Friday, November 22, 2024
More
    હોમપેજદેશલોકસભાની સાથે આંધ્ર પ્રદેશ અને ઓડિશા વિધાનસભાની પણ મતગણતરી: આંધ્રમાં NDA બહુમતી...

    લોકસભાની સાથે આંધ્ર પ્રદેશ અને ઓડિશા વિધાનસભાની પણ મતગણતરી: આંધ્રમાં NDA બહુમતી તરફ,ઓડિશામાં ભાજપે મારી બાજી; ગુજરાત પેટાચૂંટણીમાં પણ BJP મોખરે

    આંધ્ર પ્રદેશ અને ઓડિશાના સંયુકત પરિણામની વાત કરવામાં આવે તો, હમણાં સુધીના અણસાર પ્રમાણે આંધ્ર પ્રદેશમાં NDAની સરકાર બનવાની પૂર્ણ સંભાવના છે. જ્યારે ઓડિશામાં પણ ભાજપના પ્રદર્શનને જોઈને લાગી રહ્યું છે કે, કદાચ ભાજપની સરકાર બનશે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ અને ઓડિશા વિધાનસભાની ચૂંટણીના પરિણામો પણ 4 જૂન, 2024ના રોજ જાહેર થઈ રહ્યા છે. આંધ્રના મોટા ભાગના એક્ઝિટ પોલમાં NDA સરકાર બનતી જોવા મળી હતી. જ્યારે સત્તારૂઢ YSRCPની કારમી હાર દેખાઈ રહી હતી. મતગણતરીના પરિણામોમાં પણ એવું જ જોવા મળી રહ્યું છે. તે સાથે જ ઓડિશામાં પણ ભાજપ આગળ વધતી જોવા મળી રહી છે.

    મંગળવારે (4 જૂન, 2024) આંધ્ર પ્રદેશ અને ઓડિશા વિધાનસભાની પણ મતગણતરી ચાલી રહી છે. આંધ્ર પ્રદેશમાં YSRCPના જગન મોહન રેડ્ડી 2019થી સત્તામાં છે. ગત વખતે જગન મોહને 175માંથી 151 બેઠકો પર એકતરફી જીત મેળવી હતી. રાજ્યમાં ભાજપે ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને અભિનેતા પવન કલ્યાણની જનસેના પાર્ટી (JSP) સાથે ગઠબંધન કર્યું છે. 11:30 કલાકના આંકડા અનુસાર, આંધ્ર પ્રદેશમાં TDP 116 બેઠકો પર આગળ વધી રહી છે. JNP 15 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 6 બેઠકો પર આગળ છે. બીજી તરફ સામે પક્ષે YSRCP માત્ર 22 બેઠકો પર આગળ છે. આંધ્ર પ્રદેશમાં NDAની સરકાર બને તેવા અણસાર દેખાઈ રહ્યા છે.

    આંધ્ર પ્રદેશ મતગણતરી (ફોટો: ECI)

    ઓડિશા વિધાનસભાની વાત કરવામાં આવે તો BJDના નવીન પટનાયક સતત 24 વર્ષ (વર્ષ 2000)થી મુખ્યમંત્રીપદ સંભાળી રહ્યા છે. તાજેતરમાં ભાજપે ઓડિશામાં કોઈને મુખ્યમંત્રીપદનો ચહેરો બનાવ્યો નથી. ભાજપ અહીં વડાપ્રધાન મોદીના ચહેરા પર જ ચૂંટણી લડી રહી છે. 11:30 કલાકના આંકડા અનુસાર, ઓડિશાની કુલ 147 વિધાનસભા બેઠકોમાંથી 56 બેઠકો પર ભાજપ આગળ છે, જ્યારે 37 બેઠકો પર BJD આગળ છે. રાજ્યમાં કોંગ્રેસ માત્ર 7 બેઠકો પર જ આગળ છે.

    - Advertisement -

    આંધ્ર પ્રદેશ અને ઓડિશાના સંયુકત પરિણામની વાત કરવામાં આવે તો, હમણાં સુધીના અણસાર પ્રમાણે આંધ્ર પ્રદેશમાં NDAની સરકાર બનવાની પૂર્ણ સંભાવના છે. જ્યારે ઓડિશામાં પણ ભાજપના પ્રદર્શનને જોઈને લાગી રહ્યું છે કે, કદાચ ભાજપની સરકાર બનશે. અમુક કલાકો બાદ બંને રાજ્યોમાં સરકારની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

    ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી

    લોકસભા ચૂંટણીના પરિણામોની સાથે જ ગુજરાતની 5 વિધાનસભા બેઠકોના પણ 4 જૂનના રોજ પરિણામ જાહેર થવા જઈ રહ્યા છે. ગુજરાતની વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે. તમામ પાંચેય બેઠકો પર ભાજપ આગળ છે. 11:30 કલાકના આંકડા અનુસાર, વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ડૉ. સીજે ચાવડા કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પટેલ કરતાં 5777ની લીડથી આગળ વધી રહ્યા છે.

    પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ ઉમેદવાર ઓડેદરા રાજુ કરતાં 29489ની લીડથી આગળ છે. માણાવદર વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણી કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ કંસાગરા કરતાં 2674ની લીડથી આગળ વધી રહ્યા છે. ઉપરાંત ખંભાત બેઠક પરથી ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલ કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર કરતાં 11510ની લીડથી આગળ છે અને વાઘોડિયા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસના કનુભાઈ ગોહિલ કરતાં 12423ની લીડથી આગળ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં