Sunday, May 26, 2024
More
    હોમપેજરાજકારણ'ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ વિશેની અજ્ઞાનતા': કોંગ્રેસે ગોવર્ધન પૂજાને 'ભાઈ બીજ' તરીકે...

    ‘ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ વિશેની અજ્ઞાનતા’: કોંગ્રેસે ગોવર્ધન પૂજાને ‘ભાઈ બીજ’ તરીકે વધાવી, નેટિઝન્સે કર્યા ટ્રોલ

    હિંદુ પરંપરા મુજબ આ વર્ષે બુધવારે (15 નવેમ્બર)ના રોજ 'ભાઈ બીજ' મનાવવામાં આવશે. વાસ્તવમાં, ગોવર્ધન પૂજા (જેને અન્નકુટ પણ કહેવાય છે) મંગળવાર (14 નવેમ્બર)ના રોજ ઉજવવામાં આવી રહી છે. જે ગુજરાતીઓનું નવું વર્ષ પણ છે.

    - Advertisement -

    મંગળવારે (14 નવેમ્બર), કોંગ્રેસ પાર્ટીએ પોતાના આધિકારિક અકાઉન્ટથી ગોવર્ધન પૂજાના હિંદુ તહેવારને ‘ભાઈ બીજ’ તરીકે વધાવ્યા બાદ વિવાદનો સામનો કરવો પડ્યો હતો. પોતાના એક ટ્વીટ (આર્કાઇવ) માં, પાર્ટીના સત્તાવાર X હેન્ડલે લખ્યું કે, “ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમની ઉજવણી કરતા ભાઈ દૂબીજના અવસર પર દરેક નાગરિકોને શુભેચ્છાઓ.”

    હિંદુ પરંપરા મુજબ આ વર્ષે બુધવારે (15 નવેમ્બર)ના રોજ ‘ભાઈ બીજ’ મનાવવામાં આવશે. વાસ્તવમાં, ગોવર્ધન પૂજા (જેને અન્નકુટ પણ કહેવાય છે) મંગળવાર (14 નવેમ્બર)ના રોજ ઉજવવામાં આવી રહી છે. જે ગુજરાતીઓનું નવું વર્ષ પણ છે.

    આ દિવસે, હિંદુઓ ગોવર્ધન પર્વત (ડુંગર) ને ઉપાડવા અને ભગવાન ઇન્દ્રના ક્રોધથી ગ્રામજનોને બચાવવા માટે ભગવાન કૃષ્ણની પૂજા કરે છે. જો કે, કોંગ્રેસ પક્ષે ગોવર્ધન પૂજાને અજ્ઞાનતાપૂર્વક ‘ભાઈ બીજ’ તરીકે દર્શાવી હતી.

    - Advertisement -

    હિંદુ પરંપરાઓ પ્રત્યે અજ્ઞાન અને ઉદાસીન હોવાને કારણે નેટીઝન્સ કૉંગ્રેસથી ભારે નારાજ થયા હતા. જે બાદ તેમને પોતાની પોસ્ટી ડિલીટ કરવાની ફરજ પડી હતી. એક એક્સ યુઝરે લખ્યું, “આજે ભાઈ બીજ નથી. આ ટ્વીટ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે સ્પષ્ટ અજ્ઞાન દર્શાવે છે.”

    “તેઓ એ પણ જાણતા નથી કે તિથિ શું છે,” અન્ય એક X યુઝરે લખ્યું.

    “આજે ગોવર્ધન પૂજા છે,” લોકપ્રિય હેન્ડલ ‘ધ ઈન્ટ્રેપિડ’એ કમેન્ટ કરી.

    “આ કોંગ્રેસ છે. તેઓને ખબર પણ નથી હોતી કે ભાઈ બીજ ક્યારે છે,” એક X યુઝરને પાર્ટીએ હિંદુ પરંપરાઓની અવગણના કર્યા પછી ટીકા કરી.

    “તમે લોકોએ વહેલી સવારે શું નશો કર્યો છે?” અન્ય વપરાશકર્તાએ પૂછ્યું.

    શુક્રવારે (10 નવેમ્બર) કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદે પોતાની જ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે પાર્ટીમાં એવા કેટલાક નેતાઓ છે જે ભગવાન રામ અને હિંદુઓને નફરત કરે છે.

    “મારે કોઈની સાથે અંગત દુશ્મનાવટ નથી પરંતુ મને લાગ્યું છે કે કોંગ્રેસમાં એવા કેટલાક નેતાઓ છે જેઓ ન માત્ર રામ મંદિરને નફરત કરે છે પરંતુ ભગવાન રામના નામને પણ ધિક્કારે છે. આ નેતાઓ માત્ર હિંદુત્વને ધિક્કારે છે એટલું જ નહીં પણ ‘હિંદુ’ શબ્દને પણ નફરત કરે છે, તેઓ હિંદુ ધાર્મિક ગુરુઓનું અપમાન કરવા માગે છે. પાર્ટીમાં કોઈ હિંદુ ધર્મગુરુ હોવો જોઈએ એ તેમને પસંદ નથી” એમ કહેતા તેમને સાંભળવામાં આવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં