Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપોલિસ જવાન પર ગાડી ચડાવી પ્રાણઘાતક હુમલો કરનાર ગુજરાતના આપનેતા યુવરાજસિંહ જાડેજાને...

    પોલિસ જવાન પર ગાડી ચડાવી પ્રાણઘાતક હુમલો કરનાર ગુજરાતના આપનેતા યુવરાજસિંહ જાડેજાને મળ્યા શરતી જામીન

    આમ આદમી પાર્ટીના અને યુવાનોના કહેવાતા નેતા યુવરાજસિંહને કોર્ટે આજે પોલીસ પર ગાડી ચડાવી દીધાના મામલે શરતી જામીન આપી દીધા છે.

    - Advertisement -

    ગત 5 એપ્રિલના રોજ ગાંધીનગર એસ.પી. ઓફિસની બહાર એક પોલિસકર્મી પર ગાડી ચઢાવવા બદલ ગાંધીનગર પોલીસે આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી હતી અને આઇ.પી.સી. 332 તથા 307 સહિતની કલમો સાથે ગુનો નોંધ્યો હતો. જે બાદ આજે ગાંધીનગર સેશન્સ કોર્ટે યુવરાજસિંહ જાડેજાના શરતી જામીન મંજૂર કર્યા છે.

    ગાંધીનગર સેશન્સ કોર્ટે શરતી જામીન આપતા જણાવ્યું હતું કે, યુવરાજસિંહ ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુંધી ગાંધીનગરમાં પ્રવેશ નહીં કરી શકે. આ સાથે યુવરાજસિંહને સૂચના આપી છે કે, તમામ પ્રકારની તપાસમાં તેઓ સહકાર આપશે. ઉપરાંત યુવરાજસિંહ કોર્ટની પરવાનગી વગર ગુજરાત રાજ્યની હદ છોડી શકશે નહીં.

    જામીન અરજીની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સાંજે 5 થી 5.30 વાગ્યા સુધીમાં સાબરમતી જેલમાંથી યુવરાજસિંહને જેલ મુક્ત કરવામાં આવશે.

    - Advertisement -

    ગત 5 એપ્રિલના રોજ રાજ્યના વિદ્યાસહાયકો સાથે મળીને યુવરાજસિંહ ગાંધીનગર ખાતે આંદોલન કરવા પહોંચ્યા હતા. જ્યાં યુવરાજ સિંહે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને પોલીસ પર ગાડી ચઢાવી દીધી હતી. જેના લીધી યુવરાજસિંહની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. જ્યારે યુવરાજસિંહની ધરપકડ થઈ ત્યારે તેની પોતાની ગાડી પરના કેમેરાનો વિડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં એ સામે ઉભેલ પોલીસકર્મી પર ગાડી ચડાવી દેતા નજરે પડે છે. પોલીસકર્મી આ ઓચિંતા હુમલાથી પોતાની રક્ષા માટે ગાડીના બોનેટ પર ચડી ગયેલ પણ નજરે પડે છે.

    આ ઘટનાના 10 દિવસ બાદ આજે યુવરાજસિંહ જાડેજાના શરતી જામીન મંજૂર થયા છે.

    આમ આદમી પાર્ટીના યુવાનેતા છે યુવરાજસિંહ.

    યુવરાજસિંહ પોતે આમ આદમી પાર્ટી ગુજરાતના યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સમયે જ્યારે દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે યુવરાજસિંહ વિધિવત્ રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

    આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સમગ્ર રાજ્યમાં વિવિધ કલેક્ટર કચેરીઓમાં તેમના સમર્થનમાં આવેદનપત્રો આપ્યા હતા તથા સોશિયલ મીડિયામાં પણ મોટા પાયે ટ્રેન્ડ ચલાવ્યો હતો.

    યુવરાજસિંહ ઘણાં સમયથી ગુજરાતમાં વિવિધ ભરતીઓ તથા પરીક્ષાઓ મુદ્દે આંદોલન કરતા આવ્યા છે. જેથી યુવાનોમાં એમની સારી એવી પકડ છે એવું માનવામાં આવતું હતું. પરંતુ લોકોમાં પહેલેથી જ એમના આંદોલનો વિશે શંકા કુશંકા છે. એમાં પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ યુવરાજની વિશ્વસનીયતા પહેલા જેવી રહી નહોતી. હવે જોવા જેવું એ રહેશે કે શરતી જામીન પર બહાર આવ્યા બાદ યુવરાજસિંહનું વલણ કેવું રહેશે.

    નોંધવા જેવી વાત એ પણ છે કે જ્યારે યુવરાજસિંહ જેલમાં હતા ત્યારે જ લોકરક્ષકદળની ભરતી પરીક્ષા ગુજરાતભરમાં સફળતા પૂર્વક પાર પડી. જેના બાદ યુવાનો તથા વિદ્યાર્થીઓ ખૂબ આનંદમાં છે.

    આ પહેલાં ગુજરાતમાં જેટલી પણ પરીક્ષાઓના પેપર ફૂટ્યા અથવા પરીક્ષાઓમાં ગેરનીતી થઈ એ દરેક વખતે યુવરાજસિંહ આંદોલનોમાં આગળ પડતાં હતાં. તથા આ આંદોલનો દ્વારા જ એમણે પોતાનું એક આગવું નામ બનાવ્યું હતું. ઘણાં લોકો આ આંદોલનોને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી સાથે જોડીને પણ જોવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં