Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશું શશિ થરૂર બની શકે છે કોંગ્રેસ અધ્યક્ષ? અહેવાલો તેમના પદ માટે...

    શું શશિ થરૂર બની શકે છે કોંગ્રેસ અધ્યક્ષ? અહેવાલો તેમના પદ માટે દોડવાની યોજનાઓ વિશે અનુમાન લગાવી રહ્યા છે

    જો કે મીડિયા અહેવાલોએ પક્ષ પ્રમુખ પદ માટે શશિ થરૂરની દોડની આગાહી કરવા માટેના "માતૃભૂમિ" ના તાજેતરના લેખ પર આધાર રાખ્યો છે, તેમ છતાં, ગાંધીજીને ગમતી પાર્ટી જે માત્ર ચાંપલુંસોથી ભરેલી છે તેના સર્વોચ્ચ પદ પર પહોંચવું તેમના માટે મુશ્કેલ કાર્ય હશે.

    - Advertisement -

    શું શશિ થરૂર બની શકે છે કોંગ્રેસ અધ્યક્ષ? આ સવાલ અત્યારે રાજકીય વર્તુળોમાં ગણગણાઈ રહ્યો છે, અનેક ઊંચા કદના નેતાઓની એક્ઝિટ સાથે કોંગ્રેસ પાર્ટીમાં ફરી એક વાર નેતૃત્વની તીવ્ર કટોકટીનું સંકટ તોળાઈ રહ્યું છે. ઉપરાંત અનેક વરિષ્ઠ નેતાઓ પાર્ટી અધ્યક્ષ બનવાની લાલસા સાથે ટોળાઓમાં અટવાયેલા છે અને પક્ષના પ્રમુખ પદ પર ઉતરવાની તેમની તકોની કલ્પનાઓ રાચી રહ્યા છે. અહેવાલો અનુસાર તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર કોંગ્રેસના આવા જ એક નેતા છે જે પાર્ટી અધ્યક્ષના પદ પર પોતાનો ડોળો જમાવીને બેઠા છે.

    રાજકીય અને મીડિયા વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે થરૂર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની શક્યતા શોધી રહ્યા છે, જોકે તેમણે હજુ આ અંગે અંતિમ નિર્ણય નથી લીધો, પણ સૂત્રોના જણાવ્યા અનુસાર મીડિયાના અહેવાલો દાવો કરે છે કે શશિ થરૂર કોંગ્રેસ પાર્ટી માટે નવા અધ્યક્ષની પસંદગી કરવા માટે આગામી ચૂંટણીમાં પોતાનો દાવ અજમાવવા માટે તૈયાર છે.

    હાલ તો થરૂરે કથિત રીતે તે અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે કે તેઓ કોંગ્રેસ પક્ષની લગામ સંભાળવામાં રસ ધરાવે છે, પરંતુ તાજેતરમાં મલયાલમ દૈનિક ‘માતૃભુમી’ માં “મુક્ત અને ન્યાયી” ચૂંટણીની તરફેણમાં તર્ક આપતો એક લેખ લખ્યો હતો.

    - Advertisement -

    કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની તેમની યોજના વિશે પૂછવા પર શશિ થરૂરે મલયાલમ દૈનિક “માતૃભૂમિ” માં તેમના લેખનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “હાલ મારે કોઈ ટિપ્પણી કરવી નથી. મેં મારા લેખમાં લખ્યું છે કે ચૂંટણી કોંગ્રેસ પક્ષ માટે સારી બાબત હશે તેણે હું સ્વીકારું છું,”

    તેમના લેખમાં, થરૂરે કહ્યું છે કે જે પણ ચૂંટાઈ આવે તેના માટે પાર્ટીએ આદર્શ રીતે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની ડઝનબંધ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવી જોઈએ.

    થરૂરે તેમના લેખમાં લખ્યું હતું કે, “એઆઈસીસી અને પીસીસીના પ્રતિનિધિઓમાંથી ચૂંટાયેલા સભ્યો આ મુખ્ય હોદ્દા પરથી પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે તે નક્કી કરવામાં મદદ કરશે અને આવનારા નેતાઓને અધિકૃત કરશે અને તેમને પાર્ટીનું નેતૃત્વ કરવાની કાયદેસરતા આપશે.”

