Friday, October 18, 2024
More
    હોમપેજક્રાઈમહિંદુ યુવાન રામગોપાલની હત્યા પર મોઢામાં ભર્યા હતા મગ, આરોપી સરફરાઝ-તાલિબના એન્કાઉન્ટર...

    હિંદુ યુવાન રામગોપાલની હત્યા પર મોઢામાં ભર્યા હતા મગ, આરોપી સરફરાઝ-તાલિબના એન્કાઉન્ટર પર લેવા લાગ્યા છાજીયા: બહરાઈચ કાંડ પર વિપક્ષના બે મોઢા

    એવી એક પણ પાર્ટી નથી, કે જેમના નેતાઓ આ એન્કાઉન્ટર પર રો-કકળ ન કરી રહ્યા હોય. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, AIMIM આ તમામ પાર્ટીઓના નેતાઓ એનકાઉન્ટરથી નાખુશ છે અને ભાજપ સરકાર અને ઉત્તર પ્રદેશ પોલીસ પર સવાલો ઉભા કરી રહ્યા છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના બહરાઈચમાં (Baharaich) દુર્ગા પૂજા વિસર્જન દરમિયાન હિંસા બાદ રામગોપાલ મિશ્રા (Ram Gopal Mishra) નામના નિર્દોષ હિંદુ યુવાનની હત્યા કરી નાખનાર પાંચ આરોપીઓને UP પોલીસે (UP Police) પકડી લીધા છે. જેમાંથી 2ને એનકાઉન્ટર (Encounter) દરમિયાન ગોળી વાગી હતી. જેઓ હાલ સારવાર લઈ રહ્યા છે. ત્યારે હવે આ એન્કાઉન્ટરને લઈને વિપક્ષના પેટમાં તેલ રેડાયું છે. નિર્દોષ હિંદુ યુવકની હત્યા પર મૌન રહેલું વિપક્ષ પોલીસ સામે ગોળીઓ છોડનારના સરફરાઝ અને તાલિબના એનકાઉન્ટરથી નાખુશ છે.

    એવી એક પણ પાર્ટી નથી, કે જેમના નેતાઓ આ એન્કાઉન્ટર પર રો-કકળ ન કરી રહ્યા હોય. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, AIMIM આ તમામ પાર્ટીઓના નેતાઓ એનકાઉન્ટરથી નાખુશ છે અને ભાજપ સરકાર અને ઉત્તર પ્રદેશ પોલીસ પર સવાલો ઉભા કરી રહ્યા છે. મજાની વાત તો તે છે કે જયારે રામગોપાલ મિશ્રાની નિર્મમ હત્યા કરવામાં આવી, હત્યા બાદ જયારે રિપોર્ટ આવ્યા કે તેમની સાથે કેવી બર્બરતા થઇ હતી, તેના પણ આ તમામ નેતાઓ મૌન રહ્યા હતા. પરંતુ જેવા એનકાઉન્ટરના સમાચાર આવ્યા કે, તમામે કાળો કકળાટ કરી મૂક્યો.

    કોંગ્રેસ નેતાઓના પેટમાં મરોડ

    આ એન્કાઉન્ટરથી ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતાઓ વ્યથિત છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે આ એન્કાઉન્ટરને બનાવટી કહ્યું હતું. તેમણે આરોપ લગાવ્યા છે કે સરકાર પોતાની અસફળતા ઢાંકવા માટે આ પ્રકારે કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન તેમને પેટાચૂંટણીઓ વિષે પૂછતાં તેઓ કહેતા જણાયા કે તમામ ભેગા મળીને ભાજપને હરાવવા માટે કામ કરશે.

    - Advertisement -

    આ એન્કાઉન્ટર મામલે હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહેતા કોંગ્રેસી પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, “ઉત્તર પ્રદેશમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની ખુરશી ખતરામાં છે. જે પ્રદેશમાં ADGએ રમખાણો થયાના 48 કલાક બાદ બંદુક લઈને રસ્તા પર ઉતરવું પડે, ત્યાની કાનુન વ્યવસ્થા તમે સમજી શકો છો.” તેમણે ઉત્તર પ્રદેશ પોલીસ પર પણ સવાલો ઉભા કરતા કહ્યું કે, “ઉત્તર પ્રદેશની જે પોલીસ એક રૂટ વ્યવસ્થા નથી કરી શકતી તે એન્કાઉન્ટર કરવામાં સહુથી આગળ રહે છે.”

    રામગોપાલની હત્યા પર સમાજવાદી પાર્ટીએ એન્કાઉન્ટર પર છાજીયા લેવાનું શરૂ કર્યું

    માત્ર કોંગ્રેસ જ નહીં, તેમની INDI ગઠબંધનની (INDI Alliance) પાર્ટી સમાજવાદી પાર્ટીને પણ એન્કાઉન્ટરથી પેટમાં ચૂંક આવી છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) એન્કાઉન્ટર બાદ સરકાર પર આરોપ લગાવ્યો કે આવી ઘટનાઓ સતત બની રહી છે અને સરકારની નિષ્ફળતાના કારણે આ ઘટનાઓ બની રહી છે. તેમણે કહ્યું કે, સરકાર પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે એન્કાઉન્ટર કરી રહી છે.

    અખિલેશ યાદવે વધુમાં જણાવ્યું હતું કે, “એન્કાઉન્ટરના કારણે કાયદો અને વ્યવસ્થામાં સુધારો થતો હોત તો ઉત્તર પ્રદેશ અનેક આંકડાઓમાં અન્ય રાજ્યો કરતાં વધુ સારું હોત. તે વહીવટી નિષ્ફળતા હતી કે જ્યારે આ કાર્યક્રમ ત્યાંની (બહરાઈચ) પોલીસની જાણમાં હતો, તો શા માટે તેઓ શાંતિપૂર્ણ રીતે તેનું સંચાલન ન કરી શક્યા? એન્કાઉન્ટર અને નફરતને પ્રોત્સાહન આપવું એ આ સરકારની કામ કરવાની નવી રીત છે. આ કયાની ન્યાયિક વ્યવસ્થા છે?”

    બહરાઇચ એન્કાઉન્ટર કેસમાં સમાજવાદી પાર્ટીના જ નેતા રવિદાસ મેહરોત્રાએ જણાવ્યું હતું કે, “બહરાઇચમાં થયેલી હિંસા, આગચંપી અને લૂંટની ઘટના પાછળ પોલીસ, પ્રશાસન અને સરકારની સંપૂર્ણ નિષ્ફળતા હતી. બહરાઇચમાં ઘણા કલાકો સુધી આગચંપી થઈ હતી. પોલીસ ત્યાં પહોંચી ન હતી, પ્રશાસન પહોંચ્યું ન હતું અને ત્યાં તોફાન ફાટી નીકળ્યું હતું. આમાં પોલીસ-પ્રશાસન સંપૂર્ણપણે દોષિત છે. આ ઘટના માટે રાજ્ય સરકાર અને તેનો વહીવટ સંપૂર્ણપણે જવાબદાર હતો.”

    AIMIM ક્યાંથી પાછળ રહે?

    આટલી રાડારાડ થતી હોય અને AIMIM પાર્ટી મૌન રહે એવું બને? ઉપરથી હત્યારાઓનું એનકાઉન્ટર કર્યું તે ‘સમુદાય વિશેષ’ના ત્યારે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપતા X પોસ્ટ મારફતે કહ્યું હતું કે, “બહરાઇચ હિંસાના આરોપીઓના પોલીસ ‘એન્કાઉન્ટર’ વિશેનું સત્ય જાણવું અઘરું નથી. યોગીની ‘ઠોક દેંગે’ નીતિ વિશે બધા જાણે છે.” ઓવૈસીએ વધુમાં લખ્યું હતું કે, જો પોલીસ પાસે આટલા પુરાવા હોત તો આરોપીઓને કાયદાકીય રીતે સજા થાય તેવા પ્રયાસો થયા હોત.

    AIMIMના નેતા વારિશ પઠાણે પણ બહરાઈચ એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા હતા. નિર્દોષ હિંદુની હત્યા પર મૌન રહેલા આ નેતાને અચાનક જ્ઞાન સ્ફૂર્યું અને કહ્યું કે, “દેશ બંધારણથી ચાલશે. દેશ યોગીની ઠોક દેંગેની નીતિથી નહીં ચાલે. આજે યુપીમાં તેનો નજરો જોવા મળ્યો. બે આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરના નામે ગોળી મારી દીધી. આરોપી સરફરાઝની બહેને પહેલા જ આશંકા જતાવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.”

    AIMIMના નેતાની આ વાત સાંભળીને એમ પ્રશ્ન ચોક્કસથી થાય કે, જો કોઈ હત્યાનો આરોપી પકડાઈ જાય અને તેનું કોઈ સગું-વ્હાલું વિડીયો બનાવીને એમ કહી દે કે અમને આશંકા છે કે તેને ફાંસી આપી દેશે. ને વળી એ વ્યક્તિને જો ખરેખર ફાંસીની સજા થાય તો શું AIMIMના નેતા એમ કહેશે કે ન્યાય પ્રણાલી ખોટી છે અને ફાંસી આપવાની કાર્યવાહી ખોટી છે? માત્ર AIMIMના જ નેતા કેમ? ઉપર ટાંકેલા અને એ સિવાયના અઢળક વિપક્ષી નેતાઓ તે સમયે ક્યાં હતા? જયારે ખબર પડી કે ઇસ્લામી કટ્ટરપંથીઓએ નિર્દોષ હિંદુ યુવકની છાતીમાં 30/35 ગોળીઓ ધરબી દીધી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં