Friday, November 22, 2024
More
    હોમપેજમિડિયાતિરુપતિના જે બીફવાળા પ્રસાદથી કરોડો હિંદુઓને લાગ્યો આઘાત, 'live mint' માટે તે...

    તિરુપતિના જે બીફવાળા પ્રસાદથી કરોડો હિંદુઓને લાગ્યો આઘાત, ‘live mint’ માટે તે માત્ર એક ‘ભેળસેળ’: એક ભક્તની વેદનાની નિશા સુસાને ‘કયા અમ્મા મર ગઈ’ કહીને ઉડાવી મજાક

    સુસાનની ટિપ્પણીઓ અને લેખો માત્ર અસંવેદનશીલતાનું ઉદાહરણ નથી, પણ મોટા સામાજિક અને ધાર્મિક સંકટને પણ પ્રકાશિત કરે છે. જ્યારે આપણે આવા મુદ્દાઓ પર વિચાર કરીએ છીએ, ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે, દરેક માન્યતાનું સન્માન થાય અને સંવેદનશીલતા સાથે તેના પર સંવાદ થાય.

    - Advertisement -

    અંગ્રેજી ભાષાના મિન્ટ (LiveMint) અખબારે 28 સપ્ટેમ્બર 2024ના રોજ લેખિકા નિશા સુસાનનો (Nisha Susan) એક લેખ પ્રકાશિત કર્યો હતો, જેમાં તેમણે તિરુપતિ પ્રસાદ વિવાદ (Tirupati Prasad Controversy) પર ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં કટાક્ષ અને ઉપહાસ ઉડાવવાની ભાવના વધુ હતી. જોકે, લેખ પત્રકારત્વના ધોરણોની મજાક બનીને રહી ગયો છે. તેમણે તિરુપતિ લડ્ડુ બનાવવામાં વપરાતા ઘીમાં જાનવરોની ચરબીને (Beef Fat) માત્ર ‘ભેળસેળ’નો મામલો ગણાવ્યો હતો. સુસાને લખેલા લેખની શરૂઆત અત્યંત અસંવેદનશીલ અને વિવાદાસ્પદ ટિપ્પણીથી થઈ હતી, જેણે સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે.

    મિન્ટ (mint) અખબારમાં નિશા સુસાને તેના લેખની શરૂઆત લેખિકા સાઈસ્વરૂપા ઐયરની (SaiSwaroopa Iyer) પોસ્ટથી કરી હતી, જેમાં લેખિકાએ જણાવ્યું હતું કે, તેમની માતાએ તિરુપતિ લડ્ડુની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સુસાને સાઈસ્વરૂપાનું નામ લેવામાં ખૂબ સાવધાની રાખી હતી. જોકે, ઘટનાઓ તેમના અનુમાન અનુસાર થઈ શકી નહીં. સાઈસ્વરૂપાની માતાના મૃત્યુની ઈચ્છા જાહેર કરતાં સુસાને કહ્યું કે, ‘કયા અમ્મા મર ગઈ’. તે અહીં જ ના અટકી, પરંતુ સાઈસ્વરૂપાના માતા દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓની તુલના તેણે પાલતુ જાનવરોની ઘટનાઓ સાથે કરી હતી.

    મિન્ટ અખબારના અહેવાલમાં નિશા સુસાને જે પોસ્ટ મૂકી હતી, તે પોસ્ટ 19 સપ્ટેમ્બર, 2024ના રોજ લખવામાં આવી હતી. પોતાની પોસ્ટમાં લેખિકા સાઈસ્વરૂપાએ લખ્યું હતું કે, “2-3 વર્ષથી, જ્યારે પણ અમ્મા તિરુપતિ લડ્ડુ ખાતા હતા, ત્યારે તેઓ બીમાર પડી જતાં હતા. અમને પણ માતા રોકતા હતા કે, વધુ લડ્ડુ ન ખાઓ. અમને લાગ્યું કે, આ તેમની સામાન્ય ચિંતા છે, કારણ કે તેમને દરેક જગ્યાએ સ્વચ્છતા વિશે સો ફરિયાદો રહેતી હતી. હવે મને લાગે છે કે, તેમના ભીતર લડ્ડુમાં કઈક ખોટું હોવાનો અહેસાસ હતો.”

    - Advertisement -

    આ પોસ્ટને ટાંકીને સુસાને લખ્યું કે, “મને આ પોસ્ટ તેના ઉદાસી, નિરાશાજનક સ્વર માટે રસપ્રદ લાગી. શું અમ્મા મરી ગઈ? અને એવું કેમ નથી થતું કે લેખક તેને તેવી રીતે લખે, જેવી રીતે કોઈ પરિવાર પાલતુ જાનવરની વાત કરી રહ્યો હોય, જેમ કે ઘોડો જે ક્ષતિગ્રસ્ત પુલને પાર કરી શક્યો નહીં, અથવા કૂતરો જે લાકડાના ઢગલાની નીચે સર્પ પર ભસતો હતો અને કુટુંબના બાળકને બચાવી લીધો? અને શા માટે અમ્મા તે ગુપ્ત રહેલા નાયકને નથી પૂછતાં કે, લડ્ડુ શા માટે તેમને પરેશાન કરે છે? આ પોસ્ટને મેં તેના કુત્રિમ આકર્ષણ માટે ઘણી વાંચી છે.”

    મહત્ત્વની વાત એ છે કે, સાઈસ્વરૂપાની આ પોસ્ટની નકલ અનેક યુઝર્સ દ્વારા કરવામાં આવી હતી, અથવા આપણે કહી શકીએ કે, અન્ય ઘણા સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ દ્વારા ધ્યાન ખેંચવા માટે પોસ્ટની ચોરી કરવામાં આવી હતી. મૂળ લેખકે તેનો વિરોધ પણ કર્યો ન હતો, પરંતુ તેમને લેફ્ટ-લિબરલો અને કહેવાતા ફેક્ટચેકર્સ તરફથી ધિક્કારનો સામનો કરવો પડ્યો હતો, જેમણે દાવો કર્યો હતો કે, તે ભૂતપૂર્વ આંધ્ર પ્રદેશ સરકાર સામેની “ટૂલકીટ”નો ભાગ હતા, જેનું નેતૃત્વ વાય. એસ. જગન મોહન રેડ્ડી કરી રહ્યા હતા.

    જોકે, સાઈસ્વરૂપાએ તે સમયે પ્લેગેરિજમને હળવાશથી લીધી હતી. એક પોસ્ટમાં તેમણે લખ્યું, “અડધુ મગજ ધરાવનાર કોઈપણ વ્યક્તિ ટાઈમ સ્ટેમ્પ જોઈને સમજી શકે છે. પરંતુ પેરિપેરિટાર્ડસ અને તેમના લોકો પાસેથી આની અપેક્ષા રાખવામાં આવે છે. હું મ્યૂટ કરીને ફ્રી પબ્લિસિટીનો આનંદ લઈ રહી છું, તમે લોકોએ મને 200+ નવા ફોલોઅર્સ આપ્યા છે. આભાર.”

    સાઈસ્વરૂપા પર વધુ કટાક્ષ કરતાં સુસાને લખ્યું, “જેવુ કે આ સાબિત થયું, મને આ વાંચવાની વધુ તકો મળશે કારણ કે, આ અત્યંત વિશિષ્ટ કહાની ડઝનેક એકાઉન્ટ્સ દ્વારા ટ્વિટ કરવામાં આવી હતી, દરેક ‘ભેળસેળવાળા’ તિરુપતિ લડ્ડુ સ્કેન્ડલમાં પોતાની વ્યક્તિગત કહાની રજૂ કરવાનું બહાનું બનાવી રહ્યા છે. આ ઘટનાને Xના લડાકુઓ દ્વારા ‘વન નેશન, વન અમ્મા, વન લડ્ડુ’ યોજના જાહેર કરવામાં આવી.”

    સાઈસ્વરૂપાની માતા પર સુસાનની અસંવેદનશીલ ટીકા પર હોબાળો

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા સાઈસ્વરૂપાએ કહ્યું, “મને આશા નહોતી કે, આ પોસ્ટ વાયરલ થશે અને છેલ્લા દસ દિવસ ખૂબ જ ચિંતાયુક્ત રહ્યા છે અને હવે મિન્ટ દ્વારા પ્રકાશિત આ લેખ એક ક્રૂર આઘાત તરીકે સામે આવ્યો છે.” તેમણે સુસાનની ટિપ્પણીઓની ટીકા કરતી પોસ્ટ પણ શેર કરી. તેમણે લખ્યું, “તમારે કેટલી સસ્તી લોકપ્રિયતા જોઈએ છે કે, તમે એક માતાના મોતની કામના કરો છો નિશા સુસાન? આ સસ્તી ગંદકી પ્રકાશિત કરવા માટે લાઈવ મિન્ટ પર શરમ આવે છે.”

    સુસાનના લેખ પર પ્રતિક્રિયા આપતા ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પણ લેખિકા દ્વારા ઉપયોગમાં લેવાયેલી અપમાનજનક ભાષા પર ચિંતા વ્યક્ત કરી હતી. લેખક અભિષેક અગ્રવાલે લખ્યું, “કયા વહ મર ગઈ હૈ?” શું આ લાઇવ મિન્ટમાં સંપાદકીય સમીક્ષા સમાપ્ત થઈ ગઈ છે? સિરિયસલી? તમારી સાથે શું ખોટું થયું છે? શું એવી કોઈ હદ છે, જેને તમે તમારા એજન્ડા માટે પાર નહીં કરો? અને નિશા સુસાન વિશે જેટલું ઓછું કહેવામાં આવે તેટલું જ ઘણું છે. હિંદુઓ પ્રત્યે જેટલી ઘૃણા તે રાખે છે, ભગવાન તેમના પર દયા કરે.”

    લેખક અરુણ કૃષ્ણને લખ્યું, “શેમ ઓન યુ લાઈવ મિન્ટ. કોઈની માતા વિશે ‘શું તે મરી ગઈ છે’ પૂછવું? તે પણ એક સારા માણસ અને સાઈસ્વરૂપા જેવા અદ્ભુત લેખિકા વિશે?”

    ઑપઇન્ડિયાના એડિટર-ઇન-ચીફ નૂપુર જે શર્માએ લખ્યું, “મને બહુ આશ્ચર્ય ના થયું કે, આ બકવાસ લાઇવ મિન્ટની સંપાદકીય ટીમે પાસ કરી દીધું. ખ્રિસ્તી જગન હેઠળ હિંદુ મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું હતું અને એક ખ્રિસ્તી ‘નિશા સુસાન’ આપણને કહે છે કે, તે કોઈ મોટી વાત નથી. બીજું શું? તે સાઈસ્વરૂપાની માતાને “શું તે મરી ગઈ છે” લખે છે અને તેની સરખામણી પાળેલા કૂતરા સાથે કરે છે.”

    ઘટનાના મૂળ સુધી જઈએ તો સાઈસ્વરૂપાની પોસ્ટ મજાકની ભાવનામાં નહોતી લખાઈ, પરંતુ તે વિશ્વાસ અને કુટુંબની જવાબદારીઓ વિશેની ચિંતાની હૃદયપૂર્વકની અભિવ્યક્તિ હતી. માતાની વૃત્તિ ઘણીવાર પરિવારોમાં વિશ્વાસપાત્ર હોય છે અને આ ઉદાહરણ તેનાથી અલગ નહોતું. જોકે, સુસાન માટે માન્યતા પ્રણાલીનો ઉપહાસ કરવાની આ એક યોગ્ય તક હતી અને આ તેના તરફથી થયેલી એક ગંભીર ભૂલ પણ હતી. કોઈના માતાના મોતની ઈચ્છા કરવી અને તે પણ માત્ર ભક્તિના કારણે, તો તે કોઈપણ કિંમતે યોગ્ય નથી જ.

    નોંધનીય છે કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિ મંદિરના પ્રસાદના મિશ્રિત ઘીમાં પ્રાણીઓની ચરબીનો મુદ્દો ઉઠાવ્યો હતો. બાદમાં લેબમાં કરવામાં આવેલા પરીક્ષણમાં એ પણ જાણવા મળ્યું કે, તિરુપતિ બાલાજી મંદિરના લડ્ડુ પ્રસાદમાં બીફ, ડુક્કરની ચરબી, માછલીનું તેલ અને ઘણા પ્રકારના વનસ્પતિ તેલ પણ હાજર હતા.

    જોકે, નિશા સુસાન મુજબ ઘીમાં માત્ર વનસ્પતિ તેલ જેમ કે સોયાબીન તેલ, સૂર્યમુખી તેલ અથવા પામ તેલની ભેળસેળ કરવામાં આવી હતી. તેના મતે, “લડ્ડુમાં પ્રાણીની ચરબીનો સમાવેશ થાય છે તે એક કલ્પના માત્ર હતી, જેણે તેને એક રાષ્ટ્રીય વિવાદમાં ફેરવી નાખી હતી.” પરંતુ સત્ય એ છે કે, ઘીમાં પ્રાણીની ચરબી હોવી, તે માત્ર કોઈ કલ્પના કે વિચાર નથી. પરંતુ તે એક એવી હકીકત છે, જે લેબ રિપોર્ટ દ્વારા સાબિત થઈ છે.

    આવી સ્થિતિમાં તે સ્પષ્ટ થાય છે કે, સુસાનનો લેખ તેના વિવાદાસ્પદ દૃષ્ટિકોણનું પ્રતીક બની ગયો છે અને તે તિરુપતિ લડ્ડુ પ્રત્યે તથા ભક્તોની આસ્થા પ્રત્યેનું નકારાત્મક વલણ દર્શાવે છે. આવા લેખો માત્ર અસંવેદનશીલતા જ નહીં પરંતુ સમુદાયની ધાર્મિક લાગણીઓ પ્રત્યે અનાદર પણ દર્શાવે છે.

    સુસાનની ટિપ્પણીઓ અને લેખો માત્ર અસંવેદનશીલતાનું ઉદાહરણ નથી, પણ મોટા સામાજિક અને ધાર્મિક સંકટને પણ પ્રકાશિત કરે છે. જ્યારે આપણે આવા મુદ્દાઓ પર વિચાર કરીએ છીએ, ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે, દરેક માન્યતાનું સન્માન થાય અને સંવેદનશીલતા સાથે તેના પર સંવાદ થાય. જ્યારે વ્યક્તિગત માન્યતાઓ અને પરંપરાઓની મજાક ઉડાવવામાં આવે છે, ત્યારે તે માત્ર સમુદાયને જ નહીં પરંતુ સમાજના એક મોટા વર્ગને અસર કરે છે.

    મૂળ લેખ અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયો છે, વાંચવા માટે અહીં ક્લિક કરો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં