Monday, April 29, 2024
More
    હોમપેજદેશ'રામ મંદિર પર બોમ્બ બ્લાસ્ટ કરીને મુસ્લિમોને ફસાવાશે': ઉદ્ધવ ઠાકરે બાદ હવે...

    ‘રામ મંદિર પર બોમ્બ બ્લાસ્ટ કરીને મુસ્લિમોને ફસાવાશે’: ઉદ્ધવ ઠાકરે બાદ હવે કર્ણાટકના કોંગ્રેસ ધારાસભ્યએ આપ્યું વિવાદિત નિવેદન

    ઉદ્ધવ ઠાકરેએ પણ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે રામ મંદિરના ઉદ્ઘાટન બાદ દેશભરમાંથી કરોડો હિંદુઓ દર્શન માટે જશે અને આ દરમિયાન કોઈ ગોધરા જેવો કાંડ થઈ શકે છે.

    - Advertisement -

    અયોધ્યામાં બની રહેલા શ્રીરામ જન્મભૂમિ મંદિરને લઈને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ આપેલ નિવેદન બાદ અન્ય એક કોંગ્રેસના ધારાસભ્યનું બ્લાસ્ટની આશંકા વ્યક્ત કરતું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય બીઆર પાટીલે કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર પર હુમલો થઈ શકે છે. બીઆર પાટીલનો આ વિડીયો ભારતીય જનતા પાર્ટીએ (BJP) શેર કર્યો છે. બીઆર પાટીલ કર્ણાટકના કાલબુર્ગી જિલ્લાની આલંદ સીટના ધારાસભ્ય છે. તેમના આવા નિવેદનને લઈને કોંગ્રેસના ઈરાદા પર સવાલો ઊભા થઈ રહ્યા છે.

    BJPએ શેર કરેલા વિડીયોમાં કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું હતું કે “આગામી લોકસભા ચૂંટણીમાં મોદીને જીતાડવા માટે તેઓ (ભાજપ) રામ મંદિર પર ધડાકા (બોમ્બ બ્લાસ્ટ) કરશે અને તેનો આરોપ મુસ્લિમો પર લગાવવામાં આવશે. જેથી કરીને હિંદુ મતો એકઠા કરી શકાય.” બીઆર પાટીલે ભાજપની ટીકા કરતાં આવું નિવેદન આપ્યું હતું. તેમના મતે ભાજપ ચૂંટણી જીતવા માટે કઈ પણ કરી શકે છે. તેમણે કહ્યું હતું કે આગામી ચૂંટણી માટે હિંદુ મતો મેળવવા ભગવા પક્ષ આવું કામ કરે તેવી પૂર્ણ સંભાવના છે.

    ભાજપે કર્યો પલટવાર

    કોંગ્રેસ નેતા બીઆર પાટીલનો વિડીયો શેર કરતાં BJPએ લખ્યું હતું કે “કોંગ્રેસના લોકો હિંદુત્વના મૂળ પર સવાલો ઉઠાવતા હતા અને હવે તેમના નિશાના પર રામ મંદિર છે. રામ મંદિર અસ્થિર કરીને હિંદુ-મુસ્લિમ રમખાણો ભડકાવવા માટે સરકારને દોષ આપવા માટે કોંગ્રેસે પહેલાં જ મેદાન તૈયાર કરી લીધું છે.” હાલ આ વિડિયોને લઈને રાજકારણ ગરમાયું છે.

    - Advertisement -

    અગાઉ ઉદ્ધવ ઠાકરેએ પણ આપ્યું હતું વિવાદિત નિવેદન

    રામ મંદિર દેશના કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર છે ત્યારે વિપક્ષી પાર્ટીઓ તેને રાજકારણમાં ખેંચવાનો પ્રયાસ કરી છે અને મંદિર માટે અનિષ્ટ ભવિષ્યવાણી કરી રહી છે. નોંધનીય છે કે કોંગ્રેસના ધારાસભ્યનું વિવાદિત નિવેદન સામે આવ્યા પહેલાં ઉદ્ધવ ઠાકરેએ પણ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે રામ મંદિરના ઉદ્ઘાટન બાદ દેશભરમાંથી કરોડો હિંદુઓ દર્શન માટે જશે અને આ દરમિયાન કોઈ ગોધરા જેવો કાંડ થઈ શકે છે. જોકે, આ પ્રથમ વખત નથી કે I.N.D.I ગઠબંધનમાં સામેલ કોઈ નેતાએ રામ મંદિર કે સનાતન ધર્મ પર વિવાદિત નિવેદન આપ્યું હોય.

    તાજેતરમાં જ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને ડેન્ગ્યુ અને મેલેરિયા ગણાવી તેને નાબૂદ કરવાની વાત કરી હતી. આ ઘટના પણ આ કડીનો એક ભાગ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં