તાજેતરમાં રિપબ્લિક ટીવીના એક કાર્યક્રમમાં વાતચીત કરતી વખતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વક્ફ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, આ વક્ફ બોર્ડ છે કે ભૂમાફિયાઓનું બોર્ડ છે? અમે જે-જે જમીન વક્ફના નામે પચાવી પાડવામાં આવી હશે તેને પરત મેળવીશું.
સીએમ યોગીએ કહ્યું કે, “અમે ઉત્તર પ્રદેશ વક્ફ અધિનિયમમાં સંશોધન કર્યું છે અને તમામ રાજસ્વ અભિલેખોની તપાસ કરાવી રહ્યા છીએ. જ્યાં વક્ફના નામે કબજો થયો હશે, તે એક-એક ઇંચ જમીન પરત મેળવીશું અને ત્યાં સાર્વજનિક સ્થળો બનાવીશું, હોસ્પિટલ બનાવીશું.”
यह 'वक्फ बोर्ड' है या भू-माफियाओं का बोर्ड है…
— Yogi Adityanath (@myogiadityanath) January 8, 2025
एक-एक इंच लैंड वापस लेंगे… pic.twitter.com/qVxFrx0x7d
મહાકુંભની જગ્યા પર વક્ફના દાવા પર તેમણે કહ્યું કે, જ્યારે આ મઝહબોનું બીજ પણ ફૂટ્યું ન હતું તે પહેલાંથી કુંભની પરંપરા ચાલતી આવે છે.
ચર્ચામાં સનાતન બોર્ડની વાત આવી તો પ્રશ્નના જવાબમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, “આપણો સનાતન ધર્મ આકાશથી ઊંચો છે, તેની ઊંડાઈ સમુદ્રથી પણ નીચે છે. તેની સરખામણી કોઈ મત-મઝહબ સાથે ન થવી જોઈએ. વક્ફના નામે ભૂમાફિયાની જેમ કામ કરનારાઓ સાથે આપણી સરખામણી ન કરવી જોઈએ. આપણો ધર્મ બહુ મોટો છે. આપણે વિરાટતાનો પરિચય આપવો જોઈએ. પણ સાથે-સાથે સજાગ પણ રહેવું ખૂબ જરૂરી છે.”