Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણ‘શાદી કે બાદ રોજ રાત કો લડકા……’: બિહાર વિધાનસભામાં CM નીતીશ કુમારનો...

    ‘શાદી કે બાદ રોજ રાત કો લડકા……’: બિહાર વિધાનસભામાં CM નીતીશ કુમારનો બફાટ, અભદ્ર વાતોનો વીડિયો વાયરલ થયા બાદ થઈ રહી છે ટીકા; મહિલા આયોગે કહ્યું- માફી માંગો

    નીતીશ કુમારના આ નિવેદન દરમિયાન વિધાનસભા ગૃહમાં અન્ય સભ્યો અને ખાસ કરીને મહિલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયાં હતાં તો ઘણાએ વાત હસવામાં કાઢી હતી. નીતીશની બાજુમાં જ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પણ બેઠા હતા, જેઓ પણ સાંભળીને હસી રહ્યા હતા.

    - Advertisement -

    બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનો એક વીડિયો ફરતો થયો છે, જેમાં તેઓ વિધાનસભા ગૃહમાં સંબોધન કરતી વખતે ન કહેવાની વાતો કહેતા જોવા મળે છે. આ સંબોધન મંગળવારનું (7 નવેમ્બર) હોવાનું કહેવાય રહ્યું છે. તેઓ વસ્તીવૃદ્ધિ પર વાત કરી રહ્યા હતા, ત્યારે અભદ્ર ભાષા વાપરી હતી. સોશિયલ મીડિયા પર તેમની ખૂબ ટીકા થઈ રહી છે. 

    બિહાર વિધાનસભામાં મંગળવારે જાતિગત વસતીગણતરીના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સીએમ નીતીશ કુમાર પણ સંબોધન કરવા ઉભા થયા. દરમ્યાન તેઓ વધતી વસતી અંગે ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે 1 મિનીટ સુધી સ્ત્રી-પુરૂષના શારિરીક સંબંધો વિશે વાત કહી. 

    નીતીશ કુમાર કહેતા જોવા મળે છે કે, “કી અગર પઢ લેગી લડકી, ઓર જબ શાદી હોગા લડકા-લડકી કા, તો જો પુરુષ હોતા હૈ વો તો રોજ રાત મેં શદિયા હોતા હૈ ઉસકે સાથ કરતા હૈ ના, ઉસી મેં ઔર (બચ્ચા) પૈદા હો જાતા હૈ. ઔર લડકી પઢ લેતી હૈ તો હમકો માલૂમ થા કી ઉ કરેગા ઠીક હૈ! લેકિન અંતિમ મેં ભીતર મત ઘુસાઓ, ઉસકો બાહર કર દો. કરતા તો હૈ.”

    - Advertisement -

    આગળ સીએમ નીતીશ કહે છે કે, “તેમાં જ સંખ્યા ઘટી રહી છે. હવે તમે જુઓ કે જે સંખ્યા પહેલાં હતી, પહેલાં શું હતું? 4.3, હવે ઘટીને ગયા વર્ષે જે રિપોર્ટ આવ્યો, તેમાં આવ્યું છે 2.9 અને આપણે હવે બહુ જલ્દી 2 પર આવી જઈશું.”

    નીતીશ કુમારના આ નિવેદન દરમિયાન વિધાનસભા ગૃહમાં અન્ય સભ્યો અને ખાસ કરીને મહિલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયાં હતાં તો ઘણાએ વાત હસવામાં કાઢી હતી. નીતીશની બાજુમાં જ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પણ બેઠા હતા, જેઓ પણ સાંભળીને હસી રહ્યા હતા. બીજી તરફ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો, જેને લઈને લોકોએ વિવિધ પ્રતિક્રિયા આપી અને મોટાભાગનાએ નીતીશ કુમારની ટીકા કરી. 

    લોકોએ કહ્યું કે, નીતીશ કુમારે વિધાનસભા ગૃહમાં એક સીએમ તરીકે બોલતી વખતે ભાષાની મર્યાદા રાખવી જોઈતી હતી. 

    ભાજપ નેતા વિનોદ તાવડેએ લખ્યું કે, ભાષા વિચારો અને સંસ્કારોનું દર્પણ હોય છે. આ અશોભનીય ભાષા નીતીશ કુમારના સંસ્કારોને બખૂબી દર્શાવે છે. 

    ઘણા લોકોએ આ ટિપ્પણીઓને દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક ગણાવી હતી અને INDI ગઠબંધન પર પણ સવાલો ઉઠાવ્યા હતા. 

    આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે (NCW) પણ વાંધો ઉઠાવ્યો છે. એક નિવેદનમાં સંસ્થાએ જણાવ્યું કે, દેશની તમામ મહિલાઓ વતી NCW સીએમ તાત્કાલિક નીતીશ કુમારની બિનશરતી માફીની માંગ કરે છે. વિધાનસભામાં તેમણે કરેલી અશોભનીય ટિપ્પણીઓ દેશની એ તમામ મહિલાઓ માટે અપમાનજનક છે, જેઓ ગરિમા અને સન્માનની પૂરેપૂરી હકદાર છે. ભાષણ દરમિયાન તેમણે વાપરેલી અપમાનજનક ભાષા સમાજ પર કાળો ધબ્બો છે. જો કોઇ નેતા લોકતંત્રમાં આ રીતે ખુલ્લેઆમ ટિપ્પણી કરી શકે તો કલ્પના કરી શકાય કે તેના નેતૃત્વમાં રાજ્યની શું સ્થિતિ હશે. આ પ્રકારના વર્તન સામે અમે વાંધો ઉઠાવીએ છીએ અને જવાબદેહી નક્કી કરવા માટે અપીલ કરીએ છીએ.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં