Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતલોકસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ-AAPમાં ભંગાણ યથાવત: સુરતમાં 1 હજારથી વધુ વિપક્ષી...

    લોકસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ-AAPમાં ભંગાણ યથાવત: સુરતમાં 1 હજારથી વધુ વિપક્ષી કાર્યકર્તાઓએ CR પાટીલની હાજરીમાં કર્યા કેસરિયા

    AAPના આ સ્વઘોષિત ગઢ સુરતમાં AAPના જ હજારો કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થઈ ગયા છે. બીજી તરફ, ગુજરાત કોંગ્રેસનો મોટો ચહેરો ગણાતા અમરીશ ડેર પણ ભાજપમાં સામેલ થાય તેવી અટકળો વહેતી થઈ છે.

    - Advertisement -

    લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ ભાજપના ભરતી મેળામાં ઝડપ આવી રહી છે. લોકસભાને લઈને ભાજપ તરફથી ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. સાથે ગુજરાતની 15 લોકસભા સીટ માટે પણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ-AAPમાં સતત ભંગાણ થઈ રહ્યું છે. એક પછી એક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. એ જ અનુક્રમે હવે સુરતમાં પણ ભાજપનો ભરતી મેળો ઝડપી બન્યો છે. સુરતના 1 હજારથી વધુ વિપક્ષી કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થઈ ગયા છે.

    સમગ્ર દેશમાં ભાજપ તરફ પ્રચંડ જનસમર્થન જોવા મળી રહ્યું છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલાં જ PM મોદીની ગેરંટીમાં વિશ્વાસ વ્યક્ત કરીને સુરત સ્થિત શહેર ભાજપ કાર્યાલય પંડિત દિન દયાળ ઉપાધ્યાય ભવન ખાતે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર, AAPના કોર્પોરેટર ઉમેદવાર સહિત 1 હજારથી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. તમામ કાર્યકર્તાઓનું સન્માન ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે કેસરી ખેસ પહેરાવીને કર્યું છે. કોંગ્રેસ-AAPમાં મોટું ભંગાણ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી આ સિલસિલો ચાલુ છે. જેમાં હજારોની સંખ્યામાં વિપક્ષી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.

    AAP-કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરીયો ધારણ કર્યો

    AAPના પ્રદેશ પ્રવક્તા કામિની પ્રજાપતિ ભાજપમાં જોડાયા છે. AAPના નવસારી લોકસભા ઇન્ચાર્જ અને સુરત શહેર AAP ઉપ પ્રમુખ ભાજપમાં જોડાયા છે. AAPના વોર્ડ નંબર 20 પ્રમુખ ધવલ પંચીગર અને વોર્ડ નંબર 21ના પ્રમુખ સ્નેહલ પટેલ, વોર્ડ નંબર 21ના ઉમેદવાર પ્રિયંકા મૈસુરીયા પણ ભાજપમાં જોડાયા છે. AAP વોર્ડ નંબર 22ના ઉમેદવાર માલવિકા કોસંબિયા, AAP યુવા પ્રમુખ સંભવ શાહ, AAP મજુરા વિધાનસભાના સગંઠન મંત્રી જીતેન્દ્ર પ્રજાપતી, સુરત શહેરના સહ સગંઠન મંત્રી કિરીટ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. તેમજ તેમની સાથે અનેક કાર્યકર્તાઓએ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો છે. સાથે આંજણા કોંગ્રેસના કપિલા પટેલ અને ભરત ગોસાઈ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈ ગયા છે.

    - Advertisement -

    નોંધવા જેવુ છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે સુરત શહેરને AAPનું ગઢ માનવમાં આવી રહ્યું હતું. એવું વાતાવરણ તૈયાર કરી દેવામાં આવ્યું હતું કે, સુરતમાં બધી સીટો AAPના ઉમેદવારો જીતી જશે. જોકે, પરિણામ એકદમ જ વિપરતીત આવ્યું હતું. પરંતુ AAPના આ સ્વઘોષિત ગઢમાં AAPના જ હજારો કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થઈ ગયા છે. બીજી તરફ, ગુજરાત કોંગ્રેસનો મોટો ચહેરો ગણાતા અમરીશ ડેર પણ ભાજપમાં સામેલ થાય તેવી અટકળો વહેતી થઈ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં