છેલ્લા થોડા દિવસોથી કોંગ્રેસના એક નેતા બહુ ચર્ચામાં છે. કારણ છે તેમનાં ઠેકાણાં પર પડેલી ITની રેડ. આ રેડમાં અત્યાર સુધી પૂરા 300 કરોડ રૂપિયા મળી આવ્યા છે અને કહેવાય છે કે આ આંકડો 400 પાર જવાની સંભાવના છે. આ નેતાનું નામ છે ધીરજ સાહુ. તેઓ ઝારખંડથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ છે.
9 ડિસેમ્બર સુધીમાં ઇન્કમ ટેક્સ વિભાગને સાહુનાં વિવિધ ઠેકાણેથી કુલ 300 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે. આ રકમ એટલી છે કે રૂપિયા ગણવા માટેનાં મશીનો પણ થાકી જાય છે. હજુ પણ કાર્યવાહી ચાલી જ રહી છે. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટી પોતાના નેતાના આ બધા કાંડને લઈને ફસાતી જોવા મળી રહી છે. જેના કારણે શનિવારે (9 ડિસેમ્બર) પાર્ટીએ એક નિવેદન જારી કરીને કિનારો કરી લીધો હતો.
सांसद धीरज साहू के बिज़नेस से भारतीय राष्ट्रीय कांग्रेस का कोई लेना-देना नहीं है। सिर्फ़ वही बता सकते हैं, और उन्हें यह स्पष्ट करना भी चाहिए, कि कैसे आयकर अधिकारियों द्वारा कथित तौर पर उनके ठिकानों से इतनी बड़ी मात्रा में कैश बरामद किया जा रहा है।
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 9, 2023
The Indian National Congress is…
પાર્ટી નેતા જયરામ રમેશે X પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે, સાંસદ ધીરજ સાહૂના બિઝનેસ સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને કોઇ લેવાદેવા નથી. તેઓ જ જણાવી શકે અને તેમણે સ્પષ્ટ કરવું પણ જોઈએ કે કઈ રીતે આયકર અધિકારીઓ દ્વારા કથિત રીતે તેમનાં ઠેકાણાં પરથી આટલા મોટા પ્રમાણમાં રોકડા રૂપિયા જપ્ત કરવામાં આવી રહ્યા છે?
ધીરજ પ્રસાદ સાહુ કોણ છે?
ધીરજ સાહુ વર્ષ 2009થી રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ છે. તેઓ ઝારખંડમાંથી ચૂંટાતા રહ્યા છે. તેમનો પરિવાર સ્વતંત્રતા સમયથી જ કોંગ્રેસ સાથે જોડાયેલો છે. 1978માં થયેલા જેલ ભરો આંદોલનમાં પણ તેમણે ભાગ લીધો હતો. ધંધાકીય દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો તેઓ બુદ્ધ ડિસ્ટિલરીઝની ગ્રૂપ કંપની બલદેવ સાહુ ઇન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડમાં પાર્ટનર છે. તેમનો પરિવાર લિકર, હોટેલ, રિયલ એસ્ટેટ ટ્રાન્સપોર્ટેશન અને ફિશરીઝ જેવા અનેક વ્યવસાયો સાથે સંકળાયેલો છે.
સાહુની રાજકીય કારકિર્દી વર્ષ 1977માં શરૂ થઈ. પહેલાં તેઓ NSUIમાં સામેલ થયા હતા, જે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ છે. 1978થી 1983 સુધી તેઓ સંગઠનમાં રહ્યા અને ત્યારબાદ તેઓ મુખ્યધારાના રાજકારણમાં આવતા ગયા અને જિલ્લા સ્તરે અને ત્યારપછી ઝારખંડ પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં પણ સ્થાન મેળવી લીધું. 2009માં પ્રથમ વખત તેમને ઝારખંડમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. તે સમયે પેટાચૂંટણી થઈ હતી એટલે 2010માં ફરી ચૂંટણી થઈ અને તેઓ બીજી વખત પણ ચૂંટાયા. વર્ષ 2018માં તેઓ ત્રીજી વખત રાજ્યસભાના સભ્ય બન્યા હતા. સાહુ અનેક સંસદીય સમિતિઓમાં પણ રહી ચૂક્યા છે. હાલ પણ તેઓ કમિટી ઓન કોલ, માઈન્સ એન્ડ સ્ટીલ અને કમિટી ઓન પાવર એન્ડ ન્યૂ રિન્યુએબલ એનર્જીના સભ્ય છે.
ધીરજ પ્રસાદ સાહુ બે વખત લોકસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે પરંતુ બંને વખત હારનો સામનો કરવો પડ્યો હતો. સૌથી પહેલાં વર્ષ 2009માં તેમને ઝારખંડની ચતરા બેઠક પરથી ટીકીટ આપવામાં આવી હતી, પરંતુ હારી ગયા હતા. ત્યારબાદ 2014ની લોકસભા ચૂંટણીમાં ફરી એ જ બેઠક પરથી ટીકીટ આપવામાં આવી, પરંતુ જીતી શક્યા નહીં. અહીંથી છેલ્લી 2 ટર્મથી ભાજપના સુનિલ કુમાર સિંહ MP તરીકે ચૂંટાતા આવ્યા છે.
2018માં તેમણે દાખલ કરેલા એફિડેવિટમાં વાર્ષિક આવક 1 કરોડ બતાવી હતી. તેમના નામે ચાર વાહનો છે, જેમાં BMW અને રેન્જ રોવર જેવી લકઝરી કારનો સમાવેશ થાય છે. તેમની પત્ની પાસે 94.5 લાખની કિંમતનું 3.1 કિલોગ્રામ સોનું હોવાનું અને પોતાની પાસે 26.16 લાખની ડાયમન્ડ જ્વેલરી હોવાનું જણાવ્યું હતું. એફિડેવિટ અનુસાર, તેમની પાસે અસ્થાયી સંપતિ 20.4 કરોડની છે અને અસ્થાયી સંપત્તિ 14.43 કરોડની. આ કુલ રકમ 34.47 કરોડ જેટલી થાય છે. તેમની સામે અત્યાર સુધી કોઇ ગુનો નોંધાયો નથી.
भारत जोड़ो यात्रा के दौरान कुछ पल।#BharatJodoYatra@bharatjodo @INCIndia @INCJharkhand pic.twitter.com/g3lYQSRoBk
— Dhiraj Prasad Sahu (@dpsahuINC) November 20, 2022
2022માં રાહુલ ગાંધી માટે કોંગ્રેસે કાઢેલી ભારત જોડો યાત્રામાં પણ તેઓ જોવા મળ્યા હતા. તેમના અધિકારિક X અકાઉન્ટ પરથી અમુક પોસ્ટ પણ કરી હતી, જેમાં તેઓ રાહુલ ગાંધી સાથે જોવા મળે છે.