અભિનેતા અને ભાજપ નેતા પરેશ રાવલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ વિરુદ્ધ ‘માછલી રાંધવાની’ ટિપ્પણી કરી હતી. કોલકાતા પોલીસે તેમની ટિપ્પણી અંગે તેમને સમન્સ મોકલ્યા છે. આ સમન્સમાં પરેશ રાવલને સોમવારે (12 ડિસેમ્બર 2022) તાલતાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
મીડિયા અહેવાલો અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વલસાડમાં યોજાયેલી રેલીમાં ભાજપ નેતા પૂર્વ સાંસદ પરેશ રાવલે કહ્યું હતું કે, “ગેસ સિલિન્ડર મોંઘા છે, પરંતુ તેના ભાવ ઘટશે. લોકોને રોજગાર પણ મળશે, પરંતુ જો રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ દિલ્હીની જેમ તમારી આસપાસ રહેવા લાગે તો? તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? શું તમે બંગાળીઓ માટે માછલી રાંધશો?” પરેશ રાવલના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં તેમની ટીકા થઈ રહી છે. આ પછી તેમણે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા માફી માંગી હતી.
of course the fish is not the issue AS GUJARATIS DO COOK AND EAT FISH . BUT LET ME CLARIFY BY BENGALI I MEANT ILLEGAL BANGLA DESHI N ROHINGYA. BUT STILL IF I HAVE HURT YOUR FEELINGS AND SENTIMENTS I DO APOLOGISE. 🙏 https://t.co/MQZ674wTzq
— Paresh Rawal (@SirPareshRawal) December 2, 2022
તેમણે ટ્વીટ કર્યું હતું કે, “સ્પષ્ટપણે માછલી એ કોઈ સમસ્યા નથી કારણ કે ગુજરાતીઓ માછલી રાંધે છે અને ખાય છે. પરંતુ, હું બંગાળીથી સ્પષ્ટ કરી દઉં કે મારો મતલબ ગેરકાયદે બાંગ્લાદેશી રોહિંગ્યાઓ છે. તેમ છતાં, જો મેં તમારી લાગણીઓને ઠેસ પહોંચાડી હોય તો હું માફી માંગુ છું.”
ભાજપ નેતા પરેશ રાવલના આ નિવેદન પછી શુક્રવાર (2 ડિસેમ્બર 2022)ના રોજ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના નેતા મોહમ્મદ સલીમે કોલકાતાના તાલતલા પોલીસ સ્ટેશનમાં પરેશ રાવલ વિરુદ્ધ FIR નોંધાવી હતી. સીપીએમ નેતાએ એફઆઈઆરમાં કહ્યું હતું કે પરેશ રાવલના બંગાળી વિરોધી નિવેદનો દેશના અન્ય રાજ્યોના લોકોમાં બંગાળી વિરોધી ભાવના પેદા કરી શકે છે.
ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 153 (હુલ્લડો કરવાના ઉદ્દેશ્ય સાથે ઉશ્કેરણી), કલમ 153એ (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી), કલમ 153બી (ભાષાકીય અથવા વંશીય જૂથોના અધિકારોનો ઇનકાર) અને કલમ 504 (શાંતિના ભંગને ઉશ્કેરવાના હેતુથી ઇરાદાપૂર્વક અપમાન) સહિતની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.