અસદુદ્દીન ઓવૈસીની (Asaduddin Owaisi) પાર્ટી AIMIMએ દિલ્હી રમખાણોના (Delhi riots) કાવતરાના આરોપી તાહિર હુસૈનને (Tahir Hussain) દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં (Assembly elections) તેના ઉમેદવાર તરીકે નામાંકિત કરવાની જાહેરાત કરી છે. તાહિર હુસૈન હાલ રમખાણોના આરોપમાં જેલમાં છે. તાહિર હુસૈને AIMIMનું સભ્યપદ લીધું છે.
અસદુદ્દીન ઓવૈસીએ જાહેરાત કરી છે કે તાહિર હુસૈન મુસ્તફાબાદ (Mustafabad) વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. દિલ્હીમાં તાહિર હુસૈનના પરિવારને મળ્યા બાદ અસદુદ્દીને આ જાહેરાત કરી હતી. હાલમાં આ સીટ આમ આદમી પાર્ટી પાસે છે અને હાજી યુનુસ અહીંથી ધારાસભ્ય છે.

તાહિર હુસૈન આમ આદમી પાર્ટીના (AAP) કાઉન્સિલર હતો. તેના પર 2020માં દિલ્હી રમખાણો દરમિયાન ષડયંત્ર રચવાનો અને પેટ્રોલ બોમ્બ અને પથ્થર ફેંકવાનો આરોપ છે.