Sunday, October 6, 2024
More
    હોમપેજરાજકારણએક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ, બીજી તરફ રૂપાલાના સમર્થનના રંગે રંગાયું રાજકોટ:...

    એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ, બીજી તરફ રૂપાલાના સમર્થનના રંગે રંગાયું રાજકોટ: લાભ ચોઘડિયામાં ભર્યું નામાંકન, 5 લાખની લીડનો વિશ્વાસ

    રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. આ પહેલાં તેઓ યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા. તે પછી તેઓ રેલી સ્વરૂપે બહુમાળી ભવન ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જંગી સભાને સંબોધિત કરી હતી.

    - Advertisement -

    રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ મંગળવારે (16 એપ્રિલે) ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. તેમણે વિજય મુહૂર્તની જગ્યાએ તે પહેલાં જ લાભ ચોઘડિયામાં નામાંકન ભર્યું છે. 11:15થી 11:30ના સમયગાળા વચ્ચે તેમણે રાજકોટ કલેકટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી છે. તેમની સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને ભાજપ નેતાઓ કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

    રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. આ પહેલાં તેઓ યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા. તે પછી તેઓ રેલી સ્વરૂપે બહુમાળી ભવન ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જંગી સભાને સંબોધિત કરી હતી. રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી. રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    ‘ભાજપે કરેલા વાયદા પણ પૂર્ણ કર્યા’- રૂપાલા

    સભાને સંબોધિત કરતી વખતે તેમણે ‘રામ-રામ’થી સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે સંબોધનમાં કહ્યું કે, “નેતાઓની સાથે ઉદ્યોગપતિઓ તેમજ શાળા સંચાલકો સહિતનાઓનો આભાર વ્યક્ત કરું છું.” સાથે તેમણે પાંચ લાખની લીડથી જીત નોંધાવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. નોંધવું જોઈએ કે, તેમની સભા દરમિયાન ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પણ તેમના સમર્થનમાં આવ્યા હતા. જે બાદ રૂપાલાએ કહ્યું કે, “ભાજપ જે વાયદા કરે છે, તે પૂરા પણ કરે છે. જે આવ્યા છે, તે તો મત આપશે જ પણ આખા મલક (વિસ્તાર)ને કહેજો કે, ભાજપને મત આપે.”

    - Advertisement -

    પરષોત્તમ રૂપાલાની સભા દરમિયાન ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના ક્ષત્રિય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક તરફ નીકળેલી રેલીના બંને તરફ રસ્તાઓ ખીચોખીચ ભરેલા હતા. સાથે તેમની સભામાં પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઢોલ-નગારાના તાલે રૂપાલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, ગુજરાતનો ક્ષત્રિય સમાજના રૂપાલાના એક નિવેદનને લઈને તેમનો વિરોધ કરી રહ્યો છે અને ઉમેદવારી પરત ખેંચવાની માંગણી કરી રહ્યો છે. આ ઘટનાક્રમ વચ્ચે જ કાઠી ક્ષત્રિયોએ રૂપાલાને સમર્થન જાહેર કર્યું હતું. તે સિવાય રાજકોટના રાજવી માંધાતાસિંહ અને જામનગરના જામસાહેબે પણ આ વિવાદને પૂર્ણ કરવા માટે વિનંતી કરી હતી. સરકાર દ્વારા પણ આ મામલે પ્રયાસ કરવામાં આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં