5 રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે માત્ર એક જ સારા સમાચાર આવ્યા છે અને તે છે – તેલંગાણા. તેલંગણાની રચના થઈ ત્યારથી ત્યાં BRSની સત્તા હતી. ઉલ્લેખનીય છે કે BRS (ભારત રાષ્ટ્ર સમિતિ)નું નામ પહેલા TRS (તેલંગાણા રાષ્ટ્ર સમિતિ) હતું, પરંતુ મુખ્યમંત્રી KCR (કાલવાકુન્તલા ચંદ્રશેખર રાવ)ની રાષ્ટ્રીય રાજનીતિની મહત્વાકાંક્ષાઓને કારણે ડિસેમ્બર 2022 માં તેનું નામ BRS રાખવામાં આવ્યું હતું. જોકે હવે પોતાના જ રાજ્ય તેલંગાણામાં તેમની એવી દુર્ગતિ થઇ ગઈ છે કે તેમના માટે દિલ્હી ખૂબ દૂર છે. આ પાછળ મુસ્લિમોએ બદલેલો પોતાનો મૂડ પણ જવાબદાર છે.
તેલંગાણામાં કોંગ્રેસ 64 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. બહુમત માટે 60 સીટોની જરૂર હોય છે, એવામાં તેમની સરકાર બનવાનું નક્કી છે. સાથે જ ત્યાં છેલ્લા 10 વર્ષથી સત્તા પર રહેલી BRS માત્ર 39 સીટો પુરતી રહી ગઈ છે. ભાજપની વાત કરીએ તો પહેલા તેની પાસે એક જ ધારાસભ્ય હતા પરંતુ હવે તેની પાસે 8 છે. બીજી તરફ, AIMIMએ હૈદરાબાદમાં પહેલાની માફક જ 8માંથી 7 બેઠકો પોતાની પાસે રાખી. હૈદરાબાદમાં ભાજપ એક માત્ર બેઠક જીતી છે તે છે ગોશમહલ – ત્યાંથી રાજા સિંઘે ધારાસભ્ય તરીકે હેટ્રિક લગાવી છે.
તેલંગાણામાં BRS અને AIMIM એક સમજૂતી હેઠળ ચૂંટણી લડી રહ્યા છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના સમર્થનના કારણે BRSને પણ મુસ્લિમ મતોનો ફાયદો મળી રહ્યો છે. હૈદરાબાદના મુસ્લિમ મતદારો હંમેશા AIMIMની સાથે રહે છે. પરંતુ આ ચૂંટણીમાં એવું લાગી રહ્યું છે કે મુસ્લિમોએ BRS-AIMIMની જગ્યાએ કોંગ્રેસ પાર્ટીને પ્રાથમિકતા આપી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના વોટની ટકાવારી 39.40 હતી, જ્યારે બીઆરએસને 37.35 ટકા વોટ મળ્યા હતા.
KCRએ આપ્યું હતું ‘મુસ્લિમ IT પાર્ક’નું વચન
બંને પક્ષોએ મુસ્લિમ મતદારોને આકર્ષવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. KCRએ મુસ્લિમો માટે એક અલગ આઇટી પાર્ક બનાવવાનું વચન પણ આપ્યું હતું. જો BRS સત્તામાં પાછી ફરશે તો હૈદરાબાદ નજીક પહાડીશરીફમાં મુસ્લિમો માટે આ આઇટી પાર્ક બનાવવાની વાત તેમણે કરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તે મુસ્લિમોને માત્ર વોટબેંક માની રહી છે અને તેમના વિકાસ માટે કોઈ કામ નથી કરી રહી. તેમણે શિક્ષણ અને રોજગારમાં મુસ્લિમો માટે અનામત વધારીને 12 ટકા કરવાની જાહેરાત પણ કરી હતી.
તેમણે મુસ્લિમો માટે ‘શાદિખાના’ તૈયાર કરવાની જાહેરાત કરી હતી. માત્ર મુસ્લિમો માટે 296 આવાસીય શાળાઓ ખોલી. એટલે કે તેમને રાજ્યની 13 ટકા વસ્તી પર વધારાના 12,000 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડ્યા હતા. હવે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે BRSને I.N.D.I. ગઠબંધનમાં કોઈ એન્ટ્રી નહીં મળે. લોકસભાની ચૂંટણીમાં પક્ષની સ્થિતિ વધુ નબળી પડશે, કારણકે મુસ્લિમ મતો માટેનીં મારામારી વધુ તીવ્ર બનશે. જો કે, મુસ્લિમ મતદારોના વલણથી સ્પષ્ટ છે કે તેઓ 2024 ની લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબૂત બનાવવા માંગે છે જેથી તેઓ ભાજપ વિરુદ્ધની લડાઇમાં આવી શકે.
તેમણે મુસ્લિમ છોકરીઓ માટે ‘શાદી મુબારક’ નામની યોજના રજૂ કરી હતી, જે અંતર્ગત તેમને લગ્ન માટે આર્થિક મદદ કરવામાં આવે છે. તેમણે તુર્કીની રાજધાની ઇસ્તંબુલની તર્જ પર જૂના હૈદરાબાદને વિકસાવવાની વાત કરી હતી. ચૂંટણી પહેલા જમાત-એ-ઈસ્લામીના પ્રદેશ અધ્યક્ષ હામિદ મોહમ્મદ ખાને કહ્યું હતું કે અમારી પાસે BRSને સમર્થન આપવાનું ચાલુ રાખવાનું કોઈ કારણ નથી. તેમણે પાર્ટી પર સંસદમાં મુસ્લિમ વિરોધી બિલોને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ટ્રીપલ તલાક વિરુદ્ધ બિલ દરમિયાન KCRની પાર્ટી વોટિંગમાં ગેરહાજર રહી હતી. આ સાથે જ જમિયત ઉલેમા-એ-હિન્દના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ હાફિઝ પીર સબ્બીર અહમદે પણ BRS પર મુસ્લિમોને 12 ટકા અનામતના મુદ્દે મુસ્લિમોને આપેલું વચન તોડવાનો આરોપ લગાવ્યો હતો. તેલંગાણામાં મુસ્લિમોની વસ્તી 13 ટકા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તેલંગાણાના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાંથી પણ પસાર થઈ હતી. આ વખતે ઓવૈસીની પાર્ટીએ 9 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, જ્યારે બાકીની તમામ બેઠકો પર BRSને ટેકો આપ્યો હતો.
મુસ્લિમ વોટર્સને સાધવા કોંગ્રેસની વિશેષ રણનીતિ
તેમ છતાં, મુસ્લિમ મતદારોએ KCRને તેમની પ્રથમ પસંદગી ન બનાવી, જ્યારે ઓવૈસી 9માંથી 7 બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા. જ્યાં એક તરફ KCR મુસ્લિમ તુષ્ટિકરણમાં ડૂબી ગયા હતા, ત્યારે કોંગ્રેસે પણ મુસ્લિમ મતદારોને લલચાવવા માટે કોઈ ઓછો પ્રયાસ નથી કર્યો. તેલંગાણામાં મુસ્લિમ મતદારોને આકર્ષવા માટે કર્ણાટકના હાઉસિંગ અને લઘુમતી કલ્યાણ મંત્રી ઝમીર અહેમદ ખાનની નિમણૂક કરવામાં આવી હતી. તેઓ 28 દિવસ સુધી તેલંગાણામાં રહ્યા અને મુસ્લિમ સમુદાયના નેતાઓ, વિચારકો અને પાર્ટીના મુસ્લિમ નેતાઓ સાથે એક પછી એક બેઠક કરી.
તેમણે મુસ્લિમ પ્રભાવવાળા વિસ્તારોમાં અનેક રેલીઓ પણ કરી હતી. 49 બેઠકો પર તેમણે કોંગ્રેસની તરફેણમાં મુસ્લિમોનું ધ્રુવીકરણ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. તેમણે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે રણનીતિ પર ચર્ચા કરી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે પણ સતત સંપર્કમાં હતા. આ વ્યૂહરચના હેઠળ BRS અને AIMIMના ઘણા નેતાઓને પણ કોંગ્રેસમાં લાવવામાં આવ્યા. કર્ણાટકના અન્ય ઘણા મુસ્લિમ નેતાઓ પણ તેલંગાણામાં તૈનાત કરાયા હતા.
આ બધાં જ કારણો હતાં કે ગ્રેટર હૈદરાબાદને બાદ કરતાં કોંગ્રેસને તેલંગાણાના લગભગ દરેક જિલ્લામાં મુસ્લિમ મતો મળ્યા. ઓવૈસીએ હૈદરાબાદના ગોશમહલથી કોઈ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા ન હતા જ્યાંથી ફાયરબ્રાન્ડ હિંદુ નેતા રાજા સિંઘ સતત જીતતા આવ્યા છે. જ્યુબિલી હીલ્સ મતવિસ્તારમાં BRSના ઉમેદવારે પોતાના પ્રતિસ્પર્ધીને કોંગ્રેસના ઉમેદવાર અઝહરુદ્દીન સામે મેદાનમાં ઉતાર્યા હતા. પરિણામ એ આવ્યું કે અહીંથી કોંગ્રેસની હાર થઈ. જો કે કોંગ્રેસે તેનો પ્રચાર એવી રીતે કર્યો હતો કે જાણીજોઈને મુસ્લિમ મતોનું વિભાજન થઈ રહ્યું હતું.
આથી એમ કહી શકાય કે, અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદનો ગઢ તો જેમ-તેમ કરીને બચાવી લીધો પરંતુ તેલંગણાના બાકીના ભાગમાં તેઓ મુસ્લિમ મતો પોતાના મિત્ર KCRને ટ્રાન્સફર કરી શક્યા નહોતા. ઝમીર અહમદ ખાને એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસની ગેરંટી યોજનાઓ ઉપરાંત 49 બેઠકો માટે ‘મુસ્લિમ થિંક ટેન્ક’ સાથે ચૂંટણી રણનીતિ બનાવવાની પ્રક્રિયા સફળ રહી. તેમણે આ વિજયનો શ્રેય મુસ્લિમ સમુદાયના નેતાઓ સાથેની બેઠકોને પણ આપ્યો હતો.
‘જન કી બાત’ના સંસ્થાપક પ્રદીપ ભંડારીનું પણ માનવું છે કે મુસ્લિમ વોટ પોતાને મજબૂત કરવા માટે કોંગ્રેસ તરફ ગયો છે. તેમણે વિધાનસભાની ચૂંટણીમાં તેલંગાણા માટે સચોટ મૂલ્યાંકન કર્યું હતું. જન કી બાત વિશ્લેષણમાં કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસને 48-64 બેઠકો મળી શકે છે, જ્યારે BRS 40-55 બેઠકો વચ્ચે રહેશે, અને ભાજપ પાસે 13 બેઠકો હશે. તેનું મૂલ્યાંકન સચોટ હતું અને BRSને તેમના મૂલ્યાંકનથી માત્ર 1 જ બેઠક ઓછી મળી.
‘જે મોદી વિરુદ્ધ મજબૂત હશે, તેના વિરુદ્ધ મુસ્લિમ વોટ એકઠા કરવામાં આવશે’: પ્રદીપ ભંડારી
ઑપઇન્ડિયાએ પ્રદીપ ભંડારી સાથે તેલંગાણામાં મુસ્લિમ મતદારોના વલણ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે મુસ્લિમ વોટનો મુખ્ય ઉદ્દેશ્ય ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રોકવાનો છે, જેમની પહેલી પ્રાથમિકતા હંમેશા કોંગ્રેસ પાર્ટી રહી છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે પણ મુસ્લિમ મતદારો જુએ છે કે કોંગ્રેસ મજબૂત બની શકે છે, ત્યારે તેઓ એ તરફ વળી જાય છે. તેમણે યાદ કર્યું કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ પાર્ટીએ એવો માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો કે 2024માં નરેન્દ્ર મોદીને હરાવી શકાય તેમ છે.
પ્રદીપ ભંડારીનું માનવું છે કે આ કારણે મુસ્લિમ મતદારોને લાગ્યું કે ‘તેમની કોંગ્રેસ’ ખૂબ જ સારી રીતે ચૂંટણી લડી રહી છે, તેથી આવી સ્થિતિમાં મોટાભાગના મુસ્લિમ મતદારો BRSથી કોંગ્રેસમાં શિફ્ટ થઈ ગયા. રાજસ્થાનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, જ્યારે કન્હૈયા લાલ તેલીનું ‘સર તન સે જુદા’ કરીને ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હત્યા કરી હતી, ત્યારે તેમને મળેલા વળતરમાં વિલંબ થયો હતો, જ્યારે જયપુરમાં પરસ્પર સંઘર્ષમાં એક મુસ્લિમ યુવકનું મોત થયું ત્યારે કલેક્ટરે રાતોરાત 50 લાખ રૂપિયા આપ્યા હતા. તેથી જ મુસ્લિમો જાણે છે કે તેમની પ્રથમ પ્રાથમિકતા કોંગ્રેસ છે અને તેથી જ તેઓ ‘ઘર વાપસી’ કરવા માંગે છે.
નોંધનીય છે કે રાજસ્થાનમાં જ્યારે આ બધું થયું ત્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી. તેમણે આંકડાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યાં મુસ્લિમ મતદારો વધારે એટલે કે લગભગ 30 ટકા છે, ત્યાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને જીત મળી છે. તેમણે કહ્યું કે પહેલા કોંગ્રેસ એવું વિચારતી હતી કે જે સીટ પર મુસ્લિમો વધુ છે ત્યાં તેઓ માત્ર તેમના વિશે વાતો કરીને જ ચૂંટણી જીતશે, પરંતુ હવે એવું નથી થઈ રહ્યું. હવે તુષ્ટિકરણ સામે લોકો એકજૂથ થઈ રહ્યા છે.
ભંડારીએ તામિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનના એ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમણે સનાતન ધર્મને ડેન્ગ્યુ-મેલેરિયા ગણાવીને તેને ખતમ કરવાની વાત કરી હતી. ‘જન કી બાત’ના સંસ્થાપકે કહ્યું કે જાણીજોઈને કોંગ્રેસ પાર્ટીએ આ નિવેદનની નિંદા નથી કરી, જેની કિંમત ચૂકવવી તેમને પડી. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં જ્યાં મુસ્લિમ મતોનું વર્ચસ્વ છે, ત્યાં ભાજપનો વિજય થયો છે. છત્તીસગઢની આવી 12 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો પણ ભાજપને ફાળે ગઈ હતી.
Friends,
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) December 3, 2023
Jan Ki Baat ( @jankibaat1 ) Exit Poll gets it 100% Accurate in Rajasthan & Telangana. Excellent work by team of young data researchers on the ground. This takes our total tally of accurate elections to 38 in last 8 years.
For my home state Madhya Pradesh, I salute the… pic.twitter.com/c8chEFd3Ot
પ્રદીપ ભંડારીએ કહ્યું કે મુસ્લિમ મતો માત્ર કોંગ્રેસની પાછળ જ નહીં, પરંતુ જો તેઓ પશ્ચિમ બંગાળમાં જુએ કે મમતા બેનર્જીની TMC મજબૂત છે, તો તે તેની પાછળ એકત્રિત થશે. સાથે જ તેલંગાણામાં કોંગ્રેસ મજબૂત છે, તેથી તેની પાછળ આ વોટ એકત્ર થયા છે. પ્રદીપ ભંડારી આમાં બીજી એક નોંધવા જેવી વાત તરફ ધ્યાન દોરે છે – હિન્દી હાર્ટલેન્ડના પરિણામો બાદ મુસ્લિમ મતદારોમાં હતાશા જોવા મળી રહી છે કે તેઓ પોતાનાથી બનતા તમામ પ્રયાસ કર્યા પછી પણ નરેન્દ્ર મોદીને રોકી શકતા નથી.
પ્રદીપ ભંડારીનું કહેવું છે કે., “મુસ્લિમ મતદારો કોઈપણ પક્ષ સામે એકત્રિત થશે જેનું માનવું છે કે 2024માં તેઓ નરેન્દ્ર મોદીને હરાવી શકે છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી કે દક્ષિણ ભારતમાં કોંગ્રેસ પાર્ટી, પરંતુ તેઓ તમિલનાડુમાં DMKની પાછળ એકત્ર થશે. બંગાળ અને બિહારમાં તેઓ કોંગ્રેસની પાછળ નહીં જાય.” એટલે કે, તેમનું સ્પષ્ટ માનવું છે કે કોંગ્રેસ મુસ્લિમોની પ્રથમ પસંદ હશે, પરંતુ જ્યાં ક્ષેત્રીય તાકતો ભાજપ વિરુદ્ધ મજબૂતીથી લડી રહી છે તો ત્યાં તેમની સાથે આ મતદારો જશે.