પૂર્વ ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીર તેમનાં ક્રિકેટ વિષેના વિવાદિત નિવેદનો બદલ કાયમ ચર્ચામાં હોય છે. ચહેરો ગંભીર પરંતુ ક્રિકેટ રમતી વખતે અંદર જ્વાળામુખી લઈને ફરતા ગૌતમ ગંભીર ગઈકાલે રમાયેલી IPLની મેચ બાદ ફરીથી ચર્ચામાં આવી ગયા છે. ગઈકાલે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં IPL 2023ની એક રસાકસીભરી મેચમાં પ્રવાસી લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છેલ્લા બોલે યાદગાર હાર આપી હતી.
આ એક એવી મેચ હતી જેમાં દરેક મિનિટે મેચનું ભાગ્ય સતત બદલાઈ રહ્યું હતું. એક તરફ તો RCBએ LSG માટે 213નો મુશ્કેલીભર્યો ટાર્ગેટ આપી દીધો હતો. ચિન્નાસ્વામી સ્ટેડીયમ કાયમ સિક્સર મારવા માટે બેટરોનું પસંદગીનું મેદાન રહ્યું છે એટલે આ ટાર્ગેટ પણ લખનૌ કદાચ કરી જાય એવી શંકા તો દરેક ક્રિકેટ ચાહકોને હતી. પરંતુ જે રીતે સતત આરોહ અને અવરોહ બાદ લખનૌ મેચના છેક છેલ્લા બોલે અને હાથમાં ફક્ત એક વિકેટ હોવા સાથે મેચ જીત્યું તેણે તમામ RCB અને LSG ફેન્સની ભાવનાઓને ચરમ સુધી પહોંચાડી દીધી હતી.
આ ભાવનાત્મક અને નાટ્યાત્મક અંત બાદ LSGના મેન્ટર ગૌતમ ગંભીર પણ પોતાનો આક્રમક સ્વભાવ દેખાડવાથી ચુક્યા ન હતાં. ચિન્નાસ્વામીનું ક્રાઉડ સામાન્યત: પોતાની ટીમ RCBને દરેક રીતે સમર્થન આપતું હોય છે જેમાં વિરોધી ટીમમાં ભારત તરફથી રમતાં ક્રિકેટરોની મસ્તી, મજાક અને અપમાન કરવાના હદ સુધી જવાનું પણ સામેલ હોય છે. કદાચ આવું જ કોઈ અપમાન ગંભીરે પોતાના IPL રમવાના સમયે અથવાતો આ મેચ દરમ્યાન સહન કર્યું હશે અને એટલેજ મેચ પત્યા બાદ ઔપચારિકતા પુરી કરવાની વિધિ સમયે તેમણે આ ક્રાઉડ તરફ એક ઈશારો કરી દીધો હતો.
ગૌતમ ગંભીર મેચ પત્યા બાદ જ્યારે વિરોધી RCB ટીમના ખેલાડીઓ અને સ્ટાફના સભ્યો સાથે હાથ મેળવી રહ્યાં હતાં ત્યારે તેમણે અચાનક જ ક્રાઉડ તરફ વળીને તેમને ચૂપ રહેવાનો ઈશારો કરી દીધો હતો. આ પાછળ કદાચ ગંભીરનો અર્થ એવો હોઈ શકે કે છેવટે તો તમારી લાડકી ટીમ હારી ગઈ છે એટલે હવે તો પોતાની ટીમને સહુથી મહાન ચીતરવાનું બંધ કરો?
પરંતુ જ્યારે જ્યારે IPLમાં આવી પરિસ્થિતિ ઉભી થાય છે કે પછી આવા પ્રસંગો બનતાં હોય છે ત્યારે ટ્વીટર પણ હિલોળે ચડતું હોય છે અને ગઈ રાત્રીથી જ ‘ચૂપ’ સંજ્ઞા કર્યા બાદ LSG મેન્ટર ગૌતમ ગંભીર આ માઈક્રોબ્લોગિંગ સાઈટ પર ટ્રેન્ડ થઇ રહ્યાં છે. ચાલો જાણીએ કે ગૌતમ ગંભીરને લોકો ટ્રોલ કરી રહ્યાં છે કે તેમની ચૂપ સંજ્ઞાને લીધે તેમનાં વખાણ કરી રહ્યાં છે?
ટ્વીટર પર તેમજ અન્ય સોશિયલ મીડિયા પર અત્યંત લોકપ્રિય એવા ક્રિકેટ ફેન મુફદ્દલ વોહરાએ ગૌતમ ગંભીરનો ચિન્નાસ્વામી ક્રાઉડને ચૂપ કરાવતો ફોટો ટ્વીટ કર્યો હતો અને ત્યારબાદ આ ફોટો વાયરલ થઇ ગયો હતો.
Gautam Gambhir to the Chinnaswamy crowd after the match. pic.twitter.com/Uuf6Pd1oqw
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2023
વિશાલે આ જ ફોટો ટ્વીટ કર્યો હતો અને યાદ દેવડાવ્યું હતું કે અગાઉ ચિન્નાસ્વામીનું ક્રાઉડ ભારતીય ક્રિકેટરોનું અપમાન કરી ચુક્યું છે અને આથી જ તેઓ છેલ્લી ઘડીએ હારીને આજે કર્મનું ફળ ભોગવી રહ્યાં છે.
Sir Gautam Gambhir showing this to the Chinnaswamy crowd. This is the same crowd that made fun of Indian captain Rohit Sharma. Just Karma. pic.twitter.com/oqtypYX2RX
— Vishal. (@SPORTYVISHAL) April 10, 2023
SuprKing1815 એ તો ગૌતમ ગંભીરે જ્યારે ક્રાઉડને ચૂપ રહેવાનો ઈશારો કર્યો તેનો વિડીયો જ ટ્વીટ કરી દીધો છે.
#RCBvsLSG
— 👌⭐👑 (@superking1815) April 10, 2023
Gautam Gambhir to the Chinnaswamy crowd after the match.pic.twitter.com/PrGOrB1Uny
રતનીશ નામનો યુઝર ગૌતમ ગંભીરના આ જુસ્સાના વખાણ કરતાં લખે છે કે તેનો આ જ જુસ્સો IPLને વધુ રસપ્રદ બનાવે છે.
Gautam Gambhir makes IPL even more interesting. Love his passion. pic.twitter.com/EhiUmrCKF0
— R A T N I S H (@LoyalSachinFan) April 10, 2023
અંશુમાન આ આખી ઘટનાને ફક્ત એક જ લાઈનમાં સમજાવી દે છે અને કહે છે કે કાયમ ગૌતમ ગંભીરને ટ્વીટર પર ટ્રોલ કરતાં RCB ફેન્સનો આજે વારો છે કારણકે આજે ગૌતમ ગંભીરનો દિવસ છે.
I have seen few RCB fans misquoting him and trolling him unnecessary on twitter, this is Gautam Gambhir’s day. pic.twitter.com/qa4y0mm0IK
— ANSHUMAN🚩 (@AvengerReturns) April 10, 2023
પરંતુ છેવટે રમત એ રમત જ છે અને તેને રમનારા લોકો ખેલભાવનાને વધુ સારી રીતે ઓળખે છે અને અનુભવે છે. લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા મેચ બાદ કરવામાં આવેલી આ ટ્વીટ એ તમામ ટીમોના ફેન્સને સંદેશ છે કે છેવટે તો આ તમામ આપણા દેશની ટીમનું પ્રતિનિધિત્વ કરતાં ખેલાડીઓ છે અને બે મહિનાની IPL માટે તેને આપણા દુશ્મન ન ગણી લેવાય.
આમ જુઓ તો ચિન્નાસ્વામી પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો જ રેકોર્ડ ખરાબ છે. આ મેદાન પર જ્યારે જ્યારે આ ટીમે પહેલી ઇનિંગમાં 200 થી વધુ રન કર્યા છે ત્યારે મોટાભાગે તેને હારનો જ સામનો કરવાનો આવ્યો છે. ગઈકાલે RCB કદાચ 213થી વધુ રન કરી શક્યું હોત જો કેપ્ટન ફાફ દુ પ્લેસી શરૂઆતમાં અને તેના અતિશય મહત્વના બેટર વિરાટ કોહલી પોતાના પચાસ કરવાના ચક્કરમાં ધીમું ન રમ્યાં હોત તો.