21 જૂનના રોજ દિલ્હીના જળ મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા આતિશી માર્લેનાએ હરિયાણાને ‘દિલ્હીના હક્ક’નું પાણી આપવા માટેની માંગ સાથે ‘અનિશ્ચિતકાલિન સત્યાગ્રહ‘ શરૂ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે પાણીની ગંભીર સમસ્યા છે. ભાજપશાસિત હરિયાણાએ શહેરનો પાણી પુરવઠો ઘટાડી દીધો છે. જેનાથી લગભગ 28 લાખ રહેવાસીઓને તેની સીધી અસર થઈ છે. હવે આ બધા કારણોસર આતિશી અને અન્ય AAP નેતાઓ ભૂખ હડતાળ પર બેઠા છે. નોંધવા જેવી વાત એ છે કે આતિશી પોતે જળમંત્રી છે અને દિલ્હીની પાણીની સમસ્યા ઉકેલવાનો ભાર તેમના જ ખભે છે, પણ તેમણે કામની જગ્યાએ સત્યાગ્રહનો વિકલ્પ પસંદ કર્યો છે.
જોકે, દિલ્હી ભાજપે આતિશી માર્લેનાની આ ભૂખ હડતાળને માત્ર એક નાટક ગણાવ્યું છે. દિલ્હી ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે, “આ કેવો અનિશ્ચિતકાલિન સત્યાગ્રહ છે? જ્યાં આતિશી લંચના સમયે અને રાત્રે AC રૂમમાં ભોજન અને આરામ કરવા જતાં રહે છે. ગજબનું કૌભાંડ ચાલી રહ્યું છે.” પાર્ટીએ સોશિયલ મીડિયા પર ખાલી ખુરશીઓ અને મંચનો એક વિડીયો પણ શેર કર્યો છે, જેમાં આતિશી માર્લેના અને અરવિંદ કેજરીવાલની માત્ર તસવીરો જ છે. બાકી કોઈપણ AAP નેતા હડતાળ પર જોવા મળી રહ્યા નથી.
ये कौन सा अनिश्चितकालीन सत्याग्रह है, जहां आतिशी लंच के समय और रात में AC कमरे में खाने और आराम करने चली जाती हैं !
— BJP Delhi (@BJP4Delhi) June 22, 2024
गजब का घोटाला चल रहा है 👇 pic.twitter.com/vrXM0sbrP5
તે દરમિયાન જ ભારતીય જનતા પાર્ટીના નેતા મનજિંદર સિંઘ સિરસાએ પણ દિલ્હીના મંત્રી આતિશી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે X હેન્ડલ પર વિડીયો પોસ્ટ કરીને કહ્યું કે, “AAPના મંત્રી આતિશી માર્લેના દાવો કરે છે કે, આ તેમની ભૂખ હડતાળનો બીજો દિવસ છે અને તેઓ મંદિર જઈ રહ્યા છે. મને સમજાઈ રહ્યું નથી કે, માર્લેના અને મંદિર? માર્કસ અને લેનિનના લોકો મંદિર જવા લાગશે, તેનાથી મોટો ઢોંગ અને નાટક શું હોય શકે? આ એવી જ રીતનો ઢોંગ અને નાટક છે, જેવી રીતે ભૂખ હડતાળ છે. બપોરે અને રાત્રે ગાયબ થઈ જાય છે, ભોજન કરે છે અને કહે છે કે, અમે ભૂખ હડતાળ પર છીએ.”
Atishi Marlena, a Minister from AAP, stages a so-called hunger strike but disappears in the afternoon & evening, and today on the second day she went to the temple. Marlena and temple, Marx and Lenin started going to the temple…
— Manjinder Singh Sirsa (@mssirsa) June 22, 2024
This is fraud, If she truly cares, she should… pic.twitter.com/bePBrk5H5J
તેમણે વધુમાં કહ્યું કે, “ભૂખ હડતાળ પર બેસવું જ હોય તો ટેન્કર માફિયાઓ વિરુદ્ધ બેસો. ભૂખ હડતાળ પર બેસવું જ હોય તો પોતાના ધારાસભ્યો વિરુદ્ધ બેસો, જેમણે માફિયાઓ પાસેથી કરોડોની હેરાફેરી કરી છે અને દિલ્હીના લોકોને પાણીથી વંચિત રાખ્યા છે. અરવિંદ કેજરીવાલ પોતાના વિડીયોમાં આ જ ટેન્કર માફિયાઓની ટીકા કરતાં હતા અને દાવો કરતાં હતાં કે, તેઓ સત્તામાં આવશે તો ટેન્કર માફિયાઓ ખતમ કરી દેશે. આતિશીજી, આ નાટક કરવું બંધ કરો, આ ડ્રામા બંધ કરો અને દિલ્હીના લોકોને પાણી આપો.”