Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતઅમિત શાહ, પરષોત્તમ રૂપાલા, સીઆર પાટીલ, મનસુખ માંડવિયા... તમામ દિગ્ગજો બહુમતી સાથે...

    અમિત શાહ, પરષોત્તમ રૂપાલા, સીઆર પાટીલ, મનસુખ માંડવિયા… તમામ દિગ્ગજો બહુમતી સાથે આગળ: ગુજરાતમાં 23 બેઠકો પર ભાજપ આગળ-1 પર બિનહરીફ, 2 પર કોંગ્રેસ પર આગળ

    લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ગુજરાતમાં 22 લોકસભા બેઠકો પર ભાજપ આગળ વધી રહી છે. જ્યારે 2 બેઠકો પર કોંગ્રેસ આગળ છે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ગાંધીનગર, રાજકોટ, નવસારી, પોરબંદર, ભાવનગર, વલસાડ સહિતની 22 બેઠકો પર ભાજપ આગળ છે.

    - Advertisement -

    દેશભરમાં લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. NDA બહુમતી સાથે આગળ વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ ભાજપ ઘણી બેઠકો પર આગળ વધી રહી છે. ચૂંટણી પંચ અનુસાર, ગુજરાતની 23 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. જ્યારે માત્ર 2 બેઠકો પર કોંગ્રેસ આગળ વધી રહી છે. ભાજપ જે 23 બેઠકો પર આગળ ચાલે છે, તેમાં ની સુરત લોકસભા બેઠક પર તો ભાજપ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. જ્યારે બાકીની 22 બેઠકો પર ભાજપ આગળ છે.

    4 જૂન, 2024 અને મંગળવારના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ગુજરાતમાં 23 લોકસભા બેઠકો પર ભાજપ આગળ વધી રહી છે. જ્યારે 2 બેઠકો પર કોંગ્રેસ આગળ છે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ગાંધીનગર, રાજકોટ, નવસારી, પોરબંદર, ભાવનગર, વલસાડ સહિતની 23 બેઠકો પર ભાજપ આગળ છે. ગાંધીનગરથી ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજકોટથી ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, નવસારીથી સીઆર પાટીલ, પોરબંદરથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને વલસાડથી ધવલ પટેલ આગળ ચાલી રહ્યા છે.

    બીજી તરફ ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી સાથે ભાજપ ટક્કર પર છે. અહીં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાની સામે આમ આદમી પાર્ટીએ વિવાદિત ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા હતા. તે સિવાય ભાવનગર લોકસભા બેઠક પર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, મતગણતરી દરમિયાન ભાજપના નીમુબેન બાંભણીયા ભાવનગર લોકસભા બેઠક પર આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ભાજપ ઉમેદવાર રેખાબેન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. તે સિવાય પાટણ અને જૂનાગઢ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, ગત 16 માર્ચ, 2024ના રોજ લોકસભા ચૂંટણી 2024 માટેની જાહેરાત થઈ અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાઇ છે. ગુજરાતમાં ત્રીજા ચરણમાં 7 મે, 2024ના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું. હાલ 25 બેઠકોની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. તેથી ગુજરાતની એક લોકસભા બેઠક પહેલાંથી જ ભાજપના ખાતામાં આવી ચૂકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં