થોડા દિવસ પહેલા જેમનો વિડીયો વાઇરલ થયો હતો એ સિદ્ધપુરના કોંગ્રેસ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સામે ભાજપે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ સિદ્ધપુરના કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.
કોંગ્રસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરની મુશ્કેલી વધી, ભાજપે ચંદનજી ઠાકોરના નિવેદન મામલે ચૂંટણીપંચમાં કરી ફરિયાદ | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/40XWNxXjOV
— Tv9 Gujarati (@tv9gujarati) November 20, 2022
ચંદનજી ઠાકોરે જ્ઞાતિ-ધર્મ આધારીત મત માગ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રીપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટનો ભંગ કર્યાની ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદમાં જણાવ્યું છે.
ચંદનજી ઠાકોરનો વાઇરલ વિડીયો
વિવાદાસ્પદ વીડિયોમાં કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોર કહેતા સંભળાય છે કે, “આપણે નવું કરવા માટે તેમને (ભાજપને) મત આપ્યા, પરંતુ તેઓ છેતરી ગયા. આખો દેશ ખાડામાં ધકેલાઈ ગયો. દેશને માત્રને માત્ર બચાવી શકે તો મુસ્લિમ સમાજ બચાવી શકે, કોંગ્રેસ પાર્ટીને જો કોઈ બચાવી શકે તો મુસ્લિમ સમાજ જ બચાવી શકે.”
કોંગ્રેસ ધારાસભ્ય ચંદનજી ઠાકોર નો વીડિયો વાયરલ pic.twitter.com/QNvYlDtSYf
— The Politics Files (@Politics_Files) November 19, 2022
તેઓ આગળ કહે છે કે, “એનું એક જ ઉદાહરણ છે. NRCના મુદ્દા પર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રોડ પર આવ્યા. 18 પક્ષો હતા, એક પણ પક્ષે મુસ્લિમ સમાજની તરફદારી ન કરી. આ એક જ પાર્ટી એવી છે, જે તમને અનુસરે છે. તમારી રખેવાળી કરે છે અને આખા દેશમાં તમને રક્ષણ પૂરું પાડે છે.” તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો હતો.
આ ઉપરાંત તેમણે ટ્રિપલ તલાક અને હજ સબસીડીના નામે પણ મુસ્લિમો સામે વોટ મેળવવા માટે હાથ ફેલાવ્યા હતા.
મુખ્યમંત્રીએ નિવેદનને શરમજનક ગણાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે ચંદનજી ઠાકોરના આ નિવેદનને વખોડતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પલટવાર કર્યો હતો. સીએમએ નિવેદનને અતિ શરમજનક ગણાવ્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યુ હતું કે હાર ભાળી ગયેલી કોંગ્રેસ ફરી લઘુમતી તુષ્ટિકરણ તરફ વળી છે. કોંગ્રેસને ખબર હોવી જોઈએ કે તેને હારથી કોઈ બચાવી નહીં શકે.
Shameful words!
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 19, 2022
Fearing defeat, Congress yet again resorts to minority appeasement.
But Congress should know that no one will be able to save Congress Party from defeat! pic.twitter.com/cr6cL4QFYA
અન્ય એક કોંગ્રેસ નેતા પણ તૃષ્ટિકરણનું રાજકારણ રમતા દેખાયા
આ વિવાદ જયારે ચાલુ છે ત્યારે જ અન્ય એક કૉંગ્રેસ ઉમેદવારનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ખેડાના મહુધાના વર્તમાન ધારાસભ્ય અને કૉંગ્રેસ ઉમેદવાર ઈન્દ્રજીતસિંહ પરમારનો વીડિયો ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પોતાના ટ્વિટર પર વાયરલ કર્યો હતો.
મારી માટે તમે અલ્લાહ સમાન છો, મા-બાપ છો.
— Pradipsinh Vaghela (@pradipsinhbjp) November 20, 2022
આ દવાખાનું પેલી બાજુ (હિંદુ વિસ્તારમાં)જાય તો કોઈ કામનું નથી. એમને દવાખાનાની જરૂર જ નથી! હું મુસ્લિમ સમાજના લીધે ધારાસભ્ય બન્યો છું.
હું બાંહેધરી આપું છું કે હિંદુ વિસ્તારમાં દવાખાનું નઈ જવા દઉ
– ઇન્દ્રજીત પરમાર (કોંગ્રેસના ધારાસભ્ય) pic.twitter.com/d7c5aToDwa
વીડિયોમાં ઈન્દ્રજીતસિંહ પરમાર લઘુમતી સમાજના લોકો વચ્ચે ઉભા દેખાઈ રહ્યા છે અને તેમને વચન આપી રહ્યા છે કે “આ દવાખાનું અહીં જ રહેશે. બીજા વિસ્તારમાં નહીં જવા દઉં. સાથે જ એવું પણ કહી રહ્યા છે કે, લઘુમતીઓના લીધે જ હું ધારાસભ્ય બન્યો છું. તમે પેટીઓ પેટીઓ ભરીને વોટ આપ્યા છે.”