Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણમહુઆ મોઈત્રા સામે CBI તપાસના આદેશ, ભાજપ MP નિશિકાંત દૂબેનો દાવો: TMC...

    મહુઆ મોઈત્રા સામે CBI તપાસના આદેશ, ભાજપ MP નિશિકાંત દૂબેનો દાવો: TMC સાંસદ પર લાગ્યો છે પૈસા લઈને સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ

    મહુઆ મોઈત્રા વિરુદ્ધ ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની પાસેથી પૈસા લઈને સંસદમાં અદાણી જૂથને ટાર્ગેટ કરતા પ્રશ્નો પૂછવાનો આરોપ લાગ્યો છે. શનિવારે ભાજપ સાંસદે લોકપાલ સમક્ષ કરી હતી ફરિયાદ.

    - Advertisement -

    ‘કૅશ ફોર ક્વેરી’ કૌભાંડથી ચર્ચામાં આવેલાં તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રા વિરૂદ્ધ CBI તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

    ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ એક પોસ્ટ કરીને દાવો કર્યો કે લોકપાલે મહુઆ મોઈત્રા વિરુદ્ધ CBI તપાસ માટેના આદેશ આપ્યા છે. તેમણે લખ્યું, ‘લોકપાલજીએ આજે મારી ફરિયાદ પર આરોપી સાંસદ મહુઆજી દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા દાવ પર લગાવીને ભ્રષ્ટાચાર કરવા પર CBI તપાસના આદેશ આપ્યા.’ ઉલ્લેખનીય છે કે આ અગાઉ શનિવારે ભાજપ સાંસદે કહ્યું હતું કે તેમણે આ મામલાની ફરિયાદ લોકપાલ સમક્ષ કરી છે. 

    હજુ આ અંગે એજન્સી પાસેથી પુષ્ટિ મેળવવાની બાકી છે. ન્યૂઝ18ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, CBI હજુ આ મામલે આધિકારિક પુષ્ટિની રાહ જોઈ રહી છે. આગળ જણાવવામાં આવ્યું કે, તપાસના આદેશ આપવામાં આવે તો તેની નિયત પ્રક્રિયા હોય છે અને તેને અનુસરવું પડે છે. જેમાં સામાન્ય રીટી 1-2 દિવસ લાગી જતા હોય છે. 

    - Advertisement -

    મહુઆ મોઈત્રા વિરુદ્ધ ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની પાસેથી પૈસા લઈને સંસદમાં અદાણી જૂથને ટાર્ગેટ કરતા પ્રશ્નો પૂછવાનો આરોપ લાગ્યો છે. આ સિવાય આરોપ એવો પણ છે કે તેમણે પોતાના સંસદના લૉગિન આઇડી અને પાસવર્ડ ઉદ્યોગપતિને આપ્યાં હતાં, જેની કબૂલાત તેઓ પોતે અનેક ઠેકાણે કરી ચૂક્યાં છે. જોકે, પૈસા લેવાના આરોપો નકારતાં આવ્યાં છે. 

    આ મામલો ઓક્ટોબરમાં શરૂ થયો હતો જ્યારે મહુઆ મોઈત્રાના જૂના મિત્ર અને વકીલ જય અનંત દેહદ્રાઈએ CBIને પત્ર લખીને સાંસદ પર પૈસા લઈને સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ સાંસદ નિશિકાંત દૂબેએ લોકસભા સ્પીકરને પત્ર લખ્યો હતો. સ્પીકરે મામલાને સંસદની એથિક્સ કમિટી સમક્ષ મોકલી આપ્યો હતો. એથિક્સ કમિટીએ જય દેહદ્રાઇ અને નિશિકાંત દૂબેનાં નિવેદનો નોંધ્યાં હતાં તેમજ ત્યારબાદ મહુઆ મોઈત્રાને પણ સમન્સ પાઠવ્યું હતું.

    એક બે વખત નવી તારીખો પડાવ્યા બાદ આખરે મહુઆ મોઈત્રા 2 નવેમ્બરે હાજર તો થયાં હતાં પરંતુ પછી અધવચ્ચેથી જ બેઠક છોડીને હોબાળો મચાવતાં બહાર આવી ગયાં હતાં. હવે કમિટીની બેઠક 9 નવેમ્બરે મળવા જઈ રહી છે, જેમાં અંતિમ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને લોકસભા સ્પીકરને મોકલી આપવામાં આવશે. બીજી તરફ હવે CBI તપાસના પણ આદેશ અપાયા હોવાનું જાણવા મળ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં