મહીસાગર (Mahisagar) જિલ્લામાં તાજેતરમાં કલેકટર નેહા કુમારી (Collector Neha Kumari) અને જીગ્નેશ મેવાણીનો (Jignesh Mevani) મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો છે. જીગ્નેશ મેવાણીએ કલેકટર પર દલિતો અને આદિવાસીઓનું અપમાન કર્યાનો આરોપ લગાવ્યા બાદ વિવાદ વકર્યો છે. જે મામલે મહીસાગરના વાલ્મીકિ સમાજે પણ જીગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો છે. મહીસાગર જિલ્લામાં કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી કલેકટર વિરુદ્ધ સભાઓ યોજી રહ્યા છે. ત્યારે બીજી તરફ વાલ્મીકિ સમાજ દ્વારા જીગ્નેશ મેવાણીનો જ વિરોધ કરવામાં આવ્યો છે. જીગ્નેશ મેવાણી વિરુદ્ધ વાલ્મીકિ સમાજે જ મોરચો માંડ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Congress MLA Jignesh Mevani) વિરુદ્ધ મહીસાગરના વાલ્મીકિ સમાજે મોરચો માંડ્યો હોવાનું સામે આવ્યું છે. વાલ્મીકિ સમાજે મેવાણી વિરુદ્ધ રેલીઓ યોજી અને આવેદનપત્ર પણ આપ્યું છે. વાલ્મીકિ સમાજનો આરોપ છે કે, મેવાણી કોંગ્રેસ પ્રેરિત રાજકારણ રમી રહ્યા છે અને દલિત સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. મહીસાગરમાં વાલ્મીકિ સમાજની બેઠક પણ બોલાવવામાં આવી હતી, જેમાં ગુજરાત વાલ્મીકિ સમાજ સંગઠનના પ્રમુખ અને જિલ્લાના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
‘વડોદરાના દલીલ યુવકની હત્યા પર નથી બોલ્યા એક પણ શબ્દ’- વાલ્મીકિ સમાજ
વાલ્મીકિ સમાજના પદાધિકારીએ મીડિયા સામે આવીને જણાવ્યું છે કે, વડનગરના કોંગ્રેસી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દલિત સમાજમાં ભાગલા પાડવાનું નેમ લઈને મહીસાગર જિલ્લામઆ આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, “જીગ્નેશ મેવાણી, આ વણકર, આ ચમાર, આ વાલ્મીકિ જેવું વિભાજન કરવા માટે મહીસાગરની ભોળી પ્રજામાં પોતાનો દાવપેચ રમી રહ્યા છે. તેમની કોઈપણ બેઠક કે મિટિંગમાં વાલ્મીકિ સમાજનો ઉલ્લેખ હોતો નથી. તેઓ કોંગ્રેસ પ્રેરિત રાજકારણ રમી રહ્યા છે.”
'જીજ્ઞેશ મેવાણીને માત્ર નામના મેળવવામાં રસ છે', મહીસાગરમાં વાલ્મિકી સમાજ દ્વારા ધારાસભ્યનો સખત વિરોધ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 1, 2024
મહીસાગર જિલ્લામાં એક તરફ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા કલેક્ટર નેહા કુમારી સામે વિવાદિત વીડિયોને લઈને વિરોધ નોંધાવવા આવી રહ્યો છે…ત્યારે બીજી તરફ લુણાવાડા ખાતે… pic.twitter.com/k9ugqK4bxx
તેમણે વધુમાં કહ્યું કે, “હું ધારાસભ્યને પ્રશ્ન કરું છું કે, વડોદરાના દલિત યુવકની ધોળા દિવસે હત્યા થઈ ત્યારે તેઓ ક્યાં હતા? આજ સુધી તેમણે પીડિતના પરિવારને સાંતત્વના આપી નથી અને તે ઘટના પર કોઈ પ્રતિક્રિયા પણ આપી નથી.” અન્ય એક વ્યક્તિએ પણ જીગ્નેશ મેવાણીને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે, “જીગ્નેશ મેવાણીએ એક પણ વખત વાલ્મીકિ સમાજની વાત નથી કરી, તેઓ સમાજમાં જ ભાગલા પાડી રહ્યા છે, જે દુઃખભરી બાબત છે. વાલ્મીકિ સમાજ સાથે દલિત સમાજ જ અછૂત જેવા ભેદભાવ રાખે છે, તેના પર પણ મેવાણીએ એક પણ ટિપ્પણી કરી નથી. જીગ્નેશ મેવાણી નામ કમાવવા માટે જ બધુ કરી રહ્યા છે.”