Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતAAPના ભાગેડુ ધારાસભ્ય ચૈતર વસાવાની વધી મુશ્કેલીઓ: સેશન્સ કોર્ટે આગોતરા જામીનની અરજી...

    AAPના ભાગેડુ ધારાસભ્ય ચૈતર વસાવાની વધી મુશ્કેલીઓ: સેશન્સ કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી, ઘણા સમયથી ફરાર છે MLA

    સેશન્સ કોર્ટના જજ એન.આર. જોષીએ આગોતરા જામીન અરજી અંગે વધુ સુનાવણી હાથ ધર્યા બાદ ધારાસભ્યના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા. આ અગાઉ સોમવારે (20 નવેમ્બરે) સરકારી વકીલ અને ચૈતર વસાવાના વકીલની દલીલો કોર્ટે સાંભળી હતી. જે બાદ બધા પાસાને તપાસી જોઈને કોર્ટે આપ ધારાસભ્યની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે.

    - Advertisement -

    નર્મદા જિલ્લાની દેડિયાપાડા બેઠકના આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાક સમયથી ફરાર છે. વનકર્મીઓ સાથે મારમારી અને ધમકી આપ્યાનો ગુનો નોંધાયા બાદથી ભાગતા ફરતા AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ હવે વધતી જણાય છે. ગુનો દાખલ થયા બાદથી તેઓ આગોતરા જામીન માટે પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ તેમની આશાઓ પર પાણી ફરી ગયું છે. રાજપીપળા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે તેમની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે. એટલે હજુ સુધી ચૈતર વસાવાને ભાગતા ફરતા રહેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

    મંગળવારે (21 નવેમ્બરે) રાજપીપળા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે AAP ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે. સેશન્સ કોર્ટના જજ એન.આર. જોષીએ આગોતરા જામીન અરજી અંગે વધુ સુનાવણી હાથ ધર્યા બાદ ધારાસભ્યના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા. આ અગાઉ સોમવારે (20 નવેમ્બરે) સરકારી વકીલ અને ચૈતર વસાવાના વકીલની દલીલો કોર્ટે સાંભળી હતી. જે બાદ બધા પાસાને તપાસી જોઈને કોર્ટે આપ ધારાસભ્યની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે.

    સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે, “નામદાર ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી આવતા તેના પર ઘણી ચર્ચા બાદ જજ એન.આર. જોષીએ આગોતરા જામીન નામંજૂર કર્યા છે અને અરજી ફગાવી દીધી છે.” તેમણે કારણ જણાવતા કહ્યું હતું કે, “ધારાસભ્ય એક જવાબદાર વ્યક્તિ હોવા છતાં આવા ગુના કરે છે અને ભૂતકાળમાં પણ ઘણા ગુનાઓ કર્યા છે. જે તમામ રેકોર્ડને જોતાં જામીન અરજી ફગાવાઈ છે.” હાલ સમગ્ર મામલાને જોતાં ચૈતર વસાવા પાસે હવે હાઈકોર્ટનો દરવાજો ખખડાવવા સિવાય કોઈ વિકલ્પ નથી.

    - Advertisement -

    શું છે સમગ્ર કેસ?

    આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવીને માર મારવાનો અને હવામાં ગોળીબાર કરવાનો આરોપ છે. ગત 29 ઓક્ટોબરે ફોરેસ્ટ કર્મચારીઓએ ડેડિયાપાડાના એક ગામમાં વન વિભાગની જમીન પર ગેરકાયદેસર કરવામાં આવેલ ખેતી હટાવી દીધી હતી. જેને લઈને ખેડૂતે ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂઆત કરી હતી.

    વસાવાએ બીજા દિવસે વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા અને આરોપ છે કે અહીં તેમને ધમકી આપીને, માર મારીને ખેડૂતને ‘વળતર’ ચૂકવવા માટે કહ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે તેના PAએ ફરી કર્મચારીઓનો સંપર્ક કરીને વળતર અપાવ્યું હતું. આ ઘટના બાદ ફોરેસ્ટના કર્મચારીઓએ પોલીસ ફરિયાદ કરી હતી.

    ફરિયાદના આધારે પોલીસે ચૈતર વસાવા, તેની પત્ની, PA અને ખેડૂત સામે રાયોટિંગ, ધમકી, ખંડણી વગેરે ગુનાની કલમ હેઠળ કેસ દાખલ કરીને ત્રણની ધરપકડ કરી લીધી હતી, જ્યારે ચૈતર હજુ ફરાર છે. જેની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં