ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર આજથી ભાજપના સ્ટાર પ્રચારકોનો પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, જેપી નડ્ડા, યોગી આદિત્યનાથ, અનુરાગ ઠાકોર નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ સહિતના નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપે આજથી ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે.
મોરબી જિલ્લાના વાંકાનેરમાં યુપીની સીએમ યોગી આદિત્યનાથ પહોચ્યા હતા. જીતુભાઇ સોમાણીના સમર્થમમાં કિરણ સિરામિક ફેક્ટરી ખાતેના સભા સંબોધી હતી. જ્યાં તેમણે ભારત માતા કી જય, વંદેમાતરમના નારાઓથી સીએમ યોગીનું સ્વાગત કરાયુ હતું.
ગુજરાત ચુંટણી પ્રચારમાં યોગી આદિત્યનાથ@narendramodi સૌથી લોકપ્રિય નેતા, યોગી આદિત્યનાથે મચ્છુ હોનારત, ભૂકંપ અને વાવાઝોડા જેવી દુર્ઘટનાને કરી યાદ, #Morbi અનેક આફતો જીલીને ફરીથી ઊભું થયું છે, કાંતિ અમૃતિયાએ જીવને જોખમમાં મૂકી લોકોના જીવ બચાવવાનો પ્રયાસ કર્યો: યોગી આદિત્યનાથ pic.twitter.com/rXHYcI9mhd
— Vibes of India | ગુજરાતી (@VoI_Gujarati) November 18, 2022
વાંકાનેરમાં યોગી આદિત્યનાથનું સંબોધન
વાંકાનેરમાં ચુનાવી જનસભામાં પોતાના સંબોધનની શરૂઆત મુખ્યમંત્રી યોગીએ મોરબીની પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. સાથે કે પૂર્વ ધારાસભ્ય તથા મોરબીના હાલના ઉમેદવાર અને અન્ય કાર્યકર્તાઓએ લોકોનો જીવ બચાવવા જે કામગીરી કરી હતી તે બિરદાવી હતી. સાથે જ મોરબીએ ભુલકાળમાં ભોગવેલ તકલીફોને વર્ણવી હતી.
તેમણે આગળ પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારતને મોદી જેવા પ્રધાનમંત્રી મળવા એ ગર્વની વાત છે. આગળ કહ્યું કે દુનિયાના 20 પ્રમુખ દેશનું પ્રતિનિધીત્વ હવે મોદી કરશે તે દેશવાસીઓ માટે ગર્વની વાત છે.યોગી આદિત્યનાથે ગુજરાત મોડલની પ્રશંસા કરતા જણાવ્યું કે દુનિયાભરમાં ગુજરાત મોડેલની ચર્ચામાં થઇ રહી છે.
जनपद मोरबी, गुजरात के विधान सभा क्षेत्र वांकानेर की राष्ट्रवादी जनता डबल इंजन की भाजपा सरकार के साथ है… https://t.co/KLOHVC4jgg
— Yogi Adityanath (@myogiadityanath) November 18, 2022
આ ઉપરાંત તેમણે અનેક મુદ્દે વાત કરતા તેમણે મોદી સરકાર દ્વારા છેલ્લા બે કાર્યકાળમાં લેવાયેલા નિર્ણયો વિષે પણ ભાથું પીરસ્યું હતું અને જણાવ્યું હતું કે જે કામ દાયકાઓ અને સદીઓમાં નહોતું થયું તે મોદી સરકારે આ ટૂંકા સમયમાં કરી બતાવ્યું છે.
અંતમાં તેમણે ગુજરાતની જનતાને અરજી કરી હતી કે મોરબી જિલ્લાની દરેક અને ગુજરાતની દરેક બેઠકો પર ભાજપને વોટ આપીને વિજય બનાવવી. આ લડાઈ રાષ્ટ્રવાદ વિરુદ્ધ આતંકવાદની છે અને દેશના સન્માન વિરુદ્ધ રાષ્ટ્રવિરોધીઓની છે.
નોંધનીય છે કે આજે સાંજે યોગી આદિત્યનાથ સુરતની ચોર્યાસી બેઠક પર એક સભા સંબોધવાના છે. અને ગઈકાલથી સુરતવાસીઓ આને લઈને ઉત્સાહિત છે. સુરતમાં ભાજપના કાર્યકર્તાઓએ બુલડોઝર પર સવાર થઈને ચૂંટણી પ્રચાર કર્યો હતો.