કોંગ્રેસમાં આ દિવસોમાં બે રાજકીય પ્રહસન એક સાથે ચાલી રહ્યા છે. એક, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra). કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી (Congress presidential election). મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને શશિ થરૂર (Shashi Tharoor) કોંગ્રેસના અધ્યક્ષ બનવાની હોડમાં છે. તેવામાં થરૂરના નિવેદને કોંગ્રેસની આંતરિક લોકશાહીનો પર્દાફાશ કર્યો છે. તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂરનું કહેવું છે કે પાર્ટીના કેટલાક નેતાઓ નથી ઈચ્છતા કે તેઓ ચૂંટણી લડે. આ કોંગ્રેસના નેતાઓ થરૂરને પછાડવા રાહુલ ગાંધીને મળ્યાં અને તેમના પર ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ લાવવા વાત કરી હતી. મતલબ કે શશી થરૂરના મતે પાર્ટીના કેટલાક નેતાઓ નથી ઈચ્છતા તેઓ ચૂંટણી લડે. માટે કોંગ્રેસના નેતાઓ થરૂરને પછાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.
થરૂરે કહ્યું હતું કે તેઓ હાલમાં જ રાહુલ ગાંધીને મળ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે પાર્ટીના કેટલાક નેતાઓ તેમને મળ્યા અને તેમને થરૂરનું નામાંકન પાછું ખેંચવા કહ્યું હતું. તિરુવનંતપુરમના સાંસદ અનુસાર, રાહુલે આમ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેઓ ઇચ્છતા હતા કે થરૂર ચૂંટણી લડે.
I welcome this announcement by @INCIndia Chief Election Authority on the party’s presidential elections. pic.twitter.com/CHlqMACkWb
— Shashi Tharoor (@ShashiTharoor) October 3, 2022
મળતા અહેવાલો અનુસાર થરૂરે કહ્યું કે રાહુલ ગાંધી છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી કરાવવાના સમર્થનમાં છે. તેમનું માનવું છે કે ચૂંટાયેલા પ્રમુખ કોંગ્રેસ પક્ષ માટે સારું કામ કરશે. એક અન્ય અહેવાલ મુજબ કોઈનું નામ લીધા વિના થરૂરે કહ્યું કે પાર્ટીના મોટા લોકો તેમને સમર્થન નથી આપી રહ્યા. ખડગે સાથેના વૈચારિક મતભેદોને નકારી કાઢતા તેમણે તેમને કોંગ્રેસની સમાન મૂળ વિચાર અને વિચારધારા ધરાવતા ગણાવ્યા છે. પરંતુ તેમણે સ્વીકાર્યું હતું કે પક્ષને આગળ લઈ જવા અને 2024માં ભાજપને પડકાર આપવા અંગે બંને વચ્ચે મતભેદ છે.
શશિ થરૂરે એમ પણ કહ્યું હતું કે તેઓ ચૂંટણીમાંથી ખસી જઈને તેમના પ્રયાસમાં અત્યાર સુધી તેમને સમર્થન આપનારા લોકો સાથે દગો કરવાના નથી. તેમણે કહ્યું કે મને પાર્ટીના મોટા નેતાઓ પાસેથી કોઈ સમર્થનની આશા નહોતી. હું હજુ પણ તેની અપેક્ષા રાખતો નથી. હું નાગપુર, વર્ધા અને પછી હૈદરાબાદમાં પાર્ટીના કાર્યકરોને મળ્યો હતો. તેઓ જ મને પ્રમુખ પદ માટે ચૂંટણી લડવા કહેતા હતા પરંતુ હવે પાછા હટશે નહીં. તેમણે કહ્યું કે “મેં તેમને ખાતરી આપી છે કે હું પીછેહઠ નહીં કરું. જેમણે મને અત્યાર સુધી સાથ આપ્યો છે તેમને હું દગો નહીં દઉં. તેમનો મારામાંનો વિશ્વાસ જ મને આગળ વધવાની શક્તિ આપે છે.”
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. મતગણતરી 19 ઓક્ટોબરે થશે. આ ચૂંટણીઓમાં ખડગેને કોંગ્રેસના ટોચના પરિવારનું સમર્થન હોવાનું માનવામાં આવે છે.