તાજેતરમાં જ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે વિધાનસભા ગૃહમાં યૌન સંબંધો વિશે ન કહેવાની વાતો કહી હતી. ઘણી અભદ્ર ભાષામાં તેમણે તેવી રજૂઆત કરી હતી. જે બાદ તેમનો વિડીયો પણ વાયરલ થયો હતો. દેશભરમાં તેમના આ નિવેદનની ટીકા થઈ હતી. મહિલા આયોગે તો દેશની તમામ મહિલાઓની માફી માંગવા માટેની માંગ કરી હતી. જે બાદ હવે નીતીશ કુમારે માફી માંગી લીધી છે. તેમણે કહ્યું છે કે, હું માફી માંગુ છું, હું મારા શબ્દો પાછા ખેંચું છું.
#WATCH | Bihar CM Nitish Kumar says, "I apologise & I take back my words…" pic.twitter.com/wRIB1KAI8O
— ANI (@ANI) November 8, 2023
બુધવારે (8, નવેમ્બરે) મીડિયા સામે આવીને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે માફી માંગી છે, જેનો વિડીયો હાલ સોશિયલ મીડીયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહેતા સંભળાય છે કે, “જો મારા નિવેદનથી કોઈને દુખ પહોંચ્યું છે તો હું માફી માંગું છું. મેં કોઈને ઠેસ પહોંચાડવા માટે આ નિવેદન નહોતું આપ્યું. મારી વાતથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગું છું મારી વાતથી જો લોકોને દુખ થયું હોય તો હું મારા શબ્દો પાછા ખેંચું છું.” તે બાદ તેમણે એમ પણ દાવો કર્યો કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું હતું, તેઓ મહિલાનું ઘણું સન્માન પણ કરે છે.
શું હતો વિવાદ?
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેઓ વિધાનસભા ગૃહમાં યૌન સંબંધોને લઈને ખૂબ અભદ્ર રીતે વાતો કરી રહ્યા હતા. ઘણી એવી વાતો હતી જે ન કહેવી જોઈતી હતી. તેમણે અભદ્ર રીતે કહ્યું હતું કે, “કી અગર પઢ લેગી લડકી, ઓર જબ શાદી હોગા લડકા-લડકી કા, તો જો પુરુષ હોતા હૈ વો તો રોજ રાત મેં શદિયા હોતા હૈ ઉસકે સાથ કરતા હૈ ના, ઉસી મેં ઔર (બચ્ચા) પૈદા હો જાતા હૈ. ઔર લડકી પઢ લેતી હૈ તો હમકો માલૂમ થા કી ઉ કરેગા ઠીક હૈ! લેકિન અંતિમ મેં ભીતર મત ઘુસાઓ, ઉસકો બાહર કર દો. કરતા તો હૈ.” તેમના આ નિવેદનથી ત્યાં હાજર મહિલા સભ્યો ક્ષોભની સ્થિતિમાં મુકાયા હતા. જ્યારે પરિષદમાં હાજર બીજેપી કાઉન્સિલર નિવેદિતા સિંહ નીતિશના આ નિવેદન પર દુખી થઈને રડવા લાગ્યા હતા. આ અભદ્ર નિવેદનનો વિડીયો વાયરલ થયા બાદ દેશભરમાં નીતિશ કુમારની ટીકા થવા લાગી હતી.