Friday, November 22, 2024
More
    હોમપેજમંતવ્યછેલ્લો બોલ નો બોલ અને રોયલ્સના મોઢેથી જીતનો કોળીયો સનરાઈઝર્સે છીનવી લીધો;...

    છેલ્લો બોલ નો બોલ અને રોયલ્સના મોઢેથી જીતનો કોળીયો સનરાઈઝર્સે છીનવી લીધો; ટ્વિટર પર ચાલી ગંભીર અને રમુજી ચર્ચા

    એક વાત તો સ્પષ્ટ છે કે જો ઓબેડ મેકોયનો ડ્રોપ કેચ અને સંદીપ શર્માના છેલ્લા બોલે નો બોલ પ્રકારનું ક્રિકેટ રમતી ટીમ હોય તો તે કદાચ હારવાને જ લાયક છે.

    - Advertisement -

    IPL ચાલતી હોય અને તેમાં એક પણ મેચ રોમાંચક ન બને એવું શક્ય જ નથી. જો કે આ વખતે આ સ્પર્ધામાં એવી ઘણી મેચો છે જે રોમાંચક બની છે અને મેચના છેક છેલ્લા બોલે તેનું પરિણામ આવ્યું હોય. એક મેચ તો હતી ગુજરાત અને કોલકાતાની જેમાં રીંકુ સિંઘે યશ દયાલના છેલ્લા પાંચ બોલમાં પાંચ સિક્સર મારીને કોલકાતા માટે હારેલી બાજી જીતી લીધી હતી. તો બીજી મેચ એ હતી જેમાં લખનૌએ બેંગ્લોરને છેલ્લા બોલે એક હાઈ સ્કોરિંગ મેચમાં હરાવ્યું હતું. ત્રીજી આવી મેચ ગઈકાલે રાજસ્થાન રોયલ્સ અને સન રાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ ગઈ હતી જેમાં મેચના છેલ્લા બોલે નાટકીય રંગ જોવા મળ્યો હતો.

    રાજસ્થાન રોયલ્સે કરેલા 214 રન્સના જવાબમાં સન રાઈઝર્સ અથડાતા કુટાતા માંડ માંડ છેલ્લા બોલમાં 5 રન કરવાની સ્થિતિએ પહોંચ્યું હતું. સામે હતો સંદીપ શર્મા જેણે ચેન્નાઈ સામેની મેચમાં ધોનીને બાંધી રાખીને રાજસ્થાન રોયલ્સને જીતાડ્યું હતું. સંદીપના એ છેલ્લા બોલે સન રાઈઝર્સ હૈદરાબાદના અબ્દુલ સમદે બોલ હવામાં માર્યો પરંતુ લોંગ ઓફ બાઉન્ડ્રી પર જોસ બટલરે તેનો કેચ પકડી લેતાં રાજસ્થાન રોયલ્સ ચાર રને જીતી ગયું એવું લાગ્યું.

    પરંતુ બાદમાં થર્ડ અમ્પાયર દ્વારા હુટર વગાડવામાં આવ્યું જેને લીધે ખ્યાલ આવ્યો કે સંદીપનો એ બોલ તો નો બોલ હતો અને આથી સમદ માત્ર નોટ આઉટ જ નથી પરંતુ તેને ફ્રી હીટ પણ મળી છે. આમ સન રાઈઝર્સને જીતવા માટે હવે છેલ્લા બોલે 4 રન્સ કરવાના આવ્યા અને સમદે સંદીપ શર્માના એ વધારાના બોલ પર સિક્સર મારીને પોતાની ટીમને એક અશક્ય જીત અપાવી દીધી હતી.

    - Advertisement -

    આવી રોમાંચક મેચ બાદ સોશિયલ મીડિયામાં કોઈ હલચલ ન થાય તો જ નવાઈ. ગઈકાલની આ મેચ બાદ ટ્વિટર પર આ મેચની અને ખાસ કરીને છેલ્લા બોલ વિષેની ચર્ચા છેડાઈ પડી હતી અને તેમાંથી ઘણી ટ્વિટ રમુજી હતી તો કેટલીક ક્રિકેટના જ્ઞાનને લગતી પણ હતી. ચાલો જાણીએ આ વિવિધ ટ્વિટ વિષે.

    ગઈકાલના છેલ્લા બોલના નો બોલના કિસ્સાને વિરાટ કોહલીના ફેન Super Virat એ 2019ની એ ઘટનાને યાદ કરી છે જેમાં મુંબઈ ઇન્ડિયન્સના લસિથ મલીંગા દ્વારા RCB સામે છેલ્લા બોલે નાખેલા નો બોલને અમ્પાયરે નો બોલ નહોતો આપ્યો અને RCB કદાચ જીતતાં જીતતાં હારી ગયું હતું. આમ ગઈકાલની મેચે કેટલાક સમર્થકોના જુના ઘા તાજા કરી આપ્યા છે.

    સુધાંશુએ SRHની માલિક કાવ્યા મારનના બે ફોટા મુકીને નો બોલ પહેલાં અને નો બોલ પછીના તેના રીએક્શન કેવા હોત તે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. જો કે ગઈકાલની મેચમાં કાવ્યા મારન ગેરહાજર હતી એ નોંધનીય છે.

    વૈભવ શર્માએ પોતાની ટ્વિટમાં નો બોલની આખી ઘટનાનો વિડીયો શેર કર્યો છે જેમાં રાજસ્થાન રોયલ્સના સમર્થકો જોસ બટલરના કેચ બાદ કેવા ખુશ થઇ જાય છે એ બતાવવામાં આવ્યું છે.

    રોમિયોએ પોતાનું ક્રિકેટ જ્ઞાન પ્રસ્તુત કરતાં જણાવ્યું છે કે સંદીપ શર્માનો આ એક નો બોલ રાજસ્થાન રોયલ્સને પ્લે ઓફ્સમાં સ્થાન મેળવવાથી દૂર રાખી શકે છે. કારણકે રાજસ્થાન રોયલ્સ હવે તેની છેલ્લી 6 મેચમાંથી 5 મેચ હારી ગયું છે.

    ઝેવિયર ક્લબ નામના વ્યક્તિએ પોતાની ટ્વિટમાં નો બોલ પહેલા અને પછી RR ફેન્સની લાગણીઓને એક મિમ દ્વારા પ્રદર્શિત કર્યું છે.

    તો નીંબુ પાની જેવું વિચિત્ર હેન્ડલ ધરાવતા વ્યક્તિએ કેવી રીતે એક નો બોલે રાજસ્થાન રોયલ્સના મોઢાંમાંથી જીતનો કોળીયો છીનવી લીધો એ દર્શાવતું મિમ ટ્વિટ કર્યું છે.

    અશોક ચૌધરીએ તો લગાન ફિલ્મના છેલ્લા બોલનો ડ્રામા ગઈકાલની મેચ સાથે જોડી દેતાં અત્યંત રમુજી સરખામણી કરી દીધી છે. આ રીતે IPLની આ ત્રીજી સહુથી રોમાંચક મેચની મજા કદાચ રાજસ્થાન રોયલ્સના સમર્થકો સિવાય તમામે લીધી હતી.

    એક વાત તો સ્પષ્ટ છે કે જો ઓબેડ મેકોયનો ડ્રોપ કેચ અને સંદીપ શર્માના છેલ્લા બોલે નો બોલ પ્રકારનું ક્રિકેટ રમતી ટીમ હોય તો તે કદાચ હારવાને જ લાયક છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં