ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષા બંધન નજીક આવી રહ્યો છે અને શરૂ થઇ ચુક્યો છે અન્ય દરેક હિન્દૂ તહેવારોની જેમ જ રક્ષાબંધનને પણ બદનામ કરવાનો કારસો. દર વર્ષની જેમ આ વર્ષે પણ કથિત ઉદારવાદીઓ, નારીવાદીઓ રક્ષાબંધનના પવિત્રને તહેવારને બદનામ કરવા મેદાને આવી પહોંચ્યા છે.
મોટા ભાગે આ કથિત સુધારાવાદીઓ, ઉદારવાદીઓ તથા નારીવાદીઓની મુખ્ય દલીલો એ હોય છે કે રક્ષા બંધન એ પિતૃપ્રધાન સમાજનું પ્રતીક છે; કોઈ પણ મહિલા પોતાની રક્ષા પોતે કરી જ શકે છે એ માટે તેમણે કોઈ પુરુષના આધીન રેહવાની જરૂર નથી, વગેરે વગેરે.
તો ચાલો આજે આપણે જાણીએ કે ખરેખર રક્ષા બંધનનો તહેવાર આવા કોઈ પિતૃપ્રધાન સમાજ દર્શન કરાવે છે કે શું? કે પછી દરેક હિન્દૂ તહેવારની જેમ જ રક્ષાબંધનને પણ બદનામ કરવાનો વામપંથીઓનો આ કારસો માત્ર છે!
રક્ષા બંધન પાછળની વિચારવસ્તુ
ભારતમાં અને સમગ્ર વિશ્વમાં હિન્દુ સમુદાય પવિત્ર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ‘રક્ષા બંધન’ નો તહેવાર ખુબ ઉત્સાહપૂર્વક ઉજવાતો હોય છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડાની આસપાસ રાખડી બાંધે છે જ્યારે બાદમાં ભાઈઓ તેમના પર ભેટો વરસાવતા હોય છે. રક્ષાબંધન એ એક પરંપરા છે જે ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધની ઉજવણી કરે છે, જેમાં તમામ ઉંમરની બહેનો પોતાના ભાઈઓને તેમની સંભાળની જવાબદારી આપે છે.
આ તહેવાર માત્ર લોહીના સંબંધના ભાઈ બહેનો પૂરતો જ માર્યાદિત નથી હોતો પરંતુ જે પણ સ્ત્રી અને પુરુષ એકબીજાને વ્યવહારથી ભાઈ બહેન માનતા હોય તેઓ, પતિ-પત્ની, પિતા-પુત્રી વગેરે પણ હોંશભેર આ તહેવાર ઉજવતા હોય છે.
અમુક વર્ષોથી ચાલુ થયેલો હિન્દૂ તહેવારોને બદનામ કરવાનો કારસો
છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્પષ્ટ છે કે, પશુ અધિકારો, પ્રદૂષણ અને અલબત્ત પિતૃસત્તાના નામે હિંદુ તહેવારોને બદનામ કરવા માટે લક્ષિત ઝુંબેશ શરૂ કરવામાં આવે છે. ‘રક્ષા બંધન’નો તહેવાર, ભાઈ-બહેન વચ્ચેના પ્રેમની ઉજવણી કરવા માટે ઉજવાય છે પરંતુ ડાબેરી-ઉદારવાદીઓ અને કથિત નારીવાદીઓએ તેને ‘પિતૃસત્તાને સમર્થન આપતી ચેષ્ટા’ તરીકે દર્શાવવાનું શરૂ કર્યા પછી વિવાદનો વિષય બન્યો છે. જેમ કે, ઉત્સવની ઉજવણી ન કરીને અને તેની વિરૂદ્ધ નિંદાઓ બોલીને, તેઓ દર વર્ષે ‘પિતૃસત્તાને તોડી પાડવાનો’ દાવો કરે છે.
આ માટે ઘણા ડાબેરી સંગઠનો તથા નારીવાદી સંગઠનો રીતસરના કેમ્પેઇન પણ ચાલવતા જોઈ શકાય છે. એમનું એકમાત્ર લક્ષ્ય હોય છે કોઈ પણ ભોગે હિંદુઓ અને હિન્દૂ તહેવારોને નીચા બતાવવા. તેઓ પોતાના આ લક્ષ્યને પહોંચી વળવા માટે જુદા જુદા સોશિયલ મીડિયા કેમ્પેઇન ઉપરાંત લાંબા લાંબા લેખ પણ લખીને ફરતા કરી દીતા હોય છે. ખુબ જોશ ચડે તો હાથમાં #SmashPatriarchy લખેલા પ્લેકાર્ડ લઈને ફોટા પણ વાઇરલ કરતા હોય છે.
રક્ષાબંધન વિશે એવું શું છે જે આપણા ઉદારવાદીઓને (Liberals) આટલા ગુસ્સે કરે છે? એક લોકપ્રિય કથા, જે ઘણીવાર ઉદારવાદીઓનું વર્ણન કરવા માટે વપરાય છે, તે એ છે કે સામાન્ય રીતે ઉદારવાદીઓ એવા લોકો છે જેઓ પ્રેમથી વંચિત છે. કદાચ તેઓને બાળકો તરીકે અવગણવામાં આવ્યા હતા, અથવા તેમની મમ્મી તેમને તેમના મનપસંદ રેસ્ટોરન્ટમાં બધા સમય લઈ જઈ શકતી ન હતી – જેણે તેમને ઊંડો ગુસ્સો આપ્યો હતો.
આમ, શક્ય છે કે પોતે પોતાના ભૂતકાળમાં અથવા વર્તમાનમાં પણ પરિવાર તરફથી પ્રેમ હૂંફથી વંચિત રહ્યા હોવાના કારણે આ ઉદારવાદીઓ, ડાબેરીઓ અને કથિત નારીવાદીઓને હિન્દૂ ભાઈ બહેનો, પરિવારો વચ્ચેનો આ પ્રેમનો સંબંધ પ્રેમનો તહેવાર તેમને ખૂંચી રહ્યો હોય!
શું ખરેખર રક્ષા બંધન પિતૃસત્તાને રજુ કરતો તહેવાર છે?
સૌપ્રથમ એવી દલીલ કરવામાં આવે છે કે રક્ષા બંધન ‘લૈંગિક’ (sexist) છે કારણ કે તે ભાઈઓને બહેનોની રક્ષા કરવાનો અધિકાર આપે છે – અને બહેનોને એ અધિકાર નથી અપાતો.
પરંતુ હકીકતે એમ નથી. આપણે આપણી આસપાસ કેટલાય એવા ઉદાહરણો જોતા આવ્યા છીએ કે જેમાં એક બહેન પોતાના ભાઈની રક્ષા માટે સામે આવતી હોય છે. પોતાના ભાઈ પાર કોઈ પણ તકલીફ આવતી દેખાય એટલે બહેન તરત એક મજબૂત દિવાલ તરીકે ભાઈની આગળ ઉભી રહી જતી હોય છે. મેં આવા ઉદાહરણો જોયા અને અનુભવ્યા છે. શું આપે ક્યારેય આવું જોયું છે?
નોંધનીય છે કે આ તહેવારમાં પોતાના સગા ભાઈ સિવાય સ્ત્રી કોઈ પણ પુરુષને, કોઈ પણ ધર્મ-જાતી-સમુદાયમાંથી, પોતાના ભાઈ તરીકે અપનાવી શકે છે. હિન્દૂ ધર્મ અને હિંદૂ ધર્મનો આ તહેવાર આ વિષયમાં સ્ત્રી સાથે કોઈ પણ જાતનો ભેદભાવ કે રોકટોક કરતો નથી. આ જ તો સુંદરતા છે હિન્દૂ ધર્મના તહેવારોની, જે ઉત્સવો દ્વારા પણ એકાત્મતાભાવ પ્રકટ કરતો હોય છે.
અરે આ તહેવાર માત્ર મનુષ્યો માટે જ નહિ પણ પ્રકૃતિ માટે પણ બનેલો છે. જ્યાં ઘણા હિંદુઓ (સ્ત્રી-પુરુષ બંને) વૃક્ષોને, પશુઓને રાખડી બંધીને તેમનું જતન અને સંરક્ષણ કરવાના કસમ ખાઈને એ નિભાવતા હોય છે. તો આવો પવિત્ર તહેવાર કઈ રીતે પિતૃસત્તાને રજૂ કરી શકે?
રક્ષાબંધનને બદનામ કરવાના વામીઓના હવાતિયાં
આ વર્ષ કાંઈ નવું નથી કે આ પહેલીવાર નથી કે આ ઉદારવાદીઓ કે વામિયો કે નારીવાદીઓ રક્ષા બંધનને બદનામ કરવા આગળ આવ્યા હોય.
વર્ષ 2018માં AIB (All India Bakchod) નામનું કોમેડી ગ્રુપ જે વધુ રાજનીતિ કરે છે અને ઓછી કોમેડી કરે છે, તેમણે તેમના ફેસબુક પેજ પર ‘રક્ષા બંધન અને પિતૃસત્તા’ શીર્ષકવાળી પોસ્ટ શેર કરી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં તેમનો ખુબ વિરોધ થયો હતો.
When your son ties Rakhi to you because your Sister sent it to him . Ha ha ha .. WISH YOU AL A VERY HAPPY RAKSHA BANDHAN. pic.twitter.com/Ty8sc53oHJ
— Ranganathan Madhavan (@ActorMadhavan) August 15, 2019
વર્ષ 2019માં જયારે અભિનેતા આર માધવને પોતાની બહેને મોકલાવેલ રાખડી તેમનો દીકરો તેમને બાંધી રહ્યો હોય તેવો ફોટો શેર કર્યો હતો ત્યારે પણ આ કથિત ઉદારવાદીઓ અને વામીઓના પેટમાં તેલ રેડાયું હતું અને આ નિર્દોષ ઘટનાનો પણ વિરોધ કરવા માંડ્યાં હતા.
With the final video of our week long ‘Rethinking Rakshabandhan’ campaign we would like to say THANK YOU to each one of you for taking time, efforts to reflect, sending it to us and be willing to share your story with the world. #Rakshabandhan #GenerationEquality pic.twitter.com/mwG4R3jhMf
— Sahas (@Sahas_1015) August 21, 2021
વર્ષ 2021માં ‘લિંગ સમાનતા’ના નામે ભ્રામક ઝુંબેશમાં સૌથી આગળ સાહસ નામની સંસ્થા હતી. એક અઠવાડિયાથી વધુ સમય સુધી, તેણે રક્ષા બંધન તહેવારમાં ‘પિતૃસત્તા’ ના અસ્તિત્વથી બેધ્યાન યુવતીઓ અને મહિલાઓના પ્રમાણપત્રો શેર કરતા વીડિયો અપલોડ કર્યા હતા. એક રવિવારના રોજ, તેણે એક વિડિયો શેર કર્યો જેમાં એક મહિલા પ્લેકાર્ડ ધરાવતી જોવા મળી હતી જેમાં લખ્યું હતું કે, ‘સ્ત્રીઓને પિતૃસત્તાની જરૂર નથી’, ‘આપણે મહિલાઓને પુરૂષોની જરૂર છે કે તેઓ અમારી સાથે સમાન વર્તન કરે’, ‘જે બહેનોને ભાઈ નથી તેઓને અલગતા અનુભવવાનું બંધ કરો.’
આમ પોતાના જીવનમાં હમેશાથી પ્રેમ અને હૂંફથી અળગા રહેલા આ ઉદારવાદીઓ અને કથિત નારીવાદીઓ એનકેન પ્રકારે દર વર્ષે અન્ય હિન્દૂ તહેવારોની જેમ જ રક્ષા બંધનને બદનામ કરવાના પોતાના કાર્યક્રમમાં લાગી જતા હોય છે.
પરંતુ શું આ લોકો તેવા દીકરી કે દીકરાની આંખમાં રહેલું દર્દ સમજી શકશે કે જેમને પોતાના ભાઈ કે બહેન ના હોવાના કારણે રક્ષા બંધનના દિવસે એક ખૂણામાં કોઈ એક રાખડી અથવા એક કાંડાની રાહ જોઈને બેસતા હોય છે. શું તેઓ આ નિર્દોષ બાળકોને પણ પિતૃસત્તા માટે જવાબદાર ગણશે?