‘ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા તાજેતરમાં જ એક અહેવાલ પ્રકાશિત કરીને દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય ‘ભારતીયોની જાતીય શુદ્ધતા’નો અભ્યાસ કરવા જઈ રહ્યું છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે આનુવંશિક ઇતિહાસ અંગે જાણવા માટે અને ભારતીય લોકોની જાતીય શુદ્ધતા અંગે અભ્યાસ કરવા માટે મંત્રાલય અત્યાધુનિક ડીએનએ પ્રોફાઈલિંગ કીટ અને મશીનો મેળવવાનું વિચારી રહ્યું છે. જોકે આ લેખ ‘ભ્રામક’ હોવાનું બહાર આવ્યા છતાં રાહુલ ગાંધી દ્વારા તેને શૅર કરીને એજન્ડા આગળ ધપાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.
લેખમાં જાતીય શુદ્ધતા’નો ઉલ્લેખ બેંગ્લોર સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝના આસિસ્ટન્ટ પ્રોફેસર વસંત શિંદેના નિવેદનને ટાંકીને કરવામાં આવ્યો છે. તેઓ કહે છે કે, તેમની ટીમ છેલ્લા 10,000 વર્ષોમાં થયેલા જનીન પરિવર્તન અને મિશ્રણનું અધ્યયન કરવા માંગે છે. તેમણે કહ્યું કે, “આનુવંશિક પરિવર્તન દુનિયાની અન્ય વસ્તીઓ સાથે ભારતીયોના વ્યવહાર અંગે જણાવે છે જેથી તેનો અભ્યાસ કરવાથી આપણા આનુવાંશિક ઇતિહાસ અંગે સ્પષ્ટ મત મળી શકશે.”
ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના લેખમાં ભારતીય વસ્તીના આનુવાંશિક ઇતિહાસ અંગે અભ્યાસ કરવા માટેની તપાસને જાતીય શુદ્ધતા’ માટેના અભ્યાસ તરીકે ગણાવી દેવામાં આવી હતી. જ્યારે ‘જાતિ’ની અવધારણા એક સામાજિક વ્યાખ્યા છે અને તેનો કોઈ જૈવિક આધાર નથી. અહીં ‘શુદ્ધતા’નો અર્થ DNA હેલોગ્રુપની ઉત્પત્તિ અંગે અભ્યાસ કરવાનો છે. આ બંને ભિન્ન બાબતોને જોડીને થયેલા ઇરાદાપૂર્વકના ઉલ્લેખના કારણે વાચકો મૂંઝવણમાં મૂકાયા હતા. જોકે, પછીથી સાંસ્કૃતિક મંત્રાલયે આ લેખને ‘ભ્રામક’ ગણાવીને સ્પષ્ટતા કરી હતી.
જોકે, રાહુલ ગાંધીએ આ લેખ થકી રાજકારણ રમવાની એક નવી તક મેળવી લીધી હતી. લેખ પહેલેથી ‘ભ્રામક’ હોવાનું બહાર આવ્યા છતાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા આ અહેવાલને ટાંકીને આ બાબતને આડકતરી રીતે નાઝી જર્મનીમાં હિટલરની જાતિવાદી નીતિઓ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે આનુવાંશિક ઇતિહાસ અંગેના અભ્યાસને ‘જાતીય શુદ્ધતા’ સાથે કોઈ સબંધ ન હતો.
સમાજમાં ધ્રુવીકરણને પ્રોત્સાહિત આપી શકે તેવા લેખને ટેગ કરીને રાહુલ ગાંધીએ લખ્યું, “આ પહેલાં એક દેશમાં ‘જાતીયશુદ્ધતા’નો અભ્યાસ કરવા માટે સાંસ્કૃતિક મંત્રાલય હતું, જે હજુ સુધી સમાપ્ત નથી થયું.” જે બાદ વડાપ્રધાનને સંબોધીને કહેવાયું છે કે, ભારત નોકરીની સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિ ચાહે છે, જાતીય શુદ્ધતા’ના અભ્યાસની નહીં.
The last time a country had a culture ministry studying ‘racial purity’, it didn’t end well.
— Rahul Gandhi (@RahulGandhi) May 31, 2022
India wants job security & economic prosperity, not ‘racial purity’, Prime Minister. pic.twitter.com/6q9qBAA9l8
કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે 28 મેના રોજ ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના આ લેખનું સંજ્ઞાન લઈને તેને ‘ભ્રામક અને તથ્યોથી વિપરીત’ ગણાવ્યો હતો. નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, “લેખમાં જણાવ્યા પ્રમાણે પ્રસ્તાવ આનુવંશિક ઇતિહાસ કે ભારતમાં જાતીય શુદ્ધતાનો અભ્યાસ કરવા માટેનો નથી.” નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, ભારતીય માનવ વિજ્ઞાન સર્વેક્ષણના પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવી રહી છે અને જે હાલ ચાલતા અમુક પ્રોજેક્ટ માટે કોલકત્તા સ્થિત DNA લેબને અપગ્રેડ કરવા સબંધિત છે.”
The Article – Culture Ministry to Study ‘Racial Purity’ of Indians, in Morning Standard on 28th May is misleading, mischievous and contrary to facts. The proposal is not related to establishing genetic history and “trace the purity of races in India” as alluded in article. pic.twitter.com/NMjtxCxia3
— Ministry of Culture (@MinOfCultureGoI) May 31, 2022
સંસ્કૃતિ મંત્રાલયે તથ્યાત્મક રીતે ખોટા હોવાના કારણે રિપોર્ટને ભ્રામક ઠેરવ્યા છતાં રાહુલ ગાંધીએ ‘જાતીય શુદ્ધતા’ અંગે કથિત શોધ વિરુદ્ધ ભાવનાઓ ભડકાવવા માટે ખોટા સમાચારને સનસનીખેજ બનાવી દીધા હતા. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જી કિશન રેડ્ડીએ એક ટ્વિટમાં રાહુલ ગાંધી પર નિશાન સાધતા લખ્યું, “રાહુલ ગાંધીના આ ટ્વિટ પહેલાં (કદાચ વિદેશથી કરવામાં આવ્યું હશે) ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયે લેખને ‘ભ્રામક’ હોવાનું સ્પષ્ટ કર્યું હતું. શું તેઓ એ વાતથી અજાણ છે કે જાણીજોઈને આ પ્રકારના ખોટા સમાચારોને આગળ ધપાવી રહ્યા છે?”
Prior to Sh Gandhi’s tweet (probably from somewhere abroad), the @MinOfCultureGoI had already flagged this article as ‘misleading’.
— G Kishan Reddy (@kishanreddybjp) May 31, 2022
Is he oblivious to this or has he intentionally chosen to further propagate such fake news? https://t.co/VXN2aeR1oT
જાણીતા આનુવંશિક બાબતોના વૈજ્ઞાનિક નીરજ રાયે ઇરાદાપૂર્વક ભ્રામક લેખ પ્રકાશિત કરવા બદલ ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસની ટીકા કરી છે. તેમણે લેખને ખોટો ગણાવતા કહ્યું કે, તેઓ તેમના રિસર્ચને ‘જાતીય શુદ્ધતા’નો અભ્યાસ ગણાવવાથી વ્યથિત છે. તેમણે કહ્યું કે, “DNA રિસર્ચથી માનવ સ્વાસ્થ્ય અને ઇતિહાસ અંગે આપણા જ્ઞાનમાં વધારો થઇ શકે છે. તેનો ઉપયોગ આ પ્રકારે ભેદભાવપૂર્ણ વિચારોને સમર્થન આપવા કરવો જોઈએ નહીં.”
Extremely upset to hear this mischievous article by @NewIndianXpress where our research being described as studying “racial purity”. DNA research has great potential for improving our understanding of human health and history and should not be used to support discriminatory ideas pic.twitter.com/oj6cl3gEg9
— Niraj Rai (@NirajRai3) June 1, 2022
સરકારના બીરબલ સાહની ઇન્સ્ટીટયૂટ ઓફ પેલિયોસાઇન્સિઝની ડીએનએ લેબના પ્રમુખ નીરજ રાયે વૈજ્ઞાનિક સંશોધનનું રાજનીતિકરણ કરવા બદલ રાહુલ ગાંધીની ટીકા કરી હતી. તેમણે રાહુલ ગાંધીને ટેગ કરીને લખ્યું કે, ‘જાતીય શુદ્ધતા’ જેવી કોઈ બાબત નથી અને ‘જાતિ’નો કોઈ જૈવિક સંદર્ભ જોવા મળતો નથી. તે રાજકારણીઓ માટે જાતિવાદનો પ્રચાર કરવાનું સાધન બની ગયું છે અને તેને આનુવંશિક વંશ સાથે જોડવામાં આવવું જોઈએ નહીં.
Journalists and Politicians are at worst.
— Niraj Rai (@NirajRai3) June 1, 2022
Mr. Gandhi- Racial purity is not a thing and race is not a biologically supported context. It has been a tool for politicians to propagating racism and should not be conflated with genetic ancestry. https://t.co/UNrGQt860W
ભારતીય ઇતિહાસ અને ભૂગોળ પર અનેક પુસ્તકો લખનાર લેખક અને અર્થશાસ્ત્રી સંજીવ સાન્યાલે કહ્યું કે, “આ ઇરાદાપૂર્વક એક વૈજ્ઞાનિક અભ્યાસને ગેરમાર્ગે કઈ રીતે દોરી શકાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આર્કિયો જેનેટિક્સ એક સુસ્થાપિત ક્ષેત્ર છે અને જે માનવયાત્રા અંગે અભ્યાસ કરે છે. ‘શુદ્ધ જાતિ’ જેવી કોઈ બાબત નથી, વાસ્તવમાં આપણે સૌ પણ ‘શુદ્ધ’ પ્રજાતિ નથી.”
Classic example of a deliberately misleading article. Archaeo-genetics is a well established field and attempts trace the human journey. If anything it establishes that there is no such thing as “pure race”. Indeed, we are not even a “pure” species. pic.twitter.com/JhCmWoig1F
— Sanjeev Sanyal (@sanjeevsanyal) June 1, 2022
લેખક અને જવાહરલાલ નહેરૂ યુનિવર્સીટીમાં અણુ જીવ વિજ્ઞાન ભણાવતા વૈજ્ઞાનિક આનંદ રંગનાથને પણ આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, “‘જાતિ’ એક જૈવિક વ્યાખ્યા નથી પરંતુ સામાજિક અવધારણા છે. 8 અબજ લોકો આનુવંશિક રીતે સમાન છે એટલું જ નહીં આધુનિક માનવ જિનોમ પણ બેક્ટેરિયા, પરોપજીવી અને વાયરલ ડીએનએનું મિશ્રણ છે.”
Race is NOT a scientific concept, purity even less so. Not only are 8 billion Humans 99.97% genetically identical, modern Human genome is but a mishmash of primate, plant, bacterial, parasite, and viral DNA.
— Anand Ranganathan (@ARanganathan72) June 1, 2022
Only FOOLS conflate investigating genetic ancestry with racial purity.
એક તરફ રાહુલ ગાંધી દ્વારા શૅર કરવામાં આવેલ ‘જાતીય શુદ્ધતા’ અંગેના લેખની ચારેકોરથી ટીકા થઇ રહી છે ત્યારે આનુવંશિક બાબતોથી સબંધિત એક વૈજ્ઞાનિક અભ્યાસનું રાજનીતિકરણ કરવામાં આવ્યું હોય તેવું આ એકમાત્ર ઉદાહરણ નથી. દ્રવિડ રાજનેતાઓ અને વામપંથી ઇતિહાસકારો દ્વારા દાયકાઓથી ‘આર્યન આક્રમણ સિદ્ધાંત’નો ઉપયોગ એ દાવો કરવા માટે કરવામાં આવતો રહ્યો કે, આર્યોનો ‘વંશ’ 1500 કે 2000 વર્ષો પૂર્વે ભારતમાં આવ્યો હતો. પરંતુ નવી શોધ બાદ બહાર આવ્યું હતું કે, શ્વેત આર્યો દ્વારા કરવામાં આવેલ આક્રમણનો આ દાવો કોઈ પણ પ્રકારના વૈજ્ઞાનિક આધાર વગર કરવામાં આવ્યો હતો. ડીએનએ અભ્યાસમાં સામે આવ્યું છે કે ભારતીય ઉપમહાદ્વીપમાં તમામ લોકો એક જ વંશ હેઠળ આવે છે.