Friday, November 22, 2024
More
    હોમપેજદેશજે મહિલાએ સંદેશખાલીમાં TMC નેતા શાહજહાં શેખના અત્યાચારો વિરુદ્ધ પહેલો અવાજ ઉઠાવ્યો,...

    જે મહિલાએ સંદેશખાલીમાં TMC નેતા શાહજહાં શેખના અત્યાચારો વિરુદ્ધ પહેલો અવાજ ઉઠાવ્યો, ભાજપે તેમને આપી લોકસભાની ટિકિટ: ઓળખો બસીરહાટના BJP ઉમેદવાર રેખા પાત્રાને

    રેખા પાત્રાએ સંદેશખાલીમાં જમીન પચાવી પાડવા અને ઉત્પીડન અંગે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. સંદેશખાલીમાં હિંસા પીડિત હોવા છતાંય તેઓ મહિલા ચળવળનો ચહેરો બન્યા હતા.

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટીએ (ભાજપે) લોકસભા ચૂંટણી 2024 માટે તેના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 19 ઉમેદવારોના નામ છે. જેમાં રેખા પાત્રાને બસીરહાટ લોકસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તે બસીરહાટના જ સંદેશખાલી વિસ્તારમાં છે, જે ટીએમસીના ગુંડાઓને કારણે સમાચારોમાં છે. સંદેશખાલીમાં, ટીએમસી નેતા શેખ શાહજહાં શેખ અને તેના ખાસ ગુંડા શિબુ હાઝરા અને ઉત્તર સરદાર પર મહિલાઓની ઉત્પીડન અને જમીન હડપ કરવાનો આરોપ છે.

    રેખા પાત્રાને ઉત્તર 24 પરગણાની બસીરહાટ લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમને ટીએમસીના હાજી નૂરૂલ ઇસ્લામ તરફથી પડકારનો સામનો કરવો પડશે. અભિનેત્રી નુસરત જહાંએ વર્ષ 2019માં ટીએમસી વતી આ બેઠક જીતી હતી, પરંતુ લોકસભા ચૂંટણી પહેલા તેણે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી અને સાંસદ પદ પરથી રાજીનામું પણ આપી દીધું હતું.

    રેખા પાત્રાએ ભાજપ દ્વારા નામાંકિત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ મહિલાઓ અને પીડિતોને ન્યાય અપાવવા માટે આ લડાઈ મજબૂત રીતે લડશે.

    - Advertisement -

    રેખા પાત્રાએ સંદેશખાલીમાં જમીન પચાવી પાડવા અને ઉત્પીડન અંગે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. સંદેશખાલીમાં હિંસા પીડિત હોવા છતાંય તેઓ મહિલા ચળવળનો ચહેરો બન્યા હતા. સંદેશખાલી કેસમાં ત્રણેય આરોપી શાહજહાં શેખ, શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર હાલ જેલમાં છે. સંદેશખાલી વિસ્તાર બસીરહાટ લોકસભા સીટમાં આવે છે, જ્યાં હિંસા અને ઉત્પીડનની સેંકડો ઘટનાઓ સામે આવી હતી.

    બીજેપી પ્રવક્તા અમિત માલવિયાએ પણ રેખા પાત્રા વિશે એક્સ પર જણાવ્યું હતું. તેમણે લખ્યું છે કે ભાજપે રેખા પાત્રાને બંગાળની બસીરહાટ સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. માલવિયાએ X પર લખ્યું, “રેખા પાત્રા સંદેશખાલીના પીડિતોમાંથી એક છે, જેમણે શેખ શાહજહાંના હાથે ત્રાસ સહન કર્યો હતો. ભાજપ સંદેશખાલી અને બંગાળની મહિલાઓ સાથે છે.” તેમણે મમતા બેનર્જી પર પણ પ્રહારો કર્યા હતા.

    નોંધણીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંદેશખાલીના પીડિતોને મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પછી વડાપ્રધાને પોતે રેખાના નામને મંજૂરી આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં