Tuesday, September 17, 2024
More
    હોમપેજમંતવ્યઅન્ય પંથ-મઝહબોના તહેવાર પર સાદી-સરળ ભાષામાં શુભકામનાઓ, પણ હિંદુ તહેવાર પર કોંગ્રેસને...

    અન્ય પંથ-મઝહબોના તહેવાર પર સાદી-સરળ ભાષામાં શુભકામનાઓ, પણ હિંદુ તહેવાર પર કોંગ્રેસને સૂઝે છે શબ્દરમત: રક્ષાબંધનને લઈને એજન્ડા ચલાવ્યો તો લોકોએ ઝાટકણી કાઢી

    દિવાળીના સમયે પણ કોંગ્રેસે 'મહેંગાઈ કી દિવાલી' કહીને હિંદુ તહેવારનું અપમાન કર્યું કર્યું હતું, તે પહેલાં હોળી પર પણ કોંગ્રેસે 'ભૂખમરી કી હોલી' કહીને આવી રીતે જ તહેવારને મજાક બનાવવાનું કામ કર્યું હતું. જ્યારે અન્ય પંથ અને મઝહબના તહેવારો પર કોંગ્રેસની આ શબ્દરમત મરી પરવારે છે.

    - Advertisement -

    વિપક્ષો સરકારને ઘેરવા માટે અનેક પ્રયોગો કરતા રહે છે અને કરવા પણ જોઈએ. લોકશાહીમાં સત્તાપક્ષ અને વિપક્ષ બંનેની ભૂમિકા અનિવાર્ય છે. જે-તે ક્ષેત્રમાં કોઈ ઉણપ રહી હોય કે ખામી સામે આવી હોય તો વિપક્ષના નેતાઓ સરકારને તે મુદ્દે ઘેરીને સવાલ પૂછવા માટે સ્વતંત્ર છે. પરંતુ, સરકારને ઘેરવા માટે કોઈ એક વિશેષ ધર્મ અથવા તેના તહેવારને વચ્ચે લાવવો કેટલું યોગ્ય? આવું જ કારસ્તાન કર્યું છે ભારતની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે. વર્ષોથી ધર્મ અને નાત-જાત આધારિત રાજકારણ રમીને મોટી થયેલી કોંગ્રેસે આ વખતે પણ હિંદુ ધર્મના પવિત્ર તહેવારને ન છોડ્યો. તેણે મોદી સરકારને ઘેરવા માટે રક્ષાબંધનનો સહારો લીધો અને તેને ‘ટેક્સ બંધન’ ગણાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી.

    18 ઑગસ્ટ, 2024ના રોજ કોંગ્રેસ પાર્ટીના X હેન્ડલ પરથી એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં ટેક્સના મુદ્દે સરકારને ઘેરવા માટે રક્ષાબંધનના પવિત્ર તહેવારને કારણ વગર રાજકારણમાં ઢસડી લાવવામાં આવ્યો. પોસ્ટના ફોટોમાં પવિત્ર રક્ષાસૂત્ર પણ જોવા મળી રહ્યું છે. તે સાથે મીઠાઈ, ભેટ-સોગાદો, ઝરીના દોરા અને કોટનના દોરા પર GSTના આંકડા ટાંકીને કોંગ્રેસે રક્ષાબંધનને ‘ટેક્સ બંધન’ ગણાવી દીધો છે. માત્ર સરકારને ઘેરવાની અને ટાર્ગેટ કરવાની કોંગ્રેસની મંશા પર હિંદુ ધર્મના પવિત્ર તહેવારને શા માટે રાજકારણનો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે? સોશિયલ મીડિયા પર આ પોસ્ટને લઈને લોકોએ રોષ પણ વ્યક્ત કર્યો છે.

    કોંગ્રેસે પોતાની X પોસ્ટના કેપશનમાં પણ ‘Tax Bandhan’ લખીને હિંદુઓના પવિત્ર તહેવારની મજાક બનાવી છે, નેટીઝન્સ સવાલ પૂછી રહ્યા છે કે, કોંગ્રેસને દરેક વિષય અને મુદ્દા પર હિંદુ ધર્મ અને તેના તહેવારો જ કેમ દેખાઈ આવે છે? શા માટે અન્ય મઝહબ કે પંથના તહેવારો પર કોંગ્રેસની આવું કરવાની હિંમત નથી થતી. રક્ષાબંધનને ‘ટેક્સ બંધન’ ગણાવીને કોંગ્રેસે આખા હિંદુ સમાજની લાગણી દુભાવી છે. જોકે, હિંદુ તહેવારો વિશેની કોંગ્રેસની સમજ તો આપણે ભૂતકાળમાં પણ જોઈ ચૂક્યા છીએ. ગયા વર્ષે જ ‘ગોવર્ધન પૂજા’ તહેવારના દિવસે કોંગ્રેસે ‘ભાઈ બીજ’ની શુભકામનાઓ આપીને હિંદુ તહેવારો પરની પોતાની ‘વિશાળ સમજ’ પ્રદર્શિત કરી હતી.

    - Advertisement -

    આવી અઢળક ઘટનાઓ બનતી રહી છે. દિવાળીના સમયે પણ કોંગ્રેસે ‘મહેંગાઈ કી દિવાલી’ કહીને હિંદુ તહેવારનું અપમાન કર્યું કર્યું હતું, તે પહેલાં હોળી પર પણ કોંગ્રેસે ‘ભૂખમરી કી હોલી’ કહીને આવી રીતે જ તહેવારને મજાક બનાવવાનું કામ કર્યું હતું. જ્યારે અન્ય પંથ અને મઝહબના તહેવારો પર કોંગ્રેસની આ શબ્દરમત મરી પરવારે છે. ઈદ, ક્રિસમસ વગેરે જેવા તહેવારો પર તે ‘સુંદર અને સુસંસ્કૃત’ શબ્દોમાં શુભકામનાઓ પાઠવે છે અને હર્ષોલ્લાસ સાથે તહેવાર ઉજવવા માટે પ્રોત્સાહન પણ આપે છે. હિંદુ ધર્મના તહેવારોમાં પોતાનો પ્રોપગેન્ડા ઉમેરી ‘અનોખી શબ્દરમત’ સાથે લોકોને ભોળવીને ગુમરાહ કરવાનો કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે.

    લોકોએ કાઢી ઝાટકણી

    ‘ગોવર્ધન પૂજા’ના તહેવાર પર ‘ભાઈ બીજ’ની શુભકામનાઓ આપનાર કોંગ્રેસને ‘રક્ષાબંધન’ માત્ર રાજકારણનો મુદ્દો જ લાગે તે સ્વાભાવિક છે. કોંગ્રેસની પોસ્ટ પર લોકોએ વાંધો ઉઠાવ્યો છે.અંશુલ પાંડેએ કોંગ્રેસની પોસ્ટને ટાંકીને લખ્યું છે કે, “તમે સરકારની નીતિઓ પર તેની ટીકા કરવા માટે સ્વતંત્ર છો, કારણ કે ત્યાં કોઈ તાનાશાહી નથી, જેવુ તમે પહેલાંથી કહેતા આવ્યા છો. પરંતુ, તમે પવિત્ર હિંદુ તહેવારોને વચ્ચે કેમ લાવો છો? અમારા તહેવારોનું રાજનીતિકરણ ન કરો. આ માત્ર એક સસ્તો સ્ટંટ છે.”

    એક X યુઝરે કોંગ્રેસની પોસ્ટને ટાંકીને લખ્યું કે, “મુસ્લિમ તહેવારો વિશે પણ આવું જ લખવાની હિંમત રાખો. મને ખ્યાલ છે કે, ત્યાં તમે આવું નહીં કરો. કારણ કે, તેનાથી તમારી વૉટબેંક જોખમાય જશે.”

    જિતેન્દ્ર પ્રતાપ સિંઘે પણ કોંગ્રેસની આ પોસ્ટ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કોંગ્રેસની પોસ્ટને ટાંકીને કહ્યું છે કે, “કોંગ્રેસ હંમેશા હિંદુ તહેવારોની જ મજાક કેમ બનાવે છે? શા માટે હિંદુ તહેવારોને પોતાના સસ્તા રાજકારણમાં ઢસડી લાવે છે? ક્યારેય મુસ્લિમ તહેવારને પોતાના રાજકારણના એજન્ડામાં કેમ સામેલ નથી કરતી?” આ સાથે જ તેમણે હિંદુઓને કોંગ્રેસની વાસ્તવિકતા ઓળખવા માટેની અપીલ પણ કરી છે.

    એક વ્યક્તિએ કોંગ્રેસને પૂછ્યું કે ઈદ અને ક્રિસમસ જેવા તહેવારો વખતે તેમની આવી ક્રિએટિવિટી ક્યાં જાય છે?

    જાણીતા પોલિટિકલ કોમેન્ટેટર મિ. સિન્હાએ કોંગ્રેસ કઈ રીતે અન્ય ધર્મોના તહેવારો પર શુભકામનાઓ પાઠવે છે અને કઈ રીતે હિંદુ તહેવારોનો ઉપયોગ રાજકારણ રમવા માટે કરે છે તે જણાવીને પાર્ટીનાં બેવડાં ધોરણો ખુલ્લાં પાડ્યાં. તેમણે કહ્યું કે, કોંગ્રેસીઓ ક્યારેય આપણને (હિંદુઓને) માત્ર શુભકામનાઓ નથી પાઠવતા અને પોતાનો મલિન એજન્ડા ઘૂસાડતા રહે છે. 

    આ સિવાય પણ અનેક સોશિયલ મીડિયા યુઝર્સે કોંગ્રેસની આ હરકત પર વાંધો વ્યક્ત કર્યો છે. X પર અનેક લોકોએ કોંગ્રેસના આધિકારિક હેન્ડલને ટેગ કરીને સવાલ ઊંચકવાના શરૂ કર્યા છે. જોકે, કોંગ્રેસ પાર્ટીને હવે કોઈપણ મુદ્દે હિંદુ ધર્મ અને તેના તહેવારોને ટાર્ગેટ કરવાની આદત પડી ગઈ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં