Thursday, November 21, 2024
More

    એક્ઝિટ પોલ્સ: મહારાષ્ટ્રમાં બહુમતી સાથે સત્તા પર પરત ફરશે મહાયુતિ, ઝારખંડમાં કાંટાની ટક્કર

    મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ અને હવે એક્ઝિટ પોલ્સ આવવાના શરૂ થયા છે. ઝારખંડમાં પણ બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. બંને રાજ્યોમાં મતદાન બાદ હવે એજન્સીઓ એક્ઝિટ પોલ્સ જાહેર કરી રહી છે. 

    એક્ઝિટ પોલ્સ જોઈએ તો મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન એટલે કે મહાયુતિ સરકારમાં પરત આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મોટાભાગના પોલ્સ એ તરફ જ ઈશારો કરી રહ્યા છે. 

    ચાણક્યથી માંડીને મેટ્રિઝ અને એક્સિસ માય ઇન્ડિયા સહિતની એજન્સીઓનાં અનુમાનો જોઈએ તો મહારાષ્ટ્રમાં NDA કે મહાયુતિને બહુમતી મળી શકે તેવી શક્યતાઓ છે. જ્યારે મહાવિકાસ આઘાડી બહુમતીનો આંકડો 145 સ્પર્શી શકે તેવું હાલ લાગી રહ્યું નથી. સરેરાશ 150-155 બેઠકો મહાયુતિના ફાળે જશે તેવું અનુમાન છે. 

    બીજી તરફ, ઝારખંડમાં કાંટાની ટક્કર હોવાનું અનુમાન છે. દૈનિક ભાસ્કર, ટાઈમ્સ નાઉ અને પી-માર્કે ઝારખંગમાં ત્રિશંકુ વિધાનસભાનું અનુમાન લગાવ્યું છે. જ્યારે મેટ્રિઝ અને પીપલ્સ NDAની જીતનું અનુમાન લગાવી રહ્યા છે. એક્સિસ માય ઇન્ડિયાએ અનુમાન લગાવ્યું છે કે ઝારખંડ INDI ગઠબંધનના ફાળે જશે. અહીં બહુમતી માટે 81માંથી 41 બેઠકોની જરૂર પડે છે.