Friday, November 22, 2024
More
    હોમપેજદેશસોનિયા ગાંધીએ પતિ રાજીવને આપ્યો મહિલા અનામતનો શ્રેય: લીધું એ 'નરસિમ્હા રાવ'નું...

    સોનિયા ગાંધીએ પતિ રાજીવને આપ્યો મહિલા અનામતનો શ્રેય: લીધું એ ‘નરસિમ્હા રાવ’નું નામ જેમના અંતિમ દર્શન માટે નહોતું ખોલ્યું કોંગ્રેસ મુખ્યાલય

    સોનિયા ગાંધીએ આ દરમિયાન સુચેતા કૃપલાની, સરોજિની નાયડુ, અરુણા અસફ અલી, વિજય લક્ષ્મી પંડિત, રાજકુમારી અમૃત કૌરનું નામ લેતા કહ્યું કે લાખો મહિલાઓએ કઠિન સમયમાં મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મૌલાના અબુલ કલામ આઝાદના સપનાઓને જમીન પર ઉતારી દીધા.

    - Advertisement -

    સંસદ ભવનની નવી બિલ્ડિંગમાં ચાલી રહેલા વિશેષ સત્રમાં મોદી સરકારે ‘નારી શક્તિ વંદન એક્ટ’ રજૂ કર્યો છે. તેના પર ચર્ચા દરમિયાન બુધવારે (20 સપ્ટેમ્બરે) કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમની પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું હતુ. સોનિયા ગાંધીએ મહિલા અનામત બિલને સમર્થન આપ્યું છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ બિલ પાસ કરાવવામાં મોદી સરકારને કોઈ મુશ્કેલી નહીં પડે. કારણ કે સત્તાધારી ભાજપ અને તેના સહયોગી દળો ઉપરાંત તેને મુખ્ય વિપક્ષી પાર્ટીનું પણ સમર્થન મળ્યું છે. સાથે જ સોનિયા ગાંધીએ મહિલા અનામત બિલને લઈને આપેલા ભાષણમાં રાજીવ ગાંધીને શ્રેય આપ્યો હતો. એ ઉપરાંત તેમણે નરસિમ્હા રાવનું પણ નામ લીધું હતું.

    સોનિયા ગાંધીએ લોકસભામાં બોલતા કહ્યું, “અધ્યક્ષ મહોદય, આપે મને બોલવાની પરવાનગી આપી એ માટે હું આપની આભારી છું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી હું ‘નારિ શક્તિ વંદન એક્ટ, 2023’ના સમર્થનમાં છું. ધુમાડાથી ભરેલી રસોઈથી લઈને પ્રકાશથી ચમકતા સ્ટેડિયમ સુધી, ભારતની સ્ત્રીની સફર ઘણી લાંબી છે. પરંતુ, આખરે તેણે મંજિલ મેળવી લીધી છે. તેણે જન્મ આપ્યો, તેણે પરિવાર ચલાવ્યો, તેણે પુરુષોની વચ્ચે તેજ રેસ લગાવી અને અસીમ ધીરજ સાથે ઘણી વાર પોતાને હારતા જોઈ, પરંતુ છેલ્લી બાજીમાં જીત જોઈ.”

    સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે ભારતીય સ્ત્રીના હ્રદયમાં મહાસાગર જેવુ ધૈર્ય છે, તેણે પોતાની સાથે થયેલી બેઈમાનીની ફરિયાદ નથી કરી. રાયબરેલીના સાંસદે કહ્યું કે ભારતની સ્ત્રીએ પોતાના વિશે નથી વિચાર્યું પણ નદીઓની જેમ બધાના કલ્યાણ માટે કામ કર્યું છે અને મુશ્કેલ સમયમાં હિમાલયની જેમ અડગ રહી છે. સોનિયા ગાંધીએ ઉમેર્યું કે સ્ત્રીના ધૈર્યનો અંદાજો લગાવવો અશક્ય છે, તે આરામને ઓળખતી નથી અને થાકવું પણ નથી જાણતી.

    - Advertisement -

    એ ઉપરાંત સોનિયા ગાંધીએ કહ્યું કે “આપણાં મહાન દેશની મા છે સ્ત્રી, પણ તેણે માત્ર આપણને જન્મ જ નથી આપ્યો પરંતુ પોતાના આંસુઓ અને લોહી-પરસેવા વડે મહેનત કરીને આપણને પોતાના વિશે વિચારનારા બુદ્ધિશાળી અને શકિશાળી બનાવ્યા છે.” UPAના સમયગાળા દરમિયાન ‘રાષ્ટ્રીય સલાહકાર પરિષદ’ના અધ્યક્ષ રહેલા સોનિયા ગાંધીએ વધુમાં જણાવ્યું કે સ્ત્રીઓની મહેનત, ગરિમા અને ત્યાગને ઓળખીને જ આપણે માનવતાની કસોટીમાંથી પસાર થઈ શકીએ છીએ. તેમણે કહ્યું કે આઝાદીની લડાઈ અને નવા ભારતના નિર્માણના દરેક મોરચે સ્ત્રી, પુરુષો સાથે ખભે ખભા મિલાવીને લડી છે અને આશાઓ, આકાંક્ષાઓ તથા ઘર-ગૃહસ્થીના બોજ હેઠળ રહી છે.

    તેમણે આ દરમિયાન સુચેતા કૃપલાની, સરોજિની નાયડુ, અરુણા અસફ અલી, વિજય લક્ષ્મી પંડિત, રાજકુમારી અમૃત કૌરનું નામ લેતા કહ્યું કે લાખો મહિલાઓએ કઠિન સમયમાં મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મૌલાના અબુલ કલામ આઝાદના સપનાઓને જમીન પર ઉતારી દીધા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે એ પણ કહ્યું કે ઈન્દિરા ગાંધીનું વ્યક્તિત્વ આ સંદર્ભમાં ખૂબ જ ઉજ્જવળ અને જીવંત ઉદાહરણ છે.

    રાજીવ ગાંધીને આપ્યો શ્રેય

    સોનિયા ગાંધીએ કહ્યું કે, “મારી જિંદગીની આ સૌથી માર્મિક ક્ષણ છે. પ્રથમવાર સ્થાનિક સંસ્થાઓમાં સ્ત્રીઓની ભાગીદારી કરવાનું બંધારણીય સંશોધન રાજીવ ગાંધી જ લઈને આવ્યા હતા. તે રાજ્યસભામાં 7 વોટથી ખારીજ થયું હતું. નરસિમ્હા રાવે પછીથી તેને પાસ કરાવ્યું હતું. દેશભરની સ્થાનિક સંસ્થાઓ દ્વારા અમારી પાસે 15 લાખ ચૂંટાયેલી મહિલા નેતાઓ છે. રાજીવ ગાંધીનું સપનું હજુ અડધું જ પૂર્ણ થયું છે. કોંગ્રેસ પાર્ટી આ બિલને સમર્થન આપે છે. અમને બિલ પાસ થવાથી ખુશ છીએ, પરંતુ એક ચિંતા પણ છે.”

    આ દરમિયાન સોનિયા ગાંધીએ પ્રશ્ન પણ પૂછ્યો. તેમણે સવાલ કર્યો કે ભારતીય મહિલાઓ છેલ્લા 13 વર્ષથી તેમની રાજકીય જવાબદારીઓની રાહ જોઈ રહી છે અને શા માટે તેમને થોડા વધુ વર્ષો રાહ જોવાનું કહેવામાં આવી રહ્યું છે? તેમણે પૂછ્યું કેટલા વર્ષ? 2 વર્ષ, 4 વર્ષ, 6 વર્ષ, 8 વર્ષ? તેમણે પૂછ્યું કે શું ભારતીય મહિલાઓની સાથે આ વર્તન યોગ્ય છે? તેમણે કોંગ્રેસ તરફથી માંગ કરી છે કે જાતિગત જનગણના કરાવીને SC, ST અને OBC મહિલાઓની સંખ્યા ગણવામાં આવે. તેમણે માંગ કરી છે કે આ બિલને કાયદો બનાવીને વહેલી તકે લાગુ કરવામાં આવે.

    એ નરસિમ્હા રાવને યાદ કર્યા જેમનું ક્યારેક કર્યું હતું અપમાન

    સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીને શ્રેય આપવા માટે ભલે નરસિમ્હા રાવનું નામ લીધું હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમના શવના અંતિમ દર્શન માટે કોંગ્રેસ પાર્ટીનું મુખ્યાલય નહોતું ખોલવામાં આવ્યું. ના તો દિલ્હીમાં સમાધિ બનાવવા માટે જગ્યા આપવામાં આવી હતી.

    તત્કાલીન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે તેમની અંતિમ યાત્રામાં પણ નહોતા ગયા. દિલ્હીમાં તેમનું મેમોરિયલ ત્યારે બન્યું જ્યારે મોદી સરકાર સત્તામાં આવી. વડાપ્રધાન પદ પરથી હટાવ્યા બાદ નરસિમ્હા રાવને કોંગ્રેસ કાર્યસમિતિમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં