Friday, April 19, 2024
More
    હોમપેજરાજકારણકહેવાતી વિપક્ષી એકતાના ફરીથી ઉડ્યા ધજાગરા!: યશવંત સિન્હાનો ભારે પરાજય નિશ્ચિત કરી...

    કહેવાતી વિપક્ષી એકતાના ફરીથી ઉડ્યા ધજાગરા!: યશવંત સિન્હાનો ભારે પરાજય નિશ્ચિત કરી દેતા વિપક્ષી નેતાઓ

    UPAના ઘટક દળો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ઘણા ધારાસભ્યોએ NDAના રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપ્યો હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    આજે (18 જુલાઈ) રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થવાના ઘણા મામલા સામે આવ્યા છે. ઓડિશા કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ મોકીમે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં પોતાનો મત આપ્યો છે. નોંધનીય છે કે દ્રૌપદી મુર્મુ ઓડિશાના રહેવાસી છે અને રાજ્યમાં મંત્રી પણ રહી ચુક્યા છે.

    મોહમ્મદ મોકીમે કહ્યું કે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરવાનો તેમનો વ્યક્તિગત નિર્ણય છે. તેણે કહ્યું કે તે પોતાની માટી માટે કંઈક કરવા માંગે છે, તેથી જ તેણે તેના દિલની વાત સાંભળીને આ નિર્ણય લીધો છે.

    બીજી તરફ ઉત્તર પ્રદેશમાં પણ સમાજવાદી પાર્ટીમાં ભાગલા પડવાના સમાચાર સામે આવ્યા છે. પાર્ટીના ધારાસભ્ય શાહઝીલ ઈસ્લામે દ્રૌપદી મુર્મુને મત આપ્યો છે. નોંધનીય છે કે કોંગ્રેસ અને સપાએ સંયુક્ત વિપક્ષ વતી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા હતા. આ પછી બરેલીના ભોજીપુરાના ધારાસભ્ય શાહજીલ ઈસ્લામે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવપાલ યાદવ અને સપા સુપ્રીમો અખિલેશ યાદવના કાકા સાથે પણ મુલાકાત કરી હતી.

    - Advertisement -

    શિવપાલ યાદવે પોતે દ્રૌપદી મુર્મુની તરફેણમાં મતદાન કર્યું હતું. ઓમપ્રકાશ રાજભરની સુહલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP), જે SP ગઠબંધનનો ભાગ હતો, તેણે પણ મુર્મુના સમર્થનની જાહેરાત કરી હતી. શિવપાલ યાદવે પહેલા જ અખિલેશ યાદવને પત્ર લખીને કહ્યું હતું કે સપાના ધારાસભ્યોએ યશવંત સિન્હાને મત ન આપવો જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે યશવંત સિંહાએ એક સમયે સપાના સ્થાપક મુલાયમ સિંહ યાદવને ‘ISI એજન્ટ’ કહ્યા હતા.

    તે જ સમયે, આસામમાં AIUDF નેતા, કરીમુદ્દીને કહ્યું કે કોંગ્રેસ ક્રોસ વોટિંગ કરી રહી છે અને આ આંકડો 20 થી વધુ હોઈ શકે છે. બીજી તરફ કોંગ્રેસના અન્ય બળવાખોર નેતા કુલદીપ બિશ્નોઈએ ‘અંતરાત્મા’ની વાત સાંભળીને દ્રૌપદી મુર્મુને વોટ આપવાની વાત કરી હતી. મધ્યપ્રદેશ કોંગ્રેસમાં પણ ભાગલાના સમાચાર છે, પરંતુ પાર્ટી તેને નકારી રહી છે. પશ્ચિમ બંગાળમાં, ટીએમસીનો દાવો છે કે ભાજપના 9 ધારાસભ્યોએ યશવંત સિંહાને મત આપ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં