ માટે વાત નહીં કરીએ તો શું બાબર અને ઔરંગઝેબ વિશે વાત કરીશું?, અમે ગર્વથી હિંદુઓ માટે બોલીશુ.” આ સિવાય પણ આસામના CM હિમંત બિસ્વા સરમા તેમના તેજ ભાષણો અને નિવેદનો માટે દેશભરમાં પ્રખ્યાત છે. તેમના નિવેદનો અવારનવાર ચર્ચાનો વિષય બનતાં હોય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં