Friday, November 22, 2024
More
    હોમપેજમંતવ્યપ્રિયંકા ગાંધી વાડ્રાનાં ખોટાં વચનોએ ટ્વીટર કબજે કર્યું; કર્ણાટકમાં ગઈકાલે આપેલાં વચનોની...

    પ્રિયંકા ગાંધી વાડ્રાનાં ખોટાં વચનોએ ટ્વીટર કબજે કર્યું; કર્ણાટકમાં ગઈકાલે આપેલાં વચનોની પોલ ખુલી ગઈ

    ટ્વીટર પર આ તમામ આરોપોનો જવાબ તો જોવા મળ્યો જ હતો પરંતુ સાથે સાથે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પ્રિયંકાએ કર્ણાટકનાં લોકોને ગઈકાલે જે વાયદાઓ કર્યા છે તેની કેવી હાલત છે તેનું સત્યશોધન પણ કરી દીધું હતું.

    - Advertisement -

    આ વર્ષે દેશના ઘણાબધાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, જેમાં કર્ણાટક પણ સામેલ છે. સામાન્ય રીતે કોંગ્રેસ કોઇપણ ચૂંટણી પ્રચાર માટે મોડી જાગતી હોય છે. પરંતુ કર્ણાટકની આવનારી ચૂંટણીઓ માટે આ વખતે કોંગ્રેસ વહેલી જાગી છે. ગઈકાલે પ્રિયંકા ગાંધી વાડ્રાએ કર્ણાટકમાં પક્ષના પ્રચારના શ્રીગણેશ કર્યા હતાં.

    પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમની આદત અનુસાર વગર કોઈ હોમવર્ક કરે ભારતીય જનતા પાર્ટીની કર્ણાટક સરકાર પર કેટલાંક આક્ષેપો કર્યા હતાં. પરંતુ કાયમ જેમ બનતું આવ્યું છે તેમ આ આરોપોની હવા સોશિયલ મીડિયા નેટવર્ક સાઈટ ટ્વીટર પર થોડાં જ કલાકોમાં નીકળી ગઈ હતી. પ્રિયંકાએ મુખ્યત્વે પેટ્રોલના ભાવ તેમજ રાજ્યમાં મહિલાઓની પરિસ્થિતિને લઈને હાલની રાજ્ય સરકાર પર આરોપો કર્યા હતાં.

    તો ટ્વીટર પર આ તમામ આરોપોનો જવાબ તો જોવા મળ્યો જ હતો પરંતુ સાથે સાથે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પ્રિયંકાએ કર્ણાટકનાં લોકોને ગઈકાલે જે વાયદાઓ કર્યા છે તેની કેવી હાલત છે તેનું સત્યશોધન પણ કરી દીધું હતું. ઘણાબધાં યુઝર્સ દ્વારા પુરાવા સાથે પ્રિયંકા વંધી વાડ્રાએ કરેલા આરોપોની કલાઈ ખોલી નાખી હતી.

    - Advertisement -

    ચાલો જોઈએ આવી જ કેટલીક ટ્વીટ્સ જેનાં દ્વારા કોંગ્રેસના સર્વેસર્વા ગાંધી પરિવારના જ એક સભ્ય એવા પ્રિયંકા વાડ્રાને સત્યના દર્શન કરાવવામાં આવ્યાં હતાં.

    લાલા ઉર્ફે Fabulas Guy એ પ્રિયંકા ગાંધી વાડ્રા દ્વારા ગઈકાલની પોતાની સભામાં રાજ્યમાં પેટ્રોલના વધેલાં ભાવનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો તેનાં પર ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં કર્ણાટકમાં હાલનો પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર શું છે અને કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં આ ભાવ શું છે તે જણાવ્યું હતું. હાલમાં જ હિમાચલ પ્રદેશની સરકારે ચૂંટાયા બાદ અને સરકાર બનાવ્યા બાદ પેટ્રોલીયમ પ્રોડક્ટ્સ પર VAT વધારી દીધો છે એ હકીકત પણ અહીં નોંધવા જેવી છે.

    ‘લડકી હું લડ સકતી હું’ આ સૂત્ર પ્રિયંકા ગાંધી વાડ્રાએ આપ્યું હતું. પરંતુ કોંગ્રેસ દ્વારા દેશની મહિલાઓને કેવી રીતે અપમાનિત કરવામાં આવે છે તેની અસંખ્ય ટ્વીટ્સ પણ જોવા મળી હતી.

    એક યુઝર પ્રકાશે એક જુનો વિડીયો ટ્વીટ કર્યો છે જેમાં કોંગ્રેસની સભામાં ભાગ લેવા માટે મહિલાઓને સાડી આપવાનો વાયદો કર્યો હતો જે પૂરો કરવામાં આવ્યો ન હતો.

    સુપ્રિમ કોર્ટના જાણીતા વકીલ પ્રશાંત ઉમરાવે કર્ણાટકમાં મહિલાઓની હાલત પર ચિંતા કરતાં પ્રિયંકા ગાંધીને એક વિડીયો દ્વારા એમ જણાવવાનો પ્રયાસ કર્યો હતો કે કોંગ્રેસ પોતાના રાજ્યોમાં મહિલાઓની સુરક્ષા વિષે કેટલું વિચારે છે.

    લક્ષ્ય 2024 દ્વારા ટ્વીટ કરવામાં આવેલા એક વિડીયોમાં સાડીના વાયદાની જેમજ કોંગ્રેસ દ્વારા આયોજિત મેરેથોનમાં કન્યાઓને મોબાઈલ અને સ્કુટી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. જ્યારે છોકરીઓએ મહેનત કરીને દોડ પુરી કરી ત્યારે તેમને ફક્ત બિસ્કીટ આપી દેવામાં આવ્યાં હતાં.

    નીતુ દબાસ દ્વારા પણ એક વિડીયો ટ્વીટ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં પ્રિયંકા ગાંધી વાડ્રા મહિલાઓના સન્માન વિષે વાત કરતાં જોવાં મળે છે તો બીજી તરફ કર્ણાટકનાં જ એક કોંગ્રેસી ધારાસભ્ય  બળાત્કાર જેવા ગંભીર વિષયની કેવી મજાક ઉડાડી રહ્યાં છે એ પણ જોવા મળે છે.

    તો ગઈકાલે જ પ્રિયંકા ગાંધી વાડ્રાને મળવા આવેલી કેટલીક મહિલાઓ જે તેમની સાથે સેલ્ફી ખેંચવા માંગતી હતી તેનું અપમાન કર્ણાટકના જ વરિષ્ઠ કોંગ્રેસી નેતા ડી શિવકુમાર કેવી રીતે કરી રહ્યાં છે તે અંગેની એક વિડીયો ટ્વીટ અંકિત ગર્ગ નામના એક યુઝરે કર્યો હતો.

    સમર્ચા નામ ધરાવતા એક યુઝરે બે ફોટા ટ્વીટ કર્યા છે. જેમાં કોંગ્રેસે કર્ણાટકમાં તેની સરકાર બનશે તો 200 યુનિટ વીજળી ફ્રી આપશે તેવું વચન આપતી એક જાહેરાત છપાવી છે તેનો ફોટો છે. તો બીજી તરફ રાજસ્થાનની સરકારે ફ્રી વીજળી આપવાનો વાયદો કર્યા પછી વીજળીના બીલ ન ભરનારની શું હાલત કરી એ જણાવવામાં આવ્યું છે.

    આ રીતે કોંગ્રેસ કર્ણાટકના ચૂંટણી યુદ્ધમાં વહેલી કુદી તો પડી છે પરંતુ સજાગ ટ્વીટર યુઝર્સે તેની પોલ બહુ ઝીણવટથી ખોલી નાખી છે.

    આ યુગ આમ પણ સોશિયલ મીડિયાનો યુગ છે આથી કોઇપણ પ્રકારનું અસત્ય ચોવીસ કલાકથી વધુ ટકતું નથી. પરંતુ લાગે છે કે કોંગ્રેસ આટઆટલી હાર પછી પણ સોશિયલ મીડિયાનો હકારાત્મક ઉપયોગ કરવાનું શીખી નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં