Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘તેરી મા કા…’: સભા કરવા માટે ચૂંટણી પંચ સમક્ષ પરવાનગી માંગી તો...

    ‘તેરી મા કા…’: સભા કરવા માટે ચૂંટણી પંચ સમક્ષ પરવાનગી માંગી તો ગાળો ભાંડવામાં આવી, એ પણ લેખિતમાં: AAPનો આરોપ, 5 કોમ્પ્યુટર ઑપરેટરો સસ્પેન્ડ 

    આમ આદમી પાર્ટીએ એક નેતાની પોસ્ટને ક્વોટ કરીને આ બાબત જણાવી છે, જેમણે 2 સ્ક્રીનશૉટ શૅર કર્યા છે. આ સ્ક્રીનશોટ ચૂંટણી પંચ તરફથી મળેલો જવાબ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે હરિયાણામાં તેમના ઉમેદવારે સભા કરવા માટે ચૂંટણી પંચ પાસે અનુમતિ માંગી તો સામે ગાળો ભાંડવામાં આવી હતી, તે પણ લેખિતમાં! સોશિયલ મીડિયા પર પાર્ટી આ મામલે હોબાળો મચાવી રહી છે. બીજી તરફ, આ મામલે સંજ્ઞાન લઈને પાંચ કોમ્પ્યુટર ઑપરેટરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

    આમ આદમી પાર્ટીએ X પર એક પોસ્ટ કરીને ઘટનાને ‘શરમજનક’ ગણાવી અને ચૂંટણી પંચ પર પોતાની ઑફિસમાં ભાજપના ટ્રોલની ભરતી કરવાનો આરોપ લગાવ્યો. સાથે કહ્યું કે, જ્યારે AAP ઉમેદવારે કાર્યક્રમ માટે ચૂંટણી પંચ પાસે પરવાનગી માંગી તો પંચે AAP ઉમેદવારને લેખિતમાં ગાળો ભાંડીને કાર્યક્રમની પરવાનગી આપવાની ના પાડી દીધી. AAPએ આગળ લખ્યું કે, “ચૂંટણી પંચ દેશને સ્પષ્ટ જણાવે છે કે તેમની જવાબદારી દેશની તમામ પાર્ટીઓ પ્રત્યે નથી અને તેઓ ભાજપની એક રાજકીય શાખા બનીને રહી ગયા છે.”

    આમ આદમી પાર્ટીએ એક નેતાની પોસ્ટને ક્વોટ કરીને આ બાબત જણાવી છે, જેમણે 2 સ્ક્રીનશૉટ શૅર કર્યા છે. આ સ્ક્રીનશોટ ચૂંટણી પંચ તરફથી મળેલો જવાબ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બેમાંથી એક સ્ક્રીનશૉટમાં જોવા મળે છે કે ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમની પરવાનગી રદ કરીને સાથે કારણમાં ગાળો ભાંડવામાં આવી છે. 

    - Advertisement -

    ‘પરવાનગીની વિગતો’ દર્શાવતા આ ડોક્યુમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીની સભા કરવાની અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની અરજી રદ કરવામાં આવે છે. કારણમાં લખવામાં આવ્યું છે- કોણી ડેંડે. હરિયાણવી ભાષામાં તેનો અર્થ થાય છે- નહીં આપું. 

    અન્ય એક ડોક્યુમેન્ટ સમાન પ્રકારનું છે, જેમાં પણ પાર્ટીની કાર્યક્રમ કરવાની પરવાનગી માંગતી અરજી રદ કરી દેવાઇ છે. જ્યારે રદ કરવાના કારણો દર્શાવતી ટિપ્પણીમાં લખવામાં આવ્યું છે- ‘તેરી મા કા ભો&^’ 

    શું છે મામલો?

    વાસ્તવમાં, હરિયાણાના કુરુક્ષેત્રના કૈથલમાં આમ આદમી પાર્ટીના શુભમ રાણાએ સભા કરવા અને તેમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા માટે પરવાનગી માંગતી એક અરજી ચૂંટણી પંચને કરી હતી. જણાવવામાં આવ્યું હતું કે, આ કાર્યક્રમ રવિવારે (7 એપ્રિલ) સવારે 9 વાગ્યેથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે, જેના માટે અનુમતિ આપવામાં આવે. આ કાર્યક્રમમાં હરિયાણાના AAPના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર ગુપ્તા પણ ભાગ લેવાના હતા. 

    પરંતુ પાર્ટીનો આરોપ છે કે ચૂંટણી પંચ દ્વારા તેમને પરવાનગી તો ન અપાઈ, પરંતુ સાથે ગાળો ભાંડવામાં આવી. પછીથી સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો. 

    રિપોર્ટ અનુસાર, આ મામલે SDM અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર બ્રહ્મ પ્રકાશે સંજ્ઞાન લઈને પાંચ કોમ્પ્યુટર ઑપરેટરોને સસ્પેન્ડ કરવા માટે આદેશ આપ્યો હતો. આ સિવાય તેમણે આ મામલે પોલીસ અધિકારીઓને પણ તપાસ કરવા માટે જણાવ્યું. જોકે, તેમણે પોર્ટલ હૅક થઈ ગયું હોવાની સંભાવનાઓ પણ નકારી નહીં. 

    હરિયાણાની 1૦ લોકસભા બેઠકો પર આગામી 25 મેના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેનાં પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં