જેમ જેમ 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સમગ્ર દેશની જેમ હવે ગુજરાતમાં પણ રાજનૈતિક હલચલ શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત સૌરાષ્ટ્રથી એક અગત્યના સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર AAPના પાંચ ધારાસભ્યોમાંથી એક એવા વિસાવદરના MLA ભૂપત ભાયાણીએ કેજરીવાલની પાર્ટી સાથે છેડો ફાડ્યો છે અને ધારસભ્ય પદેથી રાજીનામું આપવાના છે.
ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, આમ આદમી પાર્ટીમાં થઈ મોટી બગાવત..
— Zee 24 Kalak (@Zee24Kalak) December 13, 2023
– AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામું આપશે#Gujarat #Election2024 #AAP #BJP #AAPGujarat @ArvindKejriwal @AamAadmiParty pic.twitter.com/2WM2Py09wO
અહેવાલોની માનીએ તો AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણી આજે એટલે કે બુધવાર, 13 ડિસેમ્બર 2023ના રોજ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી શકે છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. માહિતી એ પણ મળી રહી છે કે મંગળવાર, 12 ડિસેમ્બર 2023ના રોજ તેઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પણ મળ્યા હતા.
પહેલા પણ લાગી ચૂકી છે ભાજપમાં જોડાવવાની અટકળો
નોધનીય છે કે બરાબર એક વર્ષ પહેલા વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના એક અઠવાડિયામાં જ AAP તરફથી લડીને વિસાવદર બેઠક પાર્થ ધારાસભ્ય બનેલા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે તેવી અટકળો લાગી હતી.
એ પણ નોંધનીય છે કે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીના માત્ર 2 વર્ષ પહેલા જ ભાયાણી BJP છોડીને AAPમાં જોડાયા હતા. પરંતુ બાદમાં આ બધી અટકળો શાંત થઈ ગઈ હતી અને તેઓ AAPમાં જ રહ્યા હતા.
હવે બરાબર એક વર્ષ બાદ ફરીથી ભાયાણી AAP છોડીને BJPમાં જોડશે તેવા અહેવાલો ફરતાં થયા છે. ત્યારે જોવાનું એ રહેશે કે જો ખરેખર આમ થાય તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીના અન્ય 4 ધારાસભ્યો શું કરશે! જેમાંથી એક, દેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવા તો એક મહિનાથી વધુ સમયથી ધરપકડથી બચવા માટે ફરાર છે અને ભાગેડુ જાહેર થઈ ચૂક્યા છે.