આગામી લોકસભા ચૂંટણીઓ (General Election 2024) એપ્રિલ-મે 2024 વચ્ચે યોજાય તેવી શક્યતા છે. તે પહેલા ઈન્ડિયા ટીવી-સીએનએક્સે 2024ની લોકસભા ચૂંટણીને લઈને ઓપિનિયન પોલ હાથ ધર્યો છે. જેમાં સામાન્ય મતદારો, મુસ્લિમો, ઉચ્ચ જાતિઓ નરેન્દ્ર મોદીના સમર્થનમાં છે કે રાહુલ ગાંધીના એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
આ દર્શાવે છે કે દેશના 61% મતદારો નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. 70% ઉચ્ચ જાતિના મતદારો ઈચ્છે છે કે મોદી સરકાર પરત આવે. પરંતુ, 52 ટકા મુસ્લિમ મતદારો પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આગામી પીએમ તરીકે જોવા માંગે છે.
આ સર્વે 12 રાજ્યોની 48 લોકસભા સીટો પર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ બિહારની જાતિ ગણતરી બાદ કરવામાં આવ્યું છે. ઈન્ડિયા ટીવી-સીએનએક્સના સર્વે અનુસાર 14 ટકા મુસ્લિમો માને છે કે અરવિંદ કેજરીવાલ દેશના વડાપ્રધાન હોવા જોઈએ. મમતા બેનર્જી માટે આવું માનનારા મુસ્લિમ મતદારો 8 ટકા છે. જ્યારે 8 ટકા અખિલેશ યાદવ, 6 ટકા નીતિશ કુમાર અને 5 ટકા મુસ્લિમ મતદારો અસદુદ્દીન ઓવૈસીને પીએમ તરીકે જોવા માંગે છે.
देश के मुसलमान 2024 में किसे बनाना चाहते हैं प्रधानमंत्री ?
— India TV (@indiatvnews) October 3, 2023
देखिए, क्या कहता है #IndiaTV_CNX का ओपिनियन पोल..#BiharCasteCensus #PMModi #RahulGandhi #ArvindKejriwal #Elections2024 #IndiaTV_CNXOpinionPoll pic.twitter.com/IuSlDuPZ9I
આશ્ચર્યની વાત એ છે કે માત્ર 3 ટકા મુસ્લિમો ઈચ્છે છે કે આગામી ચૂંટણી પછી પણ નરેન્દ્ર મોદી PM પદ પર રહે. પરંતુ જ્યારે ઉચ્ચ જાતિના મતદારોની વાત આવે છે, તો 70 ટકા લોકો મોદીને ફરીથી પીએમ તરીકે જોવા માંગે છે. રાહુલ ગાંધીના સમર્થનમાં માત્ર 12 ટકા છે.
ઉચ્ચ જાતિના મતદારોમાં 6 ટકા અરવિંદ કેજરીવાલ, 4 ટકા મમતા બેનર્જીને અને 1 ટકા નીતીશ કુમારને પીએમ તરીકે જોવા માંગે છે. સર્વેમાં સમાવિષ્ટ ઉચ્ચ જાતિના મતદારોમાંથી કોઈ પણ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અથવા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીન (AIMIM)ના વડા ઓવૈસીને વડાપ્રધાન પદ પર જોવા માંગતા નથી.
સર્વે મુજબ નરેન્દ્ર મોદીને મતદાતાઓમાં PM પદ માટે 61 ટકા સમર્થન છે. રાહુલ ગાંધી 21, મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ ત્રણ-ત્રણ, માયાવતી અને નીતીશ કુમાર બે-બે આ પદ માટે લોકોની પસંદગી છે. 6 ટકા મતદારો એવા પણ છે જેમણે આગામી વડાપ્રધાન તરીકે અન્ય નેતાઓના નામ પણ લીધા છે.