    થરૂરે તર્ક કર્યો હતો કે “તેમ છતાં, નવા પ્રમુખને ચૂંટવાથી પાર્ટીને ફરીથી સક્રિય કરવામાં મદદ મળશે,”

    કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ વધુમાં ઉમેર્યું હતું કે ચૂંટણી થવાની અન્ય ફાયદાકારક અસરો પણ થશે, ઉમેર્યું કે, “અમે બ્રિટિશ કન્ઝર્વેટિવ પાર્ટીમાં તેમની તાજેતરની નેતૃત્વ સ્પર્ધા દરમિયાન વૈશ્વિક રૂચી જોઈ છે, જે 2019 માં થયેલી ઘટનાઓના સમાન છે. જેમાં થેરેસા મેની જગ્યા માટે એક ડઝન ઉમેદવારોએ ચૂંટણી લડી હતી અને બોરિસ જોન્સન ટોચ પર ઉભરી આવ્યા હતા.”

    થરૂરે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માટે આવું જ સમાન દૃશ્ય પાર્ટી તરફ રાષ્ટ્રીય ધ્યાન આકર્ષિત કરી શકે છે અને ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીમાં વધુ મતદારો મેળવી શકે છે.”

    “આ કારણોસર, હું આશા રાખું છું કે ઘણા ઉમેદવારો આગળ આવશે અને વિચારણા માટે પોતાને નામાંકિત કરશે. પક્ષ અને રાષ્ટ્ર માટે તેમના વિઝન રજૂ કરવાથી ચોક્કસપણે આત્મવિશ્વાસ અને જનહિતને પ્રેરણા મળશે, ”તેવું તેમણે ઉમેર્યું.

    થરૂરે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસની પુનરાગમન કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો, કારણ કે તે શૂન્યતા મજબૂત પ્રાદેશિક પક્ષો દ્વારા ભરવામાં આવી રહી છે જે હવે રાષ્ટ્રીય રાજકારણમાં મોટી ભૂમિકા ભજવવા ઈચ્છે છે.

    તિરુવનંતપુરમના સાંસદે પક્ષનું નેતૃત્વ કરવા માટે પસંદ કરેલા ઉમેદવારના બે મહત્વપૂર્ણ કાર્યો પણ કટઆઉટ કર્યા હતા. પ્રથમ તો ઉમેદવારે કોંગ્રેસ પક્ષના કાર્યકરોને પ્રેરણા આપવી જોઈએ અને બીજું, તેણે મતદારોને પણ પ્રેરિત કરવા જોઈએ.

    “ઉમેદવાર પાસે પક્ષને શું તકલીફ છે તેને ઠીક કરવા માટે ચોક્કસ યોજના હોવી જોઈએ અને ભારત માટે મજબૂત વિઝન હોવું જોઈએ. છેવટે, રાજકીય પક્ષ એ દેશની સેવા કરવા માટેનું એક સાધન છે, પોતાનામાં એક અંત નથી,” તેમણે કહ્યું.

    જો કે મીડિયા અહેવાલોએ પક્ષ પ્રમુખ પદ માટે શશિ થરૂરની દોડની આગાહી કરવા માટેના “માતૃભૂમિ” ના તાજેતરના લેખ પર આધાર રાખ્યો છે, તેમ છતાં, ગાંધીજીને ગમતી પાર્ટી જે માત્ર ચાંપલુંસોથી ભરેલી છે તેના સર્વોચ્ચ પદ પર પહોંચવું તેમના માટે મુશ્કેલ કાર્ય હશે. પરિવારના સભ્યો પાર્ટીની લગામ ગાંધી પરિવાર સિવાય અન્ય કોઈને સોંપવાને બદલે પોતેજ પાર્ટી ચલાવે છે, જેના કારણે તેઓ સોનિયા અને રાહુલ ગાંધીના નેજા હેઠળ જે વિશેષાધિકારો ભોગવતા હતા તેનાથી તેઓ વંચિત થઇ શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં