Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણઓલમ્પિક્સમાં જવાનો શ્રેય પ્રિયંકા ગાંધીને, સરકાર વિશે વિરોધાભાસી નિવેદનો: રાજકારણ રમવા હજુ...

    ઓલમ્પિક્સમાં જવાનો શ્રેય પ્રિયંકા ગાંધીને, સરકાર વિશે વિરોધાભાસી નિવેદનો: રાજકારણ રમવા હજુ કેટલાં જુઠ્ઠાણાંનો સહારો લેશે વિનેશ ફોગાટ?

    વિનેશ કોંગ્રેસમાં જોડાયા પછી જે પ્રકારે રાજકારણ કરી રહ્યાં છે તેવી જ રાજનીતિ જો મોદી સરકારે કરવી હોત તો શા માટે એક એવા ખેલાડીને પ્રોત્સાહન આપ્યું હોત, જેણે ઠીક ચૂંટણી પહેલાં તેમના વિરુદ્ધનું વાતાવરણ બનાવવાનું કામ કર્યું હોય.

    - Advertisement -

    ઓલમ્પિક્સ ગેમ્સ (Olympic Games) બાદ ભારત આવીને કોંગ્રેસમાં (Congress) સામેલ થયેલાં પૂર્વ પહેલવાન વિનેશ ફોગાટ (Vinesh Phogat) હરિયાણાની ચૂંટણીને લઈને ચર્ચામાં છે. અત્યાર સુધી લોકો તેમને મહિલાશક્તિના રૂપમાં કોંગ્રેસનાં એક ઉમેદવાર તરીકે જોતા હતા. હવે સવાલો ઉઠી રહ્યા છે કે વિનેશ રાજકારણ કરવા માટે કેટલું સાચું અને કેટલું ખોટું બોલી રહ્યાં છે. એક પછી એક વિનેશ ફોગાટના વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તેઓ કોંગ્રેસના વખાણ કરવા માટે અલગ-અલગ દાવા કરી રહ્યાં છે અને મોદી સરકાર વિશે સ્પષ્ટપણે જુઠ્ઠાણાં ચલાવી રહ્યાં છે.

    એક જનસભાને સંબોધતાં તેમણે કહ્યું કે તેઓ ઓલમ્પિક્સમાં જવાનો શ્રેય પ્રિયંકા ગાંધીને આપે તો તેમાં કઈ ખોટું નથી. હવે જ્યારે તેમણે આમ કહ્યું ત્યારે તેઓ શું વિચારી રહ્યાં હતાં અને પ્રિયંકા ગાંધીને કેવી રીતે આ બાબતનો શ્રેય આપી શકાય એ તો ખબર નથી, પરંતુ લોકો જાણે છે કે મોદી સરકારે વિનેશને ઓલમ્પિક્સમાં મોકલવા માટે કોઈ કસર છોડી ન હતી.

    ઓલમ્પિક્સ બાદ ખેલમંત્રી સ્વયં મનસુખ માંડવિયાએ સંસદમાં કહ્યું હતું કે, સરકારે વિનેશ પર ₹70 લાખ 45 હજાર ખર્ચ્યા છે. તેમણે કહ્યું હતું કે વિનેશને ટ્રેનિંગ માટે વિદેશ પણ મોકલવામાં આવ્યાં હતાં. શું આ સરકારના આ સમર્થન વિના વિનેશ માટે ઓલમ્પિક્સમાં જવું શક્ય હતું?

    - Advertisement -

    તે સમયે સરકારે આ અંગે કોઈ સ્પષ્ટતા આપી ન હતી. સરકારે પોતાના ખેલાડી માટે શું કર્યું તેની ફક્ત જાણકારી જ આપી હતી. કદાચ બીજી કોઈ સરકાર હોત તો તે પણ એવું જ કરત.

    આ મામલે પણ કૃતઘ્ન બનીને વિનેશ એવું નિવેદન આપતાં દેખાયાં કે સરકારે તેમને તાલીમ આપીને કે પૈસા ખર્ચીને કોઈ ઉપકાર નથી કર્યો, આ તો સરકારનું કર્તવ્ય હતું.

    વિનેશ કોંગ્રેસમાં જોડાયા પછી જે પ્રકારે રાજકારણ કરી રહ્યાં છે તેવી જ રાજનીતિ જો મોદી સરકારે કરવી હોત તો શા માટે એક એવા ખેલાડીને પ્રોત્સાહન આપ્યું હોત, જેણે ઠીક ચૂંટણી પહેલાં તેમના વિરુદ્ધનું વાતાવરણ બનાવવાનું કામ કર્યું હોય. રાજકારણને બાજુ પર રાખીને મોદી સરકારે વિનેશની અંદરના ખેલાડીને પ્રાથમિકતા આપી અને તેને પ્રોત્સાહન આપ્યું.

    આ હકીકત જગજાહેર હોવા છતાં પણ જો વિનેશ હજુ પણ એમ કહેતાં હોય કે ઓલમ્પિક્સ વખતે પણ પ્રિયંકા ગાંધીએ તેમની મદદ કરી હતી, તો શું એવો પ્રશ્ન કરવો યોગ્ય નથી કે પ્રિયંકાએ તેને કઈ રીતે અને ક્યાં મદદ કરી? કેવી રીતે તેઓ પ્રિયંકા ગાંધીની મદદથી ઓલમ્પિક્સમાં ગયાં?

    આ જુઠ્ઠાણાંની જેમ જ વિનેશનું વધુ એક જુઠ્ઠાણું સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. તાજેતરમાં જ રાજદીપ સરદેસાઈને એક ઈન્ટરવ્યુ આપતાં તેમણે કહ્યું હતું કે, ઓલમ્પિક્સ દરમિયાન બીજેપીના કોઈ નેતાએ તેમને ફોન કર્યો ન હતો. વિડીયોમાં તેમણે એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો કે જાણે ઓલમ્પિક્સ દરમિયાન મોદી સરકારે તેમને કોઈ પણ પ્રકારનો સહયોગ ન આપ્યો હોય અને સરકારે તેમની સાથે અન્ય ખેલાડીઓ કરતાં જુદું વર્તન કર્યું હતું.

    વિનેશે કરેલ આ દાવાને ખોટો સાબિત કરવા કોઈ બીજું ઉદાહરણ લેવાની જરૂર નથી. કેમ કે વિનેશે પોતે જ ‘ધ લલ્લનટોપ’ને આપેલા એક નિવેદનમાં તેના દાવાને ખોટો સાબિત કરી દીધો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે, તેમણે પોતે કહ્યું હતું કે, ઓલમ્પિક્સ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કર્યો હતો પરંતુ તેમણે પોતે જ વાત કરવાની ના પાડી દીધી હતી.

    પ્રશ્ન એ ઉભો થાય છે કે જો વિનેશના મનમાં ખરેખર જ કોઈ રાજનીતિ નહોતી તો તે આ સ્થિતિમાં દેશના વડાપ્રધાન જે તેમને આશ્વાસન આપવા માંગતા હતા તેમનો અનાદર કેમ કર્યો? પહેલાં તો એમણે વાત કરવાની ના પાડી દીધી અને પાછળથી કોંગ્રેસે આ હરકતનું ભરપૂર. પ્રમોશન કર્યું.

    જ્યારે વિનેશનું જુઠ્ઠાણું પકડાઈ ગયું ત્યારે કોંગ્રેસે તેમનો એક વિડીયો બનાવ્યો. વિડીયોમાં તેઓ જણાવે છે કે ઓલમ્પિક્સ ગેમ્સ બાદ વડાપ્રધાન મોદી સાથે વાત કરવા માટે તેના રૂમમાં કેમેરા લગાવવામાં આવ્યા હતા અને તેને પોતાના ફોન પર વિડીયો બનાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી, તેથી તેણે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

    એક તરફ વિનેશ દરેક નિવેદન સાથે પક્ષ બદલી રહ્યાં હતાં, તો બીજી તરફ તેમની પાર્ટી કોંગ્રેસ તેનાથી પણ વધુ જઘન્ય કૃત્યોમાં વ્યસ્ત હતી. મોદી સરકારને બદનામ કરવા માટે પાર્ટીએ વિડીયોના થમ્બનેલનો ઉપયોગ કર્યો અને એવું દર્શાવ્યું કે મોદી સરકારે વિનેશ ફોગાટના બેડરૂમ સહિત દરેક જગ્યાએ રાતોરાત કેમેરા લગાવ્યા હતા અને વિનેશનું રેકોર્ડિંગ કરવાનો ઇરાદો હતો.

    જ્યારે લોકોએ સોશિયલ મીડિયા પર આ મામલે પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું ત્યારે ખૂબ ચતુરાઈપૂર્વક થમ્બનેલ બદલી દેવામાં આવ્યું. જોકે થમ્બનેલ બદલ્યા પહેલાં જ સ્ક્રીનશૉટ વાયરલ થવાના કારણે આ ઘૃણાસ્પદ કૃત્ય ઉઘાડું પડી ગયું. સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે કે વિનેશે કહેલી વાતોને લોકો સુધી પહોંચાડવાની રીત કેટલી હદે ભ્રામક હતી.

    આશ્ચર્યની વાત એ છે કે વિનેશ ફોગાટે કોંગ્રેસની આ હરકતનો વિરોધ પણ કર્યો ન હતો. રાજકારણમાં આવ્યા પછી તેઓ એ પણ ભૂલી ગયાં કે જે મોદી સરકાર સામે તેઓ આટલા મોટા આરોપો લગાવી રહ્યાં તે એ જ મોદી સરકાર છે જેણે તેમની તાલીમને ન માત્ર પ્રાથમિકતા જ આપી પરંતુ આર્થિક મદદ પણ કરી છે. આ સિવાય રમતના ક્ષેત્રમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને 2016માં અર્જુન એવોર્ડ અને 2020માં ધ્યાનચંદ ખેલ રત્ન પણ આ જ સરકારે આપ્યો હતો.

    આ સિવાય કેન્દ્રમાં અને તેમના ગૃહ રાજ્ય હરિયાણામાં ભાજપની સરકાર હતી ત્યારે ઓલમ્પિક્સમાં તાલીમ, અંગત સ્ટાફ અને નાણાકીય સહાય સહિત દરેક પ્રકારની મદદ કરવામાં આવી હતી. આ બધું જ સત્ય હોવા છતાં વિનેશે હમણાં જુઠ્ઠાણાં ચલાવવાનાં ચાલુ કર્યાં છે. તેમની બહેન બબીતા ​​ફોગાટ પોતે માને છે કે વિનેશનાં વ્યવહાર-વર્તન હવે બદલાઈ ગયાં છે.

    તેમણે કહ્યું કે જ્યારે વિનેશના પિતાનું અવસાન થયું ત્યારે તેમના પિતા એટલે કે મહાવીર ફોગાટ તેમને કુસ્તીમાં પરત લાવ્યા. પરંતુ જ્યારે તે ઓલિમ્પિકમાંથી પરત ફર્યાં ત્યારે ગુરુનો આભાર માનવો તો દૂર, તેમણે દીપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે એવો રોડ શો કર્યો કે જાણે હુડ્ડા તેમના કોચ હોય!

    નોંધનીય છે કે વિનેશ ફોગાટે હરિયાણાની ચૂંટણીમાં ઓલમ્પિક્સમાં પોતાના ડિસ્કવોલિફિકેશનને મોટો મુદ્દો બનાવી દીધો છે. બીજેપી સરકારે તેમને સિલ્વર વિજેતાની જેમ જ સન્માનમાં દરેક સુવિધા આપવાની જાહેરાત કરી હતી, પરંતુ વિનેશ ચૂંટણી માટે અલગ-અલગ જગ્યાએ ફરીને એવું સાબિત કરવા માંગે છે કે જાણે તેઓ ઓલમ્પિક્સમાં પણ મોદી સરકારના કારણે જ હારી ગયાં છે.

    જ્યારે સત્ય એ છે કે મોદી સરકારે તેમને હરાવવાના લેશમાત્ર પ્રયાસ નથી કર્યા, ઉપરથી તેમને વિજેતા સાબિત કરવાના પૂરતા પ્રયાસનો કર્યા છે. સરકાર દ્વારા વિનેશ માટે વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેને મોકલીને અપીલ કરવામાં આવી હતી, પરંતુ વિનેશનું વજન વધારે હોવાને કારણે તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યાં હતાં અને હવે તેઓ આ જ વાત ભૂલી ગયાં છે. તેમની આંખો પર રાજકારણના એવા પાટા બંધાઈ ગયા છે કે તેમને લાગે છે કે અવાજ ઉઠાવવો એટલે માત્ર મોદી સરકારનો વિરોધ કરવો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં