એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે સામેના બળવાથી દિવસેને દિવસે મજબૂત થઈ રહ્યા છે. સોમવારે (18 જુલાઈ) શિવસેનાના દિગ્ગજ નેતા અને ઉદ્ધવ ઠાકરેના અંગત ગણાતા રામદાસ કદમે શિવસેનામાંથી પોતાનું રાજીનામુ આપી દીધું હતું. તાજા અહેવાલો મુજબ મંગળવારે (19 જુલાઈ) રામદાસ કદમ શિંદે ગ્રુપમાં સંમેલિત થઇ ગયા છે.
બીજી બાજુ પક્ષ વિરોધી પ્રવૃત્તિને કારણે ઉદ્ધવ જૂથે રામદાસ કદમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. પરંતુ એ પહેલા જ કદમે પોતાની રાજીનામુ આપી દીધું હતું અને સાથે પોતાની વેદના ઠાલવતો પાત્ર પણ લખ્યો હતો.
રામદાસ કદમ 4 વખત ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. રામદાસ કદમ કોંકણના રત્નાગીરીના મજબૂત નેતા છે અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.
રામદાસ કદમે સાધ્યું શરદ પવાર પર નિશાન
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી, રામદાસ કદમ શિંદે ગ્રુપમાં જોડાયા બાદ તેમણે એનસીપી સુપ્રીમો શરદ પવાર શિવસેના તોડી રહ્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે તેમણે આ વાતનો પુરાવો તેમની પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેને આપ્યો હતો. પવાર દ્વારા શિવસેનાને “વ્યવસ્થિત રીતે નબળી” કરવામાં આવી હતી. કેટલાક ધારાસભ્યોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ ઠાકરે પવાર સાથે અલગ થવા તૈયાર ન હતા, એમ કદમે એક ટીવી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું.
Mumbai | Had Eknath Shinde not taken this step, Shiv Sena would not even have had 10 MLAs in the next election. I would thank MLAs who went with Eknath. I worked in the party for 52 years & then I was expelled. I am joining Eknath Shinde today onwards: Shiv Sena MLA Ramdas Kadam pic.twitter.com/eWC2wwOUKe
— ANI (@ANI) July 19, 2022
“આપણે આભાર માનવો જોઈએ કે આ (CM એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવો) ઠાકરે સરકારના પ્રથમ અઢી વર્ષમાં થયો હતો. અન્યથા, પાંચ વર્ષના કાર્યકાળના અંતે સેના સમાપ્ત થઈ ગઈ હોત. આગામી વિધાનસભા ચૂંટણીમાં 5-10 ધારાસભ્યો પણ જીતી શક્યા ન હોત,” તેમણે કહ્યું હતું.
અહીંયા નોંધનીય છે કે શરૂઆતી બળવા બાદ જયારે એકનાથ શિંદે પહેલી વાર મીડિયા સામે આવ્યા હોતા ત્યારે તેમને પણ આ જ પ્રકારના આરોપો લગાવ્યા હતા.
શિંદે મળ્યા પોતાના ‘નવા સાંસદો’ને
સોમવારે (18 જુલાઈ) સુપ્રીમ કોર્ટની સુનાવણી (20 જુલાઈ) પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા બોલાવવામાં આવેલી ‘રાષ્ટ્રીય કારોબારી’માં શિવસેનાના 12 સાંસદોએ હાજરી આપ્યા બાદ તેમના દ્વારા લોકસભા અધ્યક્ષને અલગ જૂથ તરીકે માન્યતા આપવાની અરજી કરવાનો નિર્ણય લેવામાંઆવ્યો હતો. તે જ ‘રાષ્ટ્રીય કારોબારી’માં 12 સાંસદો શિંદે ગ્રુપમાં જોડાયા હોવાના અહેવાલો પણ હતા.
#BREAKING | Maharashtra CM Eknath Shinde meets Om Birla with 12 MPs; Uddhav Thackeray loses Parliamentary party; Tune in #LIVE here – https://t.co/GHt1M9X29M… pic.twitter.com/xO6c6gJynY
— Republic (@republic) July 19, 2022
આજે (19 જુલાઈ) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે આ 12 સાંસદોને મળ્યા હતા. જે બાદ તેઓ સાથે મળીને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પણ મળ્યા હતા. શક્યતા છે કે બહુ જલ્દી શિંદે શિવસેના પાર્ટી પાર પોતાનો દાવો માંડી શકે છે.