Monday, October 21, 2024
More

    દિલ્હીમાં CRPF સ્કૂલની બહાર બ્લાસ્ટ, ફાયર વિભાગની સાથે પોલીસે પણ આદરી તપાસ

    દિલ્હીના (Delhi) રોહિણી વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્કૂલ બહાર વિસ્ફોટ (Blast) થયો હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગે (Fire Department) આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, રવિવારે (20 ઑક્ટોબર) રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં આ ઘટના બની છે. માહિતી અનુસાર, સવારે લગભગ 7:50 કલાકે ફાયર વિભાગને વિસ્ફોટ વિશે સૂચના મળી હતી.

    જાણવા મળી રહ્યું છે કે, હાલ પણ ફાયર વિભાગની બે ગાડીઓ ઘટનાસ્થળ પર જોવા મળી રહી છે. જોકે, આ ઘટનાને લઈને કોઈપણ પ્રકારની જાનહાનિ કે માલહાનિના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી. આ ઉપરાંત બ્લાસ્ટ કયા કારણોસર થયો તે વિશે પણ કોઈ માહિતી સામે આવી નથી.

    હાલ ફાયર વિભાગની ટીમો ઘટના વિશેની વધુ માહિતી માટે સ્થળ પર તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત દિલ્હી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસમાં જોતરાઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાસ્થળ પર અનેક દુકાનો પણ આવેલી છે. પોલીસ સહિતની ટીમો ત્યાં પણ તપાસ કરી રહી છે.