Saturday, September 28, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિતિરુપતિ બાલાજી પ્રસાદમાં પશુની ચરબીની ભેળસેળ અનાયાસે નહીં…189 વર્ષ પહેલાં રચાયેલા ષડ્યંત્રનું...

    તિરુપતિ બાલાજી પ્રસાદમાં પશુની ચરબીની ભેળસેળ અનાયાસે નહીં…189 વર્ષ પહેલાં રચાયેલા ષડ્યંત્રનું પરિણામ, આજે પણ ભોગવી રહ્યો છે હિંદુ સમાજ

    હવે સમય છે જાગવાનો, વિરોધ ઉઠાવવાનો. અન્યથા આવનારો સમય આ અવસર પણ આપણી પાસેથી છીનવી લેશે. સેક્યુલારિઝમનો રોગ જાણે ઉધઈ બનીને બધું ખોખલું કરી રહ્યો છે. હવે સમય પણ તમારી અને અમારી પાસે સેક્યુલર બનવાનો નહીં પણ અવાજ ઉઠાવવાની માંગ કરી રહ્યો છે.

    - Advertisement -

    લોર્ડ મેકોલેએ (Lord Macaulay) ભારતમાં ગુરુકુળ શિક્ષણ પ્રણાલીનો નાશ કરીને કોન્વેન્ટ શિક્ષણ પ્રણાલીનો (Convent Education System) પાયો નાખ્યો હતો. તેણે આવું કેમ કર્યું એ તો ઇતિહાસનો વિષય છે, પણ આજે તેની કેવી અને કેટલી અસર થઇ રહી છે તે જાણવાની અને સમજવાની જરૂર છે. તેણે લખેલા પત્રો દર્શાવે છે કે તેણે તેની શિક્ષણ પ્રણાલી દ્વારા ભારતીય સમાજમાં કેવા ઝેરી બીજ વાવ્યા હતા, જેનો પાક નજીકના ભવિષ્યમાં મળવાનો હતો, જે આજે દેખાઈ પણ રહ્યું છે.

    મેકોલેએ પત્રોમાં લખ્યું હતું કે, આવનારા સમયમાં ભારતીય સમાજ શરીરે ભારતીય હશે પણ તેનો આત્મા અંગ્રેજનો હશે. આજે તે સાકારિત થઇ રહેલું દેખાય છે.

    સનાતન આસ્થાના સૌથી મોટા કેન્દ્ર તિરુપતિ બાલાજીના પ્રસાદમાં ગાય અને ભૂંડની ચરબીની ભેળસેળનો મામલો ખૂબ જ નિંદનીય અને મોટું ષડ્યંત્ર છે. આનાથી સનાતનની આસ્થાને ખુબ ઠેસ પહોંચી છે. પરંતુ ચિંતાનો વિષય એ છે કે આવી ઘૃણાસ્પદ બાબત પર સમાજના વર્ગોમાંથી આ બાબતના વિરોધમાં ક્યાંય અવાજ ઉઠતો દેખાઈ રહ્યો નથી.

    - Advertisement -

    આવા જ એક ષડ્યંત્ર ભર્યા કિસ્સામાં ઇતિહાસમાં હિંદુ સમાજની શું પ્રતિક્રિયા હતી, તે જાણવા લાયક છે. વર્ષ 1857માં, એક અફવા ઉડી હતી (જેના માટે કોઈ નક્કર પુરાવા નથી) કે અંગ્રેજો કારતુસમાં ચરબી ભેળવતા હતા. આ એક અફવા પર સમગ્ર ક્રાંતિ જવાળાઓ સળગી ગઈ હતી. તે સમયે જે ક્રાંતિ થઇ એની સરખામણી વર્તમાન ઘટના સાથે કરીએ. તિરુપતિ બાલાજી પ્રસાદમાં ચરબીનું પ્રમાણ લેબ ટેસ્ટિંગમાં સાબિત થયું છે. તેમ છતાં હિંદુ સમાજમાં મૌન છવાયેલું છે.

    નેતાઓ કરતાં રાજકીય સચોટતાનું ભૂત અને સેક્યુલારિઝમનો રોગ કદાચ હિંદુ સમાજ પર હદથી વધારે હાવી થઇ ગયો છે. અફસોસ તો એ છે કે આ સમાજે તો ચૂંટણી પણ નથી લડવાની. છતાં કદાચ વિદેશી શિક્ષણના સંસ્કાર આપણી રગોમાં એટલી હદ સુધી ઘર કરી ગયા છે કે  આપણે ગંભીરથી અતિગંભીર બાબતનું પણ સરળીકરણ કરવા ટેવાઈ ગયા છીએ.

    પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણા પૂર્વજોની બહાદુરી અને બલિદાનને કારણે જ ગુરુ ગોવિંદ સિંઘ જેવા તપસ્વીઓએ તેમના 2 પુત્રોના બલિ આપ્યા બાદ પણ તેમનો ધર્મ બદલ્યો ન હતો. વંદા વૈરાગીને તેના પુત્રની છાતી ફાડીને તેનું ધબકતું હૃદય ખાવા માટે મજબુર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં તેમણે ધર્મપરિવર્તન કરવું સ્વીકાર્યું નહોતું. આવા જ બલિદાનીઓના કારણે જ આ સમાજ આજે પણ સનાતન છે.

    એક સમાજ તરીકે આપણે એ ન ભૂલવું જોઈએ કે આજે અનેક પ્રકારના જોખમોની આહટ સંભળાઈ રહી છે. આજે પણ તાડકા અને પૂતનાની રાક્ષસી વૃત્તિઓ આપણને ગળી જવા માંગે છે. એકનું સાધન શસ્ત્ર છે અને બીજાનું પ્રેમ. હાલમાં પૂતના છાતીમાં ઝેર માતૃત્વનો ડોળ કરીને દેખાઈ રહી છે.

    હવે સમય છે જાગવાનો, વિરોધ ઉઠાવવાનો. અન્યથા આવનારો સમય આ અવસર પણ આપણી પાસેથી છીનવી લેશે. સેક્યુલારિઝમનો રોગ જાણે ઉધઈ બનીને બધું ખોખલું કરી રહ્યો છે. હવે સમય પણ તમારી અને અમારી પાસે સેક્યુલર બનવાનો નહીં પણ અવાજ ઉઠાવવાની માંગ કરી રહ્યો છે. અહીં રશિયન ચિંતક લિયોન ટ્રોસ્કીનો વિચાર સુસંગત છે:

    “You may not be interested in war, but war is interested in you.”

    અર્થાત સમાજમાં કંઈક સડી રહ્યું છે, કંઈક અનૈતિક થઈ રહ્યું છે… અને તમે એમ વિચારીને બેસી રહેશો કે તમને તેની અસર નહીં થાય તો એ મૂર્ખતા છે. તમારી આસપાસ જે કંઈ પણ થઈ રહ્યું છે, તે તમને સીધી કે આડકતરી રીતે ચોક્કસ અસર કરશે જ.

    તમે કદાચ કોઈની ઈર્ષ્યા ન કરો, તમે તેમને નુકસાન ન પહોંચાડો, પરંતુ કેટલીક વિચારધારાઓ તમારી પર હુમલો કરવા કાગડોળે રાહ જોઇને જ બેઠી છે. એટલે જ સાવચેત રહો, સજાગ રહો… અને સૌથી અગત્યનું – એકજુટ રહો!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